/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Maharaj-.jpg)
આમિર ખાનના પુત્ર જુનૈદ ખાન ફિલ્મ મહારાજ પર જીજુ નુપુર શિખરે આવા રીવ્યુ આપ્યા
Maharaj : આમિર ખાન (Aamir Khan) ના મોટા પુત્ર જુનૈદ ખાને (Junaid Khan) તાજેતરમાં OTT મૂવી મહારાજ (Maharaj) માં ડેબ્યુ કર્યું હતું. 1862ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત આ ફિલ્મને સિનેમા રસિકો તરફથી ઘણો પ્રેમ અને પ્રશંસા મળી રહી છે. આમિર ખાનનો જમાઈ નુપુર શિખરે પણ એવા ઘણા લોકોમાં સામેલ છે જેમણે ભારતના પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મુલજી તરીકેનો જુનૈદ ખાનનો અભિનય પસંદ કર્યો હતો. અહીં જાણો તેણે શું કહ્યું?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Maharaj-film-on-netflix.jpg)
નુપુર શિખરે જુનૈદ ખાનની ફિલ્મ મહારાજના વખાણ કર્યા
સિદ્ધાર્થ પી મલ્હોત્રા દ્વારા ડાયરેક્ટ કરેલ જુનૈદ ખાનની પ્રથમ ફિલ્મ મહારાજ એ પત્રકારની સ્ટોરી છે અને "ઇતિહાસનો એક અધ્યાય" છે. ઘણા અવરોધોનો સામનો કરવા છતાં, ફિલ્મ આખરે 21જૂનના રોજ Netflix પર રિલીઝ કરવામાં આવી હતી.
સિનેમાલવર ફિલ્મ ની રાહ જોઈ રહ્યા હતા અને જયદીપ અહલાવત સહિત કલાકારોના વખાણ કર્યા હતા. જ્યારે પાપારાઝીઓએ આમિર ખાનની પુત્રી ઇરા ખાનના પતિ નુપુર શિખરેને જોયો , ત્યારે તેઓએ તેને જુનૈદની ડેબ્યુ ફિલ્મ વિશે પ્રશ્ન કર્યો હતો.
મહારાજ ટ્રેલર
જ્યારે પાપારાઝી દ્વારા પૂછવામાં આવ્યું કે મહારાજ ફિલ્મ કેવી લાગી, તો નુપુરે સ્મિત સાથે જવાબ આપ્યો 'મને તે ગમ્યું' તેને એમ પણ પૂછ્યું કે તેની પત્ની, આમિર ખાનની પુત્રી ઇરા ખાન કેવી છે, અને આના પર તેણે જવાબ આપ્યો, “મસ્ત”.
આ પણ વાંચો: Anant Radhika Haldi Ceremony: અનંત રાધિકા હલ્દી સેરેમની બોલિવુડ સ્ટાર્સનો જમાવડો, જુઓ Photos
મહારાજ ફિલ્મ વિશે :
આમિર ખાનનો પુત્ર જુનૈદ ખાન એક બોલ્ડ પત્રકારનું પાત્ર ભજવે છે. અને હવેલીના મહારાજ અનૈતિક વર્તન પર સવાલો ઉઠાવે છે. આ ફિલ્મ 21 જૂને નેટફ્લિક્સ પર રિલીઝ થઇ હતી. મલ્હોત્રા પી. સિદ્ધાર્થ દ્વારા નિર્દેશિત ફિલ્મ સ્ટાર કાસ્ટમાં શર્વરી, જયદીપ અહલાવત, જુનૈદ ખાન મુખ્ય ભૂમિકામાં છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us