રવિવારે બોક્સ ઓફિસ પર મહાવતાર નરસિમ્હા, કિંગડમ, સન ઓફ સરદાર 2 કે ધડક 2, કઈ મુવી છવાઈ ગઈ?

બોક્સ ઓફિસ કલેક્શન દિવસ રવિવાર 3 ઓગસ્ટ 2025 | અહીં જાણો રવિવારે 'મહાવતાર નરસિંહા' અને કિંગડમ, ધડક 2 અને સન ઓફ સરદાર 2 નું કલેક્શન કેટલું હતું?

Written by shivani chauhan
August 04, 2025 07:38 IST
રવિવારે બોક્સ ઓફિસ પર મહાવતાર નરસિમ્હા, કિંગડમ, સન ઓફ સરદાર 2 કે ધડક 2, કઈ મુવી છવાઈ ગઈ?
Mahavatar Narsimha kingdom Son of Sardaar 2 dhadak 2 Box Office Collection Day sunday 3 august 2025

Box Office Collection Day Sunday 3 August 2025 | રવિવારે ભારતીય સિનેમાઘરોમાં સૈયારા (Saiyaara), ‘સન ઓફ સરદાર 2 (Son Of Sardaar 2) અને ધડક 2 (dhadak 2) જેવી બોલીવુડ ધમાકેદાર ફિલ્મો રિલીઝ થઈ છે. વિજય દેવેરાકોંડાની તેલુગુ ફિલ્મ કિંગડમ (Kingdom) પણ રિલીઝ થઈ રહી છે. તેમ છતાં એનિમેટેડ પૌરાણિક ફિલ્મ મહાવતાર નરસિંહા (Mahavatar Narasimha) કલેક્શનની દ્રષ્ટિએ જીતી ગઈ છે.

અહીં જાણો રવિવારે ‘મહાવતાર નરસિંહા’ અને કિંગડમ, ધડક 2 અને સન ઓફ સરદાર 2 નું કલેક્શન કેટલું હતું?

મહાવતાર નરસિંહ બોક્સ ઓફિસ કલેક્શન ડે 10 (Mahavatar Narsimha Box Office Collection Day 10)

અત્યાર સુધી મળેલા શરૂઆતના આંકડા મુજબ, ‘મહાવતાર નરસિંહ’ ફિલ્મે 10મા દિવસે 23.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મની કુલ કમાણી પણ 91.35 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. માત્ર 4 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મ માત્ર 2 દિવસમાં પોતાનું બજેટ રિકવર કરવામાં સફળ રહી છે. ટૂંક સમયમાં આ ફિલ્મ 100 કરોડ ક્લબનો ભાગ બનશે.

મહાવતાર નરસિંહ સ્ટોરી

જો ફિલ્મ ‘મહાવતાર નરસિંહ’ ની સ્ટોરી વિશે વાત કરીએ તો તે ભગવાન વિષ્ણુના ચોથા અવતાર નરસિંહ અથવા નરસિંહની સ્ટોરી દર્શાવે છે. ભગવાન વિષ્ણુ તેમના ભક્ત બાળક પ્રહલાદને બચાવવા માટે અવતાર લે છે, આ લીલા ફિલ્મમાં બતાવવામાં આવી છે. તે હિરણ્યકશ્યપ નામના રાક્ષસનો વધ કરે છે અને પૃથ્વીને તેના પાપોથી મુક્ત કરે છે.

સન ઓફ સરદાર 2 બોક્સ ઓફિસ કલેકશન ડે 3 (Son of Sardaar 2 Box Office Collection Day 3)

સન ઓફ સરદાર 2 એ બોક્સ ઓફિસ પર તેના પહેલા 2 દિવસમાં સારું પ્રદર્શન કર્યું અને ભારતમાં અંદાજે ₹ 15.50 કરોડની કમાણી કરી છે. ‘સન ઓફ સરદાર 2’ એ તેના ત્રીજા દિવસે ભારતમાં લગભગ 9.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ધડક 2 બોક્સ ઓફિસ કલેક્શન ડે 3 (Dhadak 2 Box Office Collection Day 3)

ધડક 2 એ બોક્સ ઓફિસ પર તેના પહેલા 2 દિવસમાં સારું પ્રદર્શન કર્યું અને ભારતમાં અંદાજે ₹ 7.25 કરોડની કમાણી કરી છે. ધડક 2 એ તેના ત્રીજા દિવસે ભારતમાં લગભગ 4.25 કરોડની કમાણી કરી છે.

કિંગડમ બોક્સ ઓફિસ કલેકશન ડે 4 (Kingdom Box Office Collection Day 4)

આજે વિજય દેવરકોંડાની ફિલ્મ ‘કિંગડમ’નો સિનેમાઘરોમાં ચોથો દિવસ છે. આ એક્શન ડ્રામા ફિલ્મે ચોથા દિવસે એટલે કે રવિવારે 7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. શનિવારે આ ફિલ્મે 8 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આવી સ્થિતિમાં તેની કમાણીમાં ઘટાડો નોંધાયો છે. ફિલ્મ ‘કિંગડમ’નું કુલ કલેક્શન પણ અત્યાર સુધીમાં 40.50 કરોડ રૂપિયા થઈ ગયું છે.

saiyaara box office collection : ‘સૈયારા’ એ 16મા દિવસે છલાંગ લગાવી, કમાણી 50% વધી, જાણો કલેક્શન

કિંગડમ સ્ટોરી (Kingdom Story)

વિજય દેવેરાકોંડાની તેલુગુ ફિલ્મ ‘કિંગડમ’નું નિર્દેશન ગૌતમ તિન્નાનુરી દ્વારા કરવામાં આવ્યું છે. આમાં વિજયે એક પોલીસ કર્મચારીની ભૂમિકા ભજવી છે જે વિવિધ મિશન પૂર્ણ કરે છે. હવે તે એક એવા મિશનનો ભાગ છે જેમાં તેનો સામનો તેના પોતાના ભાઈ સાથે થવાનો છે. વિજય દેવેરાકોંડા ઉપરાંત, ફિલ્મમાં સત્યદેવ અને ભાગ્યશ્રી બોરસે મુખ્ય ભૂમિકામાં છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ