Love Sitara Trailer : લવ સિતારાનું ટ્રેલર રિલીઝ। શોભિતા ધુલીપાલાની દમદાર એકટિંગ, ફેમિલી ડ્રામા ફિલ્મ ક્યારે થશે રિલીઝ?

Love Sitara Trailer : શોભિત ધૂલિપાલા ઉપરાંત આ ફિલ્મમાં સોનાલી કુલકર્ણી, બી જયશ્રી, વર્જિનિયા રોડ્રિગ્સ, સંજય ભુતિયાની, તમરા ડિસોઝા, રિજુલ રે વગેરે પણ છે.

Written by shivani chauhan
September 13, 2024 09:52 IST
Love Sitara Trailer : લવ સિતારાનું ટ્રેલર રિલીઝ। શોભિતા ધુલીપાલાની દમદાર એકટિંગ, ફેમિલી ડ્રામા ફિલ્મ ક્યારે થશે રિલીઝ?
Love Sitara Trailer : લવ, સિતારાનું ટ્રેલર રિલીઝ । શોભિતા ધુલીપાલાની દમદાર એકટિંગ, ફેમિલી ડ્રામા ફિલ્મ ક્યારે થશે રિલીઝ?

Love Sitara Trailer : અભિનેત્રી શોભિતા ધુલીપાલા (Sobhita Dhulipala) લવ, સિતારા (Love Sitara) નામની ફેમિલી ડ્રામા ફિલ્મ સાથે સ્ક્રીન પર પછી ફરી છે. ફિલ્મનું ટ્રેલર, ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યું હતું, ફિલ્મમાં શોભિતા કેરળની એક છોકરી તરીકે રજૂ કરવામાં આવી છે જે એક પંજાબી શેફ સાથે પ્રેમમાં પડે છે, જેથી તેઓ લગ્ન કરવાનો નિર્ણય લે છે. જો કે, તેના નિષ્ક્રિય કુટુંબ અને નોંધપાત્ર સાંસ્કૃતિક તફાવતો તેમના સુખી જીવનના માર્ગમાં આડે ઊભા રહે છે. રાજીવ સિદ્ધાર્થ ફિલ્મમાં મેલ લીડ રોલમાં છે.

ટ્રેલર તારા (સોભિતા) થી શરૂ થાય છે, જે એક સ્વતંત્ર ઇન્ટિરિયર ડિઝાઇનર છે, જેણે ક્યારેય લગ્નમાં વિશ્વાસ કરતી નથી, પરંતુ જયારે તે અર્જુન (રાજીવ)ને મળે છે, જે આંતરરાષ્ટ્રીય સફળતાની ટોચ પર એક જુસ્સાદાર શેફ છે અને અણધાર્યા સંજોગોને કારણે લગ્નની દરખાસ્ત ઊભી થાય ત્યારે તેમના સંબંધની કસોટી થાય છે. તારાના ઘરમાં લગ્નની તૈયારીઓ શરૂ થતાં, આંતર-પેઢીના સંઘર્ષો અને લાંબા સમયના રહસ્યો સામે આવવા માંડે છે.

આ પણ વાંચો: મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતા અંતિમ સંસ્કાર | પુત્ર અરહાન, પૂર્વ પતિ અરબાઝ ખાન પણ પત્ની સાથે રહ્યા હાજર

તારાને ચિંતા થાય છે કે તેના પિતાનું અફેર હોઈ શકે છે અને તે તેની માતાના મૌન સંઘર્ષની સાક્ષી છે. બેકડ્રોપ તરીકે તેના પોતાના કુટુંબથી તેને ડર છે કે તે તેના થનારા લગ્નને જાળવી શકશે નહીં. આ ફિલ્મ આધુનિક સંબંધોની જટિલતાઓ, કૌટુંબિક અપેક્ષાઓનું ભારણ અને અમુક સત્યોનો સામનો કરવા માટે જરૂરી બહાદુરીની શોધ કરે છે. અહીં જુઓ મુવી ટ્રેલર

લવ, સિતારા ટ્રેલર (Love Sitara Trailer)

આ પણ વાંચો: Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ। આર્મીમાં જવા માંગતી હતી, નેપોટિઝમના કારણે ઘણી ફિલ્મો ગુમાવી

એકટ્રેસે આ ભૂમિકા શા માટે પસંદ કરી તેના પર શોભિતા ધૂલીપાલા શેર કરે છે કે ‘મને આ ભૂમિકા એ આકર્ષિત કર્યું કે આ એક છોકરીની સ્ટોરી છે જે પોતાની કન્ડિશનિંગને તોડી પાડવાની હિંમત દાખવે છે અને ગમે તેટલું હોય પણ પોતાની જાત પ્રત્યે પ્રમાણિક રહેવાની હિંમત દાખવે છે. તે હૃદયથી એક પારિવારિક છોકરી છે અને તે તેની ફેમિલી માટે કોઈ પણ સંજોગોમાં ઉભી રહેશે. સિતારાના વ્યક્તિત્વમાં કંઈક ગરિમાપૂર્ણ, સંબંધિત અને વાસ્તવિકતા છે જેનાથી તમામ મહિલાઓ જોડાય છે. કોવિડ લોકડાઉન દરમિયાન કેટલાક ખૂબ જ અનોખા પડકારોને નેવિગેટ કરતી વખતે અમે કેરળમાં આ સ્વીટ ફેમિલી ડ્રામા શૂટ કર્યું છે. હું આશા રાખું છું કે આ નમ્ર, હાર્ટફેલ્ટ સ્ટોરી દર્શકોને ગમે.’

શોભિત ધૂલિપાલા ઉપરાંત આ ફિલ્મમાં સોનાલી કુલકર્ણી, બી જયશ્રી, વર્જિનિયા રોડ્રિગ્સ, સંજય ભુતિયાની, તમરા ડિસોઝા, રિજુલ રે વગેરે પણ છે. વંદના કટારિયા દ્વારા નિર્દેશિત અને રોની સ્ક્રુવાલાની આરએસવીપી મૂવીઝ દ્વારા નિર્મિત લવ, સિતારા 27 સપ્ટેમ્બરથી Zee5 પર સ્ટ્રીમ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ