Mahavatar Narsimha | મહાવતાર નરસિંહ (Mahavatar Narsimha) મુવીને સૈયારા (Saiyaara) ના ચાહકોમાં પણ વિશાળ દર્શકો મળ્યા છે. તે અજય દેવગનની સન ઓફ સરદાર 2 અને ધડક 2 સાથે તાલ મિલાવીને ચાલી છે. એટલું જ નહીં, કુલી (Coolie) અને વોર 2 (War2) જેવી મોટી ફિલ્મોના આગમન વચ્ચે પણ તે દર્શકોને સિનેમા હોલ તરફ ખેંચતી રહી છે. હા! એનિમેટેડ મુવી મહાવતાર નરસિંહા બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે.
મહાવતાર નરસિંહા ઇતિહાસ રચવા જઈ રહી છે. આ મુવી હવે 300 કરોડની કમાણી સુધી પહોંચવા આવી છે. માત્ર 26 દિવસમાં વિશ્વભરમાંથી તેનું કલેક્શન લગભગ આટલા કરોડ રહ્યું છે.
મહાવતાર નરસિંહ 300 કરોડનો આંકડો હાંસલ કરશે?
હવે મહાવતાર નરસિંહ આ મોટા માઈલસ્ટોન સુધી પહોંચનારી પહેલી ભારતીય એનિમેટેડ ફિલ્મ બનવા જઈ રહી છે. ઘણી ભાષાઓમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મહાવતાર નરસિંહ’એ તેની પૌરાણિક ભવ્યતા, શાનદાર એનિમેશન અને ઉત્તમ સ્ટોરીથી તમામ ઉંમરના દર્શકોને આકર્ષ્યા છે. આ ફિલ્મ ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની સ્ટોરી દર્શાવે છે, જેમાં જૂની સ્ટોરીને નવા એનિમેશન સાથે રજૂ કરવામાં આવી છે.
KGF અને Kantara જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવવા માટે જાણીતી હોમ્બલે ફિલ્મ્સે ફરી એકવાર પોતાની સર્જનાત્મકતા દર્શાવી છે. ‘મહાવતાર નરસિંહ’ સાથે, સ્ટુડિયોએ ભારતીય એનિમેશન માટે માત્ર એક નવો ધોરણ જ સ્થાપિત કર્યો નથી, પરંતુ મુખ્ય પ્રવાહના સિનેમામાં પૌરાણિક સ્ટોરીને સફળ બનાવવાનો એક નવો માર્ગ પણ બતાવ્યો છે.
હોમ્બલે ફિલ્મ્સ અને ક્લેમ પ્રોડક્શન્સે આ ભવ્ય એનિમેટેડ ફ્રેન્ચાઇઝની સત્તાવાર લાઇનઅપ રજૂ કરી છે, જે આગામી દાયકામાં ભગવાન વિષ્ણુના દસ દિવ્ય અવતારોની સ્ટોરી કહેશે. આ બ્રહ્માંડની શરૂઆત મહાવતાર નરસિંહ (2025) થી થઈ હતી, ત્યારબાદ મહાવતાર પરશુરામ (2027), મહાવતાર રઘુનંદન (2029), મહાવતાર દ્વારકાધીશ (2031), મહાવતાર ગોકુલાનંદ (2033), મહાવતાર કલ્કી ભાગ 1 (2035) અને મહાવતાર કલ્કી ભાગ 2 (2037) આવે છે. આ બ્રહ્માંડ ભારતીય પૌરાણિક કથાઓને નવી ટેકનોલોજી અને ભવ્યતા સાથે દર્શકો સમક્ષ રજૂ કરશે.
મહાવતાર નરસિંહાનું દિગ્દર્શન અશ્વિન કુમાર દ્વારા કરવામાં આવ્યું છે, અને ક્લેમ પ્રોડક્શન્સ હેઠળ શિલ્પા ધવન, કુશલ દેસાઈ અને ચૈતન્ય દેસાઈ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ 25 જુલાઈ 2025 ના રોજ 3D અને પાંચ ભારતીય ભાષાઓમાં રિલીઝ થવાની તૈયારીમાં છે, જેમાં અદભુત દ્રશ્યો, સાંસ્કૃતિક વિવિધતા, ઉત્તમ ફિલ્મ ટેકનોલોજી અને મજબૂત સ્ટોરી છે.





