મહાશિવરાત્રી 2024 : બોલિવૂડના આ સ્ટાર્સ છે ભોલેનાથના મોટા ભક્ત, એક તો મહાદેવ માટે વ્રત પણ રાખે છે

Mahashivratri 2024 : મહાશિવરાત્રીના તહેવારને હવે બે જ દિવસ બાકી છે, ત્યારે દર વર્ષે ભોલેનાથના ભક્તો મહાશિવરાત્રીની આતુરતાપૂર્વક રાહ જુએ છે. ફિલ્મી દુનિયાની વાત આવે ત્યારે લોકોને ગ્લેમર જ યાદ આવે છે. પરંતુ ઘણા એવા સ્ટાર્સ છે જેઓ મહાદેવના મોટા ભક્ત છે.

Written by mansi bhuva
March 06, 2024 09:56 IST
મહાશિવરાત્રી 2024 : બોલિવૂડના આ સ્ટાર્સ છે ભોલેનાથના મોટા ભક્ત, એક તો મહાદેવ માટે વ્રત પણ રાખે છે
મહાશિવરાત્રી 2024: બોલિવૂડના આ સ્ટાર્સ છે ભોલેનાથના મોટા ભક્ત (ફોટો ક્રેડિટ ઇન્ડિયન એક્સપ્રેસ)

Mahashivratri 2024 : ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિ (Mahashivratri 2024) ઉજવવામાં આવે છે. આ વર્ષે 8 માર્ચે મહાશિવરાત્રી 2024 છે. શિવરાત્રીનો તહેવાર શિવભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. દર વર્ષે ભોલેનાથના ભક્તો મહાશિવરાત્રીની આતુરતાપૂર્વક રાહ જુએ છે. મહાશિવરાત્રીને શિવ ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ શિવ અને શક્તિના મિલનનો દિવસ છે. ફિલ્મી દુનિયાની વાત આવે ત્યારે લોકોને ગ્લેમર જ યાદ આવે છે. સિતારાઓ તેમના ગ્લેમર અને વૈભવી જીવનશૈલી માટે ફેમસ છે. પરંતુ ઘણા એવા સ્ટાર્સ છે જે આધ્યાત્મિકતા સાથે પણ જોડાયેલા છે. બોલિવૂડના ઘણા સ્ટાર્સ ભોલેનાથના પરમ ભક્ત છે. કેટલાક મહાદેવ માટે ઉપવાસ રાખે છે તો કેટલાકે પોતાના શરીર પર મહાદેવનો ફોટો પણ ચિત્ર્યો છે. આવો તમને જણાવીએ તે સ્ટાર્સ વિશે…

બોલિવૂડ એક્ટર અજય દેવગન ભગવાન શિવના પરમ ભક્ત છે. અભિનેતાની છાતી પર ભોલેનાથના ટેટૂ પરથી આનો અંદાજ લગાવી શકાય છે. તે ભગવાનની પૂજા પણ કરે છે. અને ભોલેનાથની તસવીરો પણ શેર કરતો રહે છે.

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન હિંદુ અને મુસ્લિમ બંને ધર્મોનું સન્માન કરે છે. તે ભગવાન શિવના મહાન ભક્ત છે. તે દર વર્ષે કેદારનાથની મુલાકાત લે છે. ગયા વર્ષે તે બાબા બર્ફાનીના દર્શન કરવા અમરનાથ ગઈ હતી.

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફના હૃદયમાં ભગવાન શિવનો વાસ છે. ટાઈગરે પોતે એક ઈન્ટરવ્યુમાં કબૂલ્યું હતું કે તે ભગવાન શિવનો પરમ ભક્ત છે અને બાળપણથી જ તેમનામાં શ્રદ્ધા ધરાવે છે. આટલું જ નહીં ક્યારેક તે દર સોમવારે ઉપવાસ પણ રાખતો હતો. તે મહાશિવરાત્રીના ઉપવાસ પણ કરે છે.

કુણાલ ખેમુ મહાદેવ પ્રત્યે કેટલી આસ્થા ધરાવે છે તે તેની પીઠ પરના ત્રિશૂળ પરથી સ્પષ્ટ થાય છે. તે દર વર્ષે મહાશિવરાત્રિ પર ઘરે પૂજાનું પણ આયોજન કરે છે.

બોલિવૂડની ક્વીન કંગના રનૌત ઘણીવાર મહાદેવની ભક્તિમાં મગ્ન જોવા મળે છે. ઘરે પૂજા કરવાની સાથે તે મંદિરો વગેરેમાં પણ જતી રહે છે. તે ભગવાન શિવના દર્શન કરવા ઉજ્જૈનના આદિયોગી મંદિર અથવા મહાકાલેશ્વર મંદિરમાં જતી રહે છે. તે મહાશિવરાત્રીનો તહેવાર પણ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.

https://www.instagram.com/p/C0PFP0CNEhk/?img_index=1

ટીવીથી લઈને બોલિવૂડ અને ઓટીટી સુધી પોતાનો અભિનય કૌશલ્ય બતાવનારી ગ્લેમરસ અભિનેત્રી મૌની રોય રિયલ લાઈફમાં પૂજા પાઠમાં અતૂટ વિશ્વાસ ધરાવનારાઓમ પૈકી એક છે. તે ભગવાન શિવના મહાન ભક્ત છે. મૌની રોય અવારનવાર આદિયોગી મંદિરના દર્શન કરતી નજર આવે છે.

આ પણ વાંચો : Aaradhya Bachchan Plastic Surgery : આરાધ્યા બચ્ચને પ્લાષ્ટીક સર્જરી કરાવી છે? જાણો

સિનેજગતના ખલનાયક વાસ્તવિક જીવનમાં ખૂબ જ આધ્યાત્મિક હોય છે. તેમના અનુયાયીઓ સારી રીતે જાણતા હશે કે સંજય દત્ત મહાદેવના કેટલા મોટા ભક્ત છે. અભિનેતાએ પોતાના હાથ પર ભોલેનાથનું ટેટૂ પણ કરાવ્યું છે, જેની નીચે ઓમ નમઃ શિવાય લખેલું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ