Madhuri Dixit Birthday : બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત આજે પણ લાખો દિલો પર રાજ કરે છે. 57ની ઉંમરે પણ માધુરી દીક્ષિત મહિલાઓ માટે પ્રેરણા બની રહી છે. જે ઉત્સાહ સાથે આજે પણ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે તે ખરેખર પ્રશંસનીય છે. 1967માં મુંબઈમાં જન્મેલી માધુરી દીક્ષિતે ઘણા વર્ષો સુધી બોલિવૂડ પર રાજ કર્યું છે. કહેવાય છે કે માધુરીની ફેન ફોલોઈંગ પાકિસ્તાનમાં પણ હતી. અન્ડર-વર્લ્ડ ડોન પણ તેના ચાહકો હતા. સ્ટારડમ ઉપરાંત માધુરી ઈન્ડસ્ટ્રીની સૌથી અમીર અને સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી પણ છે.

માધુરી દીક્ષિત ઉંમરના આ તબક્કે પણ એટલી ગ્લોઇંગ સ્કીન ધરાવે છે કે તમે તેની તસવીરો જોયને આશ્ચર્યચકિત થઇ જશો. બહુ ઓછા લોકો જાણે છે કે તે ટીવી પર એક એપિસોડને જજ કરવા માટે મોટી ફી લે છે. ચાલો જાણીએ માધુરી દીક્ષિતની નેટવર્થ કેટલી છે?
માધુરી દીક્ષિતે વર્ષ 1984માં ફિલ્મ અબોધથી બોલિવૂડમાં પર્દાપણ કર્યું હતું. અભિનય ઉપરાંત, અભિનેત્રીએ તેના ડાન્સ અને આકર્ષક અભિનયથી દરેકનું દિલ જીતી લીધું હતું. માધુરીના કરિયરમાં તેના હિટ ડાન્સ નંબર્સની યાદી ઘણી લાંબી છે. તેને તેઝાબ ફિલ્મથી જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. માધુરી થોડા જ સમયમાં બોલિવૂડની ટોચની અભિનેત્રી બની ગઈ. સૌથી વધુ કમાણી કરનાર સ્ટાર પણ. ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’માં તેણે સલમાન ખાન કરતા પણ વધુ ફી લીધી હતી.
માધુરી દીક્ષિત મુંબઈમાં એક આલીશાન ઘરની માલિક છે. અહેવાલો અનુસાર, દિવા લગભગ 250 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. માધુરી એક ફિલ્મ માટે 4-5 કરોડ રૂપિયા લે છે. અભિનેત્રી ટીવી પરના રિયાલિટી શોમાંથી પણ ઘણી કમાણી કરે છે. માધુરી એક એપિસોડ માટે 1 થી 2 કરોડ રૂપિયા લે છે.
જ્યારે બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતે ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યાં ત્યારે તેણે લાખો દિલો તોડીને ડૉક્ટરને પોતાનું દિલ સોંપ્યું હતું. પરંતુ માધુરી દીક્ષિતનું લગ્નજીવન એટલું સુખી નથી જેટલું લાગે છે. એકવાર માધુરી દીક્ષિતે પતિ શ્રીરામ નેનેની યુટ્યુબ ચેનલ પર તેના લગ્ન જીવન વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે એક ડોક્ટરની પત્ની હોવાને કારણે આ સમય તેના માટે ઘણો મુશ્કેલ રહ્યો છે. માધુરી દીક્ષિતે કહ્યું – તે ખૂબ મુશ્કેલ હતું કારણ કે સમય ન હતો, ક્યારેક સવારનું શેડ્યૂલ, ક્યારેક નાઇટ શેડ્યૂલ… અને ક્યારેક તે દિવસ દરમિયાન ફોન પર વ્યસ્ત રહેતા હતા.
માધુરી દીક્ષિતનું લગ્ન જીવન
માધુરી દીક્ષિતે પોતાનું દર્દ વ્યક્ત કરતાં આગળ કહ્યું – તે ખરેખર મુશ્કેલ હતું કારણ કે તે સમય હતો જ્યારે તમે ત્યાં નહોતા અને મારે હંમેશા બાળકો સાથે રહેવું પડતું હતું. તેમને શાળાએ મૂકવા જવા લેવા જવા આ બધુ મારે એકલા એજ સાચવવું પડતું હતું. સૌથી મોટો પ્રશ્ન સમયનો હતો. અમારા ઘરમાં જ્યારે પણ કોઈ ખાસ ઘટના બની ત્યારે તમે અમારી સાથે નહોતા. કારણ કે તે દરમિયાન તમે હોસ્પિટલમાં બીજા કોઈને મદદ કરતા હતા. જ્યારે પણ હું બીમાર હોઉ ત્યારે તમે કોઈ બીજાની સંભાળ રાખતા હતા. આ બધી બાબતો ખૂબ જ મુશ્કેલ હતી. પરંતુ આ બધી બાબતો હોવા છતાં, મને હંમેશા તમારા પર ગર્વ રહ્યો છે, જેમ તમે હંમેશા તમારા દર્દીઓ માટે ઉભા રહેતા હતા, તેમના જીવન માટે લડતા હતા, તે વસ્તુઓએ મારું દિલ જીતી લીધું હતું.
માધુરી દીક્ષિત એક્ટિંગ સિવાય ડાન્સ ક્વીન તરીકે પણ ફેમસ છે. તે ડાન્સ ક્લાસ પણ ચલાવે છે. તેમનું એક પ્રોડક્શન હાઉસ પણ છે. માધુરીની પ્રોપર્ટીની વાત કરીએ તો તેની પાસે લોખંડવાલામાં આલીશાન ઘર છે. આમાં તે તેના પતિ શ્રીરામ નેને અને બાળકો સાથે રહે છે. અભિનેત્રીને લક્ઝરી કારનો શોખ છે, તેની પાસે ઓડી, રોલ્સ રોયસ જેવી મોંઘી કાર છે.





