કાજોલ મોટા પડદા પર પાછા ફરવા તૈયાર, અજય દેવગણ દ્વારા નિર્મિત મુવી આ તારીખે થિયેટરમાં રિલીઝ

મા (Maa) નું નિર્માણ અજય દેવગણ દ્વારા જિયો સ્ટુડિયોના સહયોગથી કરવામાં આવ્યું છે. આ ફિલ્મ અજય દેવગણ અને આર માધવનની ફિલ્મ 'શૈતાન' સાથે જોડવામાં આવી રહી છે.

Written by shivani chauhan
June 12, 2025 08:04 IST
કાજોલ મોટા પડદા પર પાછા ફરવા તૈયાર, અજય દેવગણ દ્વારા નિર્મિત મુવી આ તારીખે થિયેટરમાં રિલીઝ
Maa Movie Kajol | કાજોલ મોટા પડદા પર પાછા ફરવા તૈયાર, હોરર મુવી મા અજય દેવગન દ્વારા નિર્મિત, મુવી આ તારીખે થિયેટરમાં રિલીઝ

કાજોલ (Kajol) આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘મા’ (Maa Movie) માટે સમાચારમાં છે. અભિનેત્રી તેની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેતા અજય દેવગણ વિશાલ ફુરિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સાથે નિર્માતા તરીકે સંકળાયેલા છે. જોકે, અજય દેવગન અને કાજોલ ઘણી ફિલ્મોમાં સાથે પણ દેખાયા છે. હવે કાજોલે અજય દેવગનની પ્રોડ્યુસર તરીકે કામ કરવાની રીત વિશે વાત કરી અને જણાવ્યું કે પ્રોડ્યુસર તરીકે અજય કેવો છે.

કાજોલે અજય દેવગણ વિશે શું કહ્યું?

એક ઇન્ટરવ્યૂમાં કાજોલે અજય ‘મા’ ફિલ્મના નિર્માતા હોવા વિશે વાત કરી. કાજોલે કહ્યું, “અજય ખૂબ જ અનુભવી નિર્માતા છે. સ્ક્રિપ્ટથી લઈને સંગીત અને VFX સુધી, તેણે આ ફિલ્મના દરેક ભાગ પર ઘણું ધ્યાન આપ્યું છે. મને લાગે છે કે VFX ફિલ્મનો ખૂબ મોટો ભાગ છે. અજય એમ પણ કહે છે કે VFXનું શૂટિંગ એક અલગ રમત છે. તેથી તેણે ઘણી માહિતી આપી છે.”

કાજોલ ની હોરર મુવી ‘મા’

કાજોલે આગામી ફિલ્મ ‘મા’ વિશે વાત કરતાં કહ્યું, “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું હોરર ફિલ્મ કરીશ, પણ હવે આપણે અહીં છીએ. મને આ ફિલ્મ પર ખૂબ ગર્વ છે. સ્ક્રિપ્ટ ખરેખર સારી છે. હું પૌરાણિક કથાઓનો ખૂબ શોખીન છું. મને આપણી ભારતીય પૌરાણિક કથાઓ ખૂબ ગમે છે. આપણી પાસે ઘણી બધી વાર્તાઓ છે. તેથી, મને લાગે છે કે આ મારી પ્રિય વાર્તાઓમાંની એક છે. હું ખૂબ આભારી છું કે મેં આ ફિલ્મ બનાવી. મને લાગે છે કે અમે ખૂબ સારી ફિલ્મ બનાવી છે. બાકીનું દર્શકો નક્કી કરશે. પણ હું માના શપથ લઉં છું, અમે એક સારી ફિલ્મ બનાવી છે.”

કાજોલ મા મુવી દ્વારા, કાજોલ ત્રણ વર્ષના અંતરાલ પછી મોટા પડદા પર પાછા ફરી રહી છે. થિયેટરોમાં તેની છેલ્લી રિલીઝ ‘સલામ વેંકી’ હતી. મોટા પડદા પર પાછા ફરવા વિશે વાત કરતાં કાજોલે કહ્યું કે હું ખૂબ જ ઉત્સાહિત છું. મારી ફિલ્મ લાંબા સમય પછી થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે અને હું તેના માટે ખૂબ જ ખુશ છું. દરેક અભિનેતાએ સમય સાથે પોતાને ફરીથી શોધવો પડે છે.

Panchayat Season 4 Trailer Release | પંચાયત સીઝન 4 ટ્રેલર રિલીઝ, ફૂલેરા ગામનું રસપ્રદ રાજકારણ આ તારીખથી જોવા મળશે !

મા મુવી રિલીઝ ડેટ (Maa Movie Release Date)

વિશાલ ફુરિયા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘મા’ નું નિર્માણ અજય દેવગણ દ્વારા જિયો સ્ટુડિયોના સહયોગથી કરવામાં આવ્યું છે. આ ફિલ્મ અજય દેવગણ અને આર માધવનની ફિલ્મ ‘શૈતાન’ સાથે જોડવામાં આવી રહી છે. ‘મા’ 27 જૂને સિનેમાઘરોમાં આવી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ