દિગ્ગજ અભિનેત્રી માધુરી દીક્ષિતને આજે 12 માર્ચે સવારે મોટો આઘાત લાગ્યો છે. આજે સવારે તેમની માતા સ્નેહલતા દીક્ષિતનું 91 વર્ષની વયે નિધન થયું છે. આ સમાચારની માહિતી માધુરી દીક્ષિતના પારિવારિક સહયોગી રિક્કુ રાકેશ નાથે આપી છે. તેમજ માધુરી દીક્ષિતે પણ આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું છે કે, અમારી પ્યારી પ્યારી આઇ સ્નેહલતા દીક્ષિત આજે સવારે તેના પ્રિયજનો વચ્ચેથી ચાલી ગઇ.
આપેન જણાવી દઇએ કે સ્નેહલતા દીક્ષિતના આજે બપોરે 3 વાગ્યે ડો ઇ મૂસા રોડ, જીજામાાતા નગર, વર્લી મુંબઇ સ્થિત વૈકુંઠ ધામમાં અંતિમ સંસ્કાર થશે. ઉલ્લેખનીય છે કે, માધુરી દીક્ષિત તેની માતાના ખુબ જ નજીક હતી. તેથી માતાના અવસાનને કારણે તે ખુબ જ દુ:ખી છે.
ગયા વર્ષે જૂનમાં માધુરીએ તેની માતાનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેની માતાના જન્મદિવસની ઉજવણી કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેની માતા સાથેની યાદોને શૅર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, “હેપ્પી બર્થડે આઈ! કહેવાય છે કે માતા દીકરીની બેસ્ટ ફ્રેન્ડ હોય છે. તે ખરેખર સાચું છે. તમે મારા માટે જે કંઈ કર્યું છે, તમે મને જે પાઠ શીખવ્યો છે તે તમે મને આપેલી સૌથી મોટી ભેટ છે. હું તમારા માટે ફક્ત સારા સ્વાસ્થ્ય અને સુખની ઇચ્છા કરું છું.”