Mahavatar Narsimha Box Office Collection Day 18 | ઘણી ફિલ્મો એવી હોય છે જે શરૂઆતમાં લોકોનું ધ્યાન ખેંચતી નથી, પરંતુ પછીથી લોકો તે મુવી જોવાનું પસંદ કરવા લાગે છે. મહાવતાર નરસિંહ (Mahavatar Narsimha) એનિમેટેડ મુવી સાથે પણ કંઈક આવું જ બન્યું છે. 25 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ હજુ પણ ઘણી કમાણી કરી રહી છે. અહીં જાણો સોમવારે મહાવતાર નરસિંહએ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે? જાણો
મહાવતાર નરસિંહ બોક્સ ઓફિસ કલેકશન ડે 18 (Mahavatar Narsimha Box Office Collection Day 18)
ફિલ્મ મહાવતાર નરસિંહ જે શરૂઆતના દિવસે 1.75 કરોડ રૂપિયાની કમાણી સાથે ખુલી હતી, તેની શરૂઆત ધીમી રહી છે. ત્યારબાદ દર્શકો આ ફિલ્મ તરફ આકર્ષાયા હતા. પહેલા અઠવાડિયામાં ફિલ્મે 44.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બીજા અઠવાડિયામાં ફિલ્મે 73.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
હવે ફિલ્મ ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગઈ છે. શનિવારે ફિલ્મે 20.5 કરોડ રૂપિયાની જબરદસ્ત કમાણી કરી હતી. ત્યારબાદ રવિવારે ફિલ્મે 23.5 કરોડ રૂપિયાનું જબરદસ્ત કલેક્શન કર્યું હતું. સોમવારે ફિલ્મે 3.11 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એવું કહી શકાય કે તાજેતરમાં રિલીઝ થયેલી ઘણી ફિલ્મો સૈયારાના તોફાન સામે ટકી શકી નહીં, પરંતુ આ ફિલ્મ ‘સૈયારા’ સામે ટકી રહી છે.
મહાવતાર નરસિંહ ટોટલ બોક્સ ઓફિસ કલેકશન કેટલું થયું?
‘મહાવતાર નરસિંહ’ ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 172.76 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો આ ફિલ્મ આ જ દરે કમાણી કરતી રહી તો તે ટૂંક સમયમાં 200 કરોડ રૂપિયાના ક્લબમાં જોડાઈ જશે. આ ફિલ્મનું બજેટ 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ એક એનિમેટેડ ફિલ્મ છે.
મહાવતાર નરસિંહ સ્ટોરી (Mahavatar Narsimha Story)
પૌરાણિક ફિલ્મ ‘મહાવતાર નરસિંહ’નું દિગ્દર્શન અશ્વિન કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી ભગવાન વિષ્ણુના ચોથા અવતાર, નરસિંહ પર આધારિત છે. ફિલ્મમાં ભગવાન નરસિંહની લીલા બતાવવામાં આવી છે. તેઓ ભક્ત પ્રહલાદનું રક્ષણ કરવા માટે અવતાર લે છે.





