/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/02/1200675-2023-02-15T131701.815.jpg)
બોલિવૂડ સ્ટાર પ્રિયંકા ચોપરાની આગામી હોલિવૂડ ફિલ્મ લવ અગેનનું ટ્રેલર રિલીઝ કરી દેવાયું છે.
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા જોનાસની આગામી હોલિવુડ ફિલ્મ 'લવ અગેન' ભારતમાં લોકોના દિલ જીતવા માટે તૈયાર છે. ત્યારે રોમાન્સથી ભરપૂર ફિલ્મ 'લવ અગેન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે. મહત્વનું છે કે, આ ફિલ્મથી પ્રિયંકા લાંબા સમય બાદ સિલ્વર સ્ક્રીન પર પરત ફરી રહી છે.
પ્રિયંકા ચોપરાએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ હોલિવૂડમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મ અંગે વાત કરીએ તો તે એક રોમેન્ટિક કોમેડી છે, જેમાં તેનું પાત્ર ખૂબ જ સારું છે. આ ફિલ્મમાં પ્રિયંકા લીડ રોલમાં છે, અભિનેત્રી સેમ હ્યુગન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં નિક જોનાસનો કેમિયો પણ છે.
ફિલ્મના પાત્રોની વાત કરીએ તો પ્રિયંકા આ ફિલ્મમાં મીરા રેની ભૂમિકા નિભાવી રહી છે, જે તેના મંગેતરને ગુમાવવાના દુઃખનો સામનો કરી રહી છે. આ વચ્ચે મીરા તેના મંગેતરના જૂના સેલ ફોન પર રોમાટિંક મેસેજ મોકલે છે, પરંતુ તેને એ વાતનો ખ્યાલ ન હતો કે એ જે નંબર પર મેસેજ કરે છે તે સૈમ હ્યૂગનનો છે.
એક પત્રકાર તરીકે દર્શાવવામાં આવેલો રોબ મીરાના આ નિર્દોષ મેસેજથી ઇમપ્રેસ થઇ જાય છે અને મીરાને રૂબરૂ મળવા અને તેણીને જીતવા માટે મેગાસ્ટાર સેલિન ડીયોનની મદદ લે છે, જે તેની પ્રથમ ફિલ્મની ભૂમિકા ભજવી રહી છે.
આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, સેમ હ્યુગન, સેલિન ડીયોન સહિત ડીયોન મુખ્ય ભૂમિકા નિભાવતા નજર આવે છે. જિમ સ્ટ્રોસ દ્વારા લખાયેલા અને દિગ્દર્શિત 'લવ અગેઇન'માં ઘણા શાનદાર ગીતો છે. Sony Pictures Entertainment India 12 મે, 2023ના રોજ થિયેટરોમાં ફિલ્મ 'લવ અગેન' રિલીઝ થશે.
ઉલ્લેનીય છે કે 'લવ અગેન' 2016ની જર્મન ફિલ્મ 'એસએમએસ ફોર ડિસીઝ' પર આધારિત ફિલ્મ છે. અન્ય બે શીર્ષકો જે ફિલ્મ માટે વિચારવામાં આવ્યા હતા તે હતા 'ટેક્સ્ટ ફોર યુ' અને 'ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી'. પરંતુ બાદમાં 'લવ અગેન' રાખવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us