MS dhoni LGM trailer : મહેન્દ્ર સિંહ ધોનીએ કરી ગેમ ચેન્જ, ધોની એન્ટરટેઇન્મેન્ટની પ્રથમ ફિલ્મ Lets Get Marriedનું ટ્રેલર લોન્ચ

Dhoni entertainment LGM trailer: ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ પત્ની સાક્ષી ધાનીના ફિલ્મ પ્રોડક્શન હાઉસ ધોની એન્ટરટેઇન્મેન્ટની પહેલી મૂવી LGM - Lets Get Marriedનું ઓડિયો ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યો છે.

Dhoni entertainment LGM trailer: ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ પત્ની સાક્ષી ધાનીના ફિલ્મ પ્રોડક્શન હાઉસ ધોની એન્ટરટેઇન્મેન્ટની પહેલી મૂવી LGM - Lets Get Marriedનું ઓડિયો ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યો છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
mahendra singh dhoni | MS Dhoni film | LGM trailer

મહેન્દ્ર સિંહ ધોનીના ફિલ્મ પ્રોડક્શન હાઉસની પહેલી મૂવી LGM - લેટ્સ ગેટ મેરિડનું ટ્રેલર લોન્ચ થયું

MS Dhoni entertainment first movie LGM trailer launch : ક્રિકેટમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન કુલ ગણાતા ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખલબલી મચાવવા આવી રહ્યા છે. એમએમ ધોનીએ પોતાનું એક ફિલ્મ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યુ છે જેનું નામ છે ધોની એન્ટરટેઇન્મેન્ટ. ધોનીના ફિલ્મ પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ તૈયાર થઇ ગઇ છે અને ચેન્નઇમાં આજે તેનો ઓડિયો અને ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યો છે.

Advertisment

ધોની એન્ટરટેઇન્મેન્ટથી ધોની કપલ્સનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂ

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પત્ની સાક્ષી સાથે ધોની એન્ટરટેઇન્મેન્ટ હાઉસ શરૂ કર્યુ અને આ પ્રોડક્શ હાઉસની પહેલી ફિલ્મ રિલિઝ થવા માટે તૈયાર છે. આજે આ ફિલ્મનો ચેન્નઇમાં પ્રથમ ઓડિયો અને ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યો છે.

LGM file poster | Lets Get Married poster | MS dhoni movie
એલજીએસ - લેટ્સ ગેટ મેરિડ ફિલ્મનું પોસ્ટર

ફિલ્મનું નામ: LGM - Let's Get Married

મહેન્દ્ર સિંહ ધોનીના ફિલ્મ પ્રોડક્શન હાઉસ ધોની એન્ટરટેઇન્મેન્ટની પ્રથમ ફિલ્મનું નામ છે - LGM - Let's Get Married (લેટ્સ ગેટ મેરિડ). આ ફિલ્મ તમિલ ભાષામાં છે. LGM ફિલ્મનું ટ્રેલર આજે ચેન્નઇ ખાતે લોન્ચ કરાયો છે. આ ફિલ્મ એક કોમેડિ ફિલ્મ છે જે લગ્ન જીવનની આસપાસ ફરે છે.

Advertisment

LGM - Let's Get Married ફિલ્મના સ્ટાર કાસ્ટ

ધોની એન્ટરટેઇન્મેન્ટની પહેલી મૂવી LGM - Let's Get Married છે. LGM ફિલ્મની સ્ટાર કાસ્ટમાં હરીશ કલ્યાણ, ઇવાના, નાદિયા, યોગી બાબુ અને મિર્ચી વિજય જોવા મળશે. આ એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ હશે, જેની સ્ટોરી લગ્નની વિચિત્ર ઘટનાઓની આસપાસ ફરે છે. રમેશ તમિલમણિ એલજીએમે નિર્દેશન કર્યુ છે, જેમાં સાક્ષીએ તેમને મદદ કરી છે.

celebrities મનોરંજન ન્યૂઝ Mahendra Singh Dhoni ક્રિકેટ ટ્રેન્ડિંગ ન્યૂઝ