/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/madhuri-dixit-toronto-show-controversy.jpg)
madhuri dixit toronto show controversy | માધુરી દીક્ષિત ટોરોન્ટો શોમાં મોડા પહોંચતા હોબાળો, આયોજકોએ શું કહ્યું?
બોલીવુડની જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિત (Madhuri Dixit) તાજેતરમાં જ તેના યુએસએ-કેનેડા પ્રવાસ "દિલ સે… માધુરી" ના ભાગ રૂપે ટોરોન્ટોની મુલાકાતે ગઈ હતી. જોકે આ કાર્યક્રમ આયોજન મુજબ ન ચાલ્યો અને તેના પર ઓનલાઈન વ્યાપક પ્રતિક્રિયાઓ ફેલાઈ રહી છે. ઘણા ઉપસ્થિતોએ આ કાર્યક્રમને "અસંગઠિત" ગણાવ્યો હતો.
અભિનેત્રી માધુરી દીક્ષિત પર લગભગ ત્રણ કલાક મોડા પહોંચીને તેના ચાહકોના સમયનો "અનાદર" કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે, કાર્યક્રમના આયોજકો, ટ્રુ સાઉન્ડ લાઈવ લિમિટેડે, ટીકાને સંબોધિત કરી છે.
માધુરી દીક્ષિત ટોરોન્ટો શોમાં મોડા પહોંચતા હોબાળો
કાર્યક્રમના આયોજકો, ટ્રુ સાઉન્ડ લાઈવ લિમિટેડે, ટીકાને સંબોધિત કરીને અભિનેત્રીની પર્સનલ મેનેજમેન્ટ ટીમ પર દોષનો ટોપલો ઢોળતા એક સત્તાવાર નિવેદન જારી કર્યું છે.
બુધવારે જારી કરાયેલા એક નિવેદનમાં, કંપનીએ સ્પષ્ટતા કરી: "ટ્રુ સાઉન્ડ લાઈવ લિમિટેડ ખાતે અમે તાજેતરમાં ટોરોન્ટોમાં યોજાયેલા માધુરી દીક્ષિત - ધ ગોલ્ડન ગર્લ ઓફ બોલીવુડ શો અંગેના તથ્યો સ્પષ્ટ કરવા માંગીએ છીએ, જે સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરતી ટિપ્પણીઓને કારણે બન્યો હતો. કાર્યક્રમ સમયસર શરૂ થયો હતો જેમાં ઈન્ડિયન આઈડલના ગાયકોએ ખૂબ જ એર્નજીથી ભરપૂર ઓપનિંગ એક્ટ રજૂ કર્યો હતો, જે શિડ્યુઅલ મુજબ જ હતો."
આયોજકોએ વધુમાં સમજાવ્યું કે ઇવેન્ટ ફોર્મેટ, જે માધુરી દીક્ષિતના મેનેજમેન્ટ સાથે અગાઉથી શેર કરવામાં આવ્યું હતું, તેમાં રાત્રે 8:30 વાગ્યે પ્રશ્ન અને જવાબ સત્રનો સમાવેશ થતો હતો અને ત્યારબાદ અભિનેત્રીનું 60 મિનિટનું પ્રદર્શન હતું. જો કે, પ્રોડક્શન ટીમ તૈયાર હોવા છતાં અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાતચીતમાં હોવા છતાં, અભિનેત્રીની ટીમે કથિત રીતે તેને કોલ ટાઈમ વિશે ખોટી માહિતી આપી હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'માધુરી દીક્ષિતની પોતાની મેનેજમેન્ટ ટીમે તેમને કોલ સમય વિશે ખોટી માહિતી આપી હતી, જેના પરિણામે તેઓ રાત્રે 10 વાગ્યાની આસપાસ મોડા પહોંચ્યા. આ વિલંબ સંપૂર્ણપણે ટ્રુ સાઉન્ડ લાઈવ લિમિટેડના નિયંત્રણની બહાર હતો.'
આ શો એક પર્ફોર્મન્સ કરતાં "ચીટ-ચેટ સેશન" વધુ હતો તેવી ટીકાનો જવાબ આપતા, આયોજકોએ ઉપસ્થિતોને ઓનલાઈન ઉપલબ્ધ ફૂટેજની રીવ્યુ કરવા વિનંતી કરી, જે તેનો દાવો છે કે માધુરીના સ્ટેજ પર્ફોર્મન્સને સ્પષ્ટપણે દર્શાવે છે.
તેમણે ઉમેર્યું કે 'અમારી કંપનીએ સ્ટેજિંગ, લાઇટિંગ અને સાઉન્ડથી લઈને પ્રેક્ષકોના મેનેજમેન્ટ સુધીની દરેક કરાર અને લોજિસ્ટિકલ જવાબદારી પૂર્ણ કરી અને આયોજન મુજબ કાર્યક્રમનું સીડ્યુઅલ જાળવી રાખવાનો છે.'
આયોજકોએ બેકસ્ટેજ મૂંઝવણમાં ફાળો આપવા બદલ ચોક્કસ વ્યક્તિઓને પણ બોલાવ્યા, જેમાં સેલિબ્રિટી મેનેજર શ્રેયા ગુપ્તાનું નામ પણ સામેલ હતું. નિવેદનમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે "શ્રેયા ગુપ્તા સહિત કેટલાક બેકસ્ટેજ વ્યક્તિઓ કલાકારના ટાઈમ કોર્ડીનેશનને ટેકો આપવાને બદલે વ્યક્તિગત વિડિઓ રેકોર્ડિંગમાં વ્યસ્ત હતા, જેનાથી હોબાળો વધુ થયો.'
શોમાં શું ખોટું થયું?
2 નવેમ્બરના રોજ ટોરોન્ટોના ગ્રેટ કેનેડિયન કેસિનો રિસોર્ટમાં ચાહકોએ "દિલ સે… માધુરી" કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ વિવાદ શરૂ થયો હતો. ઘણા લોકોએ ફરિયાદ કરી હતી કે શો વચન કરતાં કલાકો મોડો શરૂ થયો, કેટલાક લોકોએ તેને "સમય અને પૈસાનો સંપૂર્ણ બગાડ" ગણાવ્યો હતો.
આયોજકોએ હવે જાહેરમાં માધુરી દીક્ષિતની મેનેજમેન્ટ ટીમને આ દુર્ઘટના માટે દોષી ઠેરવી છે, પરંતુ અભિનેત્રી અને તેના પ્રતિનિધિઓએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. ટોરોન્ટો પ્રવાસ પછી, માધુરી તેના ચાલુ પ્રવાસના ભાગ રૂપે ન્યુ જર્સી, બોસ્ટન, શિકાગો, હ્યુસ્ટન અને ન્યુ યોર્કમાં પરફોર્મ કરવાની છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us