/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-10-06T100835.592.jpg)
Mahadev Betting App Case : મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં કપિલ શર્મા, શ્રદ્ધા કપૂર, હુમા કુરેશી સહિત હિના ખાનને EDનું સમન્સ, અધિકારીઓએ કર્યો ખુલાસો
Mahadev Betting App Case : મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ઈડી સમક્ષ હવે વધુ કેટલાક હિરો-હિરોઈનના નામ સામે આવ્યા છે. ઈડીએ રણબીર કપૂરને સમન્સ ઈસ્યુ કરીને પુછપરછ માટે બોલાવ્યો હતા . તેવામાં ગઇકાલે ઈડીએ કેટલાક વધુ સ્ટાર્સને પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જો સૂત્રોનું માનીએ તો કોમેડિયન કપિલ શર્મા ઉપરાંત અભિનેત્રી શ્રદ્ધા કપૂર હિના ખાન, હુમા કુરેશીને ઈડીએ જરૂરી પુછપરછ માટે સમન્સ પાઠવીને બોલાવ્યા હતા. હવે આ મામલે અધિકારીઓએ ખુલાસો કર્યો છે.
EDના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, 'એજન્સી આ અભિનેતાઓને મહાદેવ ઓનલાઇન એપના પ્રચાર માટે ચૂકવવામાં આવતા વળતર વિશે પૂછપરછ કરવા માગતી હતી. જેને પગલે તેઓને બોલાવવામાં આવ્યા હતા.'
ED અનુસાર, મહાદેવ ઓનલાઈન બુક વિવિધ લાઈવ ગેમ્સ જેમ કે પોકર અને અન્ય કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ, ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને અન્યમાં ગેરકાયદેસર સટ્ટાબાજી માટે ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે, ભારતમાં વિવિધ ચૂંટણીઓ પર પણ આ પ્રકારની સુવિધા પૂરી પાડે છે.
આ સાથે આ એપ “તીન પત્તી”, પોકર, “ડ્રેગન ટાઈગર”, વર્ચ્યુઅલ ક્રિકેટ ગેમ જેવી ઘણી કાર્ડ ગેમ્સ રમવાની સુવિધા પણ પૂરી પાડે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, 'એજન્સીને એવી ઘણી હસ્તીઓ વિશે જાણવા મળ્યું છે કે જેઓ આ સટ્ટાબાજીની સંસ્થાઓને સમર્થન આપી રહ્યા છે અને શંકાસ્પદ વ્યવહારો દ્વારા મોટી ફીના બદલામાં તેના કામને અંજામ આપે છે.
ઉલ્લેખનીય છે કે, એજન્સીએ ઓગસ્ટમાં આ કેસમાં બિઝનેસમેન સુનીલ અને અનિલ દમ્માણી, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) ચંદ્ર ભૂષણ વર્મા અને સતીશ ચંદ્રાકરની ધરપકડ કરી હતી. જ્યારે બે મુખ્ય પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ, ભિલાઈ, છત્તીસગઢના રહેવાસીઓ, મની લોન્ડરિંગ તપાસ મામલે વોન્ટેડ છે.
અત્યાર સુધીમાં, EDએ રાયપુર, ભોપાલ, મુંબઈ અને કોલકાતામાં 39 સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે અને 417 કરોડ રૂપિયાની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મ સ્ટાર રણબીર કપૂરને 6 ઓક્ટોબરે હાજર થવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે સમન્સ ઈસ્યુ કર્યું હતું. જેથી તેની મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ થઈ શકે. તેને EDની રાયપુર શાખામાં હાજર થવું પડશે. જો કે, સૂત્રના જણાવ્યા અનુસાર, રણબીર કપુરે ED સમક્ષ હાજર થવામાં સમય માંગ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us