માધુરી દીક્ષિત એમજ બોલિવૂડની ધક ધક ગર્લના નામે જાણીતી નથી. તેની દરેક ફિલ્મે લાખો-કરોડો ફેન્સની દિલોની ધડકન તેજ કરી દીધી. 15મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહેલી માધુરી દીક્ષિતે પોતાના કરિયરમાં આમ તો અનેક યાદગાર ફિલ્મો આપી છે.
ફેશન સ્ટાઇલના કારણે પણ ખુબ જ ચર્ચામાં
માધુરી દીક્ષિત ફિલ્મોની સાથે ફેશન સ્ટાઇલના કારણે પણ ખુબ જ ચર્ચામાં રહે છે. તેની તસવીરો પરથી લાગે કે, તેની ફેશન સેન્સનો કોઇ મુકાબલો નથી. માધુરી દીક્ષિત ઉંમરનો એક તબક્કો પૂર્ણ કર્યા બાદ પણ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે. ત્યારે તાજેતરમાં અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેર કરી છે. જેમાં તે સિન્ડ્રેલા જેવી લાગી રહી છે. માધુરી દીક્ષિતની આ તસવીરો પર ફેન્સે ભરપૂર પ્રેમ વરસાવ્યો છે અને 4 લાખ ઉપર લાઇક્સ મળી ચૂકી છે. માધુરી દીક્ષિતના ઇન્સ્ટાગ્રામ પર 34.9 મિલિયન ફોલોઅર્સ છે.
3.08 કરોડની સ્પોર્ટ્સ કાર ખરીદી
નોંઘનીય છે કે, માધુરી દીક્ષિતે ગઇકાલે (18 એપ્રિલ) ના રોજ 3.08 કરોડની સ્પોર્ટ્સ કાર ખરીદી છે. 2023 992 Porsche 911 Turbo S મોડલ ખરીદ્યું છે. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં માધુરી દીક્ષિત પતિ ડો.નેને તેની સ્પોર્ટ્સ કાર ચલાવતા જોવા મળે છે.
માધુરી દીક્ષિતની નેટ વર્થ
માધુરી દીક્ષિતની નેટ વર્થ અંગે વાત કરીએ તો એમ મનાય છે કે માધુરી 250 કરોડની નેટવર્થ ધરાવે છે. તે ફિલ્મા ઉપરાંત , વેબ સીરીઝ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને રિયાલિટી શો તેમજ પોતાની યૂટ્બૂય ચેનલ અને ઓનલાઇન ડાન્સ સ્કૂલથી તગડી કમાણી કરે છે. માધુરી એક ફિલ્મ માટે રૂપિયા 4-5 કરોડ,રિયાલિટી શોના નિર્ણાયક તરીકે એપિસોડ દીઠ 30 લાખ રુપિયા મેળવે છે.
માધુરી દીક્ષિતને આ વાતનો પસ્તાવો
માધુરી દીક્ષિતની આ વાત કદાચ તમે નહીં જાણતા હોવ. માધુરીએ એક રોલ એવો કર્યો હતો જેને કરવાનો પસ્તાવો આજે તેને છે. ફિલ્મના દિગ્ગજો સ્ક્રીન પર દરેક પ્રકારના સીન આપે છે, પરંતુ તેમને એ ડર હોય છે કે તેમના સીનમાં જ્યારે પ્રશંસકો તેમને જોશે તો કેવીરીતે રીએક્ટ કરશે. બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રી માધુરી દીક્ષિતની સાથે પણ એક વખત આવુ થયુ હતું. 1988માં આવેલી ફિલ્મ દયાવાનમાં માધુરી દીક્ષિતે 20 વર્ષ મોટા એક દિગ્ગજ અભિનેતાની સાથે Kissing સીન આપ્યો હતો અને બાદમાં માધુરી આ સીનને હટાવવા ડાયરેક્ટર પાસે પહોંચી હતી.
આ હરકતથી તેણી અસહજ થઇ હતી
આ અભિનેતા હતા સુપરસ્ટાર વિનોદ ખન્ના. ફિલ્મમાં વિનોદ ખન્ના માધુરી દીક્ષિતની વચ્ચે Kissing સીન ફિલ્માવવામાં આવ્યો હતો. વિનોદ ખન્ના માધુરી દીક્ષિતથી 20 વર્ષ મોટા હતાં. ઘણુ વિચાર્યા બાદ માધુરી તેમની સાથે ઈન્ટિમેટ સીન કરવા માટે તૈયાર થઇ હતી. પરંતુ તેમની આ હરકતથી તેણી અસહજ થઇ હતી.
માધુરીનો ઈન્ડસ્ટ્રીમાં પ્રારંભિક વખત
સીન પરફેક્ટ શૂટ થયો હતો, પરંતુ માધુરી દીક્ષિત આ વિચારીને પરેશાન થવા લાગી કે તેમના પ્રશંસકો તેમને ખરાબ કહેવા ના લાગે. તેઓ ડાયરેક્ટરની પાસે આ સીન હટાવવા માટે પહોંચી ગઇ. પરંતુ ડાયરેક્ટર ફિરોજ ખાને સીન હટાવવાનો ઈનકાર કર્યો. ફિરોજ જાણતા હતા કે દર્શક આ સીનથી પ્રભાવિ થશે અને આ સીન પરેફ્ક્ટ હતો. માધુરીનો ઈન્ડસ્ટ્રીમાં પ્રારંભિક વખત હતો તેથી તેણી વધુ બોલી શકી નથી.
માધુરી દીક્ષિતની ખૂબ ટીકા
જ્યારે આ ફિલ્મ રિલીઝ થઇ તો દર્શકોએ આ સીન માટે માધુરી દીક્ષિતની ખૂબ ટીકા કરી. ત્યારબાદ ખૂબ ઓછી વખત માધુરી દીક્ષિતે ઈન્ટીમેટ સીન આપ્યા હતાં અને આ પ્રકારના સીનથી કંટાળી ગઇ હતી. આ એ સીન હતો, જેમાં વિનોદ ખન્નાએ પોતાનું નિયંત્રણ ગુમાવ્યુ હતું અને તેમણે માધુરીના હોઠને કાપી લીધા હતાં.