Mahashivratri 2024 | મહાશિવરાત્રી : આ પાવન અવસર પર સાંભળો બોલિવૂડના ફેમસ લોર્ડ શિવના ગીત

Mahashivratri 2024 : આજે 8 માર્ચે દેશભરમાં મહાશિવરાત્રીના પર્વની હર્ષોઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. ત્ચારે બોલિવૂડમાં ભગવાન શિવ પર ઘણા ગીતો બનાવવામાં આવ્યા છે, જે ચોક્કસપણે શિવરાત્રીના દિવસે વગાડવામાં આવે છે.

Mahashivratri 2024 : આજે 8 માર્ચે દેશભરમાં મહાશિવરાત્રીના પર્વની હર્ષોઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. ત્ચારે બોલિવૂડમાં ભગવાન શિવ પર ઘણા ગીતો બનાવવામાં આવ્યા છે, જે ચોક્કસપણે શિવરાત્રીના દિવસે વગાડવામાં આવે છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
MahaShivratri 2024 | Lord Shiva | Lord Shiva Bollywood Songs | Jai Jai Shiv Sankar | Namo Namo Shankara

Mahashivratri 2024 : આ પાવન અવસર સાંભળો બોલિવૂડના ફેમસ સુપરહિટ ગીત (ફોટો ક્રેડિટ ઇન્ડિયન એક્સપ્રેસ)

Mahashivratri 2024 Bollywood Songs : આજે 8 માર્ચે દેશભરમાં મહાશિવરાત્રીના પર્વની હર્ષોઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. આ દિવસે તમામ શિવ ભક્તો શિવલિંગ પર જળ અને દૂધ ચઢાવીને ભોલેનાથની પૂજા-અર્ચના કરે છે. બી-ટાઉનના સ્ટાર્સ પણ આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે.

Advertisment

બોલિવૂડમાં ભગવાન શિવ પર ઘણા ગીતો બનાવવામાં આવ્યા છે, જે ચોક્કસપણે શિવરાત્રીના દિવસે વગાડવામાં આવે છે. આ ગીતો સાંભળવાથી મનમાં ભક્તિની ભાવના જાગે છે. તમે પણ આ બોલિવૂડ ગીતો સાંભળીને શિવની ભક્તિમાં લીન થઈ શકો છો. તો ચાલો જાણીએ આ ગીતો વિશે…

જય જય શિવશંકર ગીત (Jai Jai ShivShankar lyrics)

આજે લોકો રાજેશ ખન્ના અને મુમતાઝ પર ફિલ્માવાયેલા આ ગીતને ખૂબ રસથી સાંભળે છે. આ આઇકોનિક ગીત તમને સીધા શિવ સાથે જોડશે.

બોલો હર હર હર ગીત (Bolo Har Har Har lyrics)

2016માં રિલીઝ થયેલી અજય દેવગણની ફિલ્મ 'શિવાય'એ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મનું એક ગીત 'બોલો હર હર હર' લોકોને ઘણું પસંદ આવ્યું હતું. તમે તેને શિવરાત્રી પર સાંભળી શકો છો.

Advertisment

નમો નમો શંકરા (Namo Namo Shankara lyrics)

સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ 'કેદારનાથ'નું ગીત 'નમો નમો શંકરા' અદ્ભુત છે. આ ગીતના શબ્દો ખૂબ જ સુંદર છે. શિવભક્તોને આ ગીત ખૂબ જ ગમશે.

શિવજી ચલે પાલખી સજા કે ગીત (shivji chale palki sajaike lyrics)

દેવ આનંદ દ્વારા ફિલ્માવાયેલું આ ગીત પણ ખૂબ જ સુંદર છે, જેમાં શિવના લગ્નની સરઘસ બતાવવામાં આવી છે.

બમ લહરી ગીત (Bam Lahiri Lyrics)

તમે મહાશિવરાત્રી પર કૈલાશ ખેરનું ગીત 'બમ બમ બમ લહરી' પણ સાંભળી શકો છો. ગીતનું સંગીત લાજવાબ છે, જે તમને શિવની ભક્તિમાં લીન કરી દેશે.

આદિયોગી ગીત (AdiYogi Lyrics)

કૈલાશ ખેરનું બીજું ગીત 'આદિયોગી' પણ ખૂબ જ પોપ્યુલર છે. શિવભક્તોને આ ગીત ખૂબ જ ગમશે.

આ પણ વાંચો : મહાશિવરાત્રી 2024 : આ એક્ટર્સ ભગવાન શિવનું પાત્ર નિભાવી ફેમસ થયાં, આ એક્ટરને તો લોકો ભોલેનાથ માનવા લાગ્યા હતા

હર હર મહાદેવ ગીત (Har Har Mahadev Lyrics)

'OMG 2'નું હર હર મહાદેવ ગીત લોકોને ખૂબ પસંદ આવ્યું. આ ગીતમાં અક્ષય કુમાર શિવ તરીકે તાંડવ કરતો જોવા મળ્યો હતો.

મહાશિવરાત્રી ગુજરાતી ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ