Mahesh Babu Birthday : મહેશ બાબુ 9 ઓગસ્ટે પર 49મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. સાઉથ મૂવીના સૌથી મોટા એક્ટર મહેશ બાબુનો જન્મ વર્ષ 1975માં 9 ઓગસ્ટના રોજ ચેન્નઇમાં થયો હતો. કહેવાય છે કે, મહેશ બાબુના નામથી ફિલ્મ બ્લોક બસ્ટર થઇ જાય છે. નાની ઉંમરે એક્ટિંગ કરિયર શરૂ કરનાર મહેશ બાબુના ચાર્મ અને ક્યુટનેસ પર યુવતીઓ ફિદા છે. ફિલ્મ એક્ટ્રેસ નમ્રતા શિરોડકર સાથે લગ્ન કરનાર મહેશ બાબુ તેમના જન્મદિન પર ફેન્સને મોટી ભેટ આપી ર્હયા છે.
મહેશ બાબુ પિતા સાથે કર્યું ડેબ્યૂ
મહેશ બાબુ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું સૌથી ફેમસ નામ છે. પરંતુ શં તમે જાણો છો એક્ટરે નાની વયે જ પિતાની ફિલ્મ રાજા કુમારુ઼ડુ થી ફિલ્મમાં ડેબ્યૂ કર્યુ હતુ. ત્યારબાદ તેણે ક્યારેય પાછું વળી જોયું નથી અને એક પછી એક સુપરહિટ ફિલ્મ આપી જીવનમાં સતત સફળતાના નવા શિખર સર કર્યા છે.
મહેશ બાબુ શંકાવરમ, બજાર રાઉડી, મુગ્ગુરુ કોડુકુલુ અને ગુડાચારી જેવી મૂવીમાં બાળ કલાકાર તરીકે એક્ટિંગ કરી હતી. તમામ ફિલ્મોમાં તેની એક્ટિંગની પ્રશંસા થઇ હતી અને તેની ક્યુટનેસે લોકોના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ તેને પ્રિન્સ ઓફ ટોલીવુડ નું ઉપનામ મળ્યું હતુ.
મહેશ બાબુ 3 વર્ષ મોટી અભિનેત્રી નમ્રતા શિરોડકર પર આવ્યું દિલ
મહેશ બાબુની લવ સ્ટોરી પણ કોઇ ફિલ્મ કહાણીથી ઓછી નથી. મહેશ બાબુની પત્ની નમ્રતા શિરોડકર પણ જાણીતી અભિનેત્રી છે. મહેશ અને નમ્રતાની લવ સ્ટોરી તેલુગુ ફિલ્મ વામસી ના સેટ પર શરૂ થઇ હતી. મહેશ બાબુ ફેમિના મિસ ઈન્ડિયા નમ્રતા શિરોડકર પર દિલ હારી બેઠાં અને બંને પ્રેમ પ્રકરણની ચારે બાજુ ચર્ચા થવા લાગી હતી.
જો કે બંને કલાકારો ઘણા દિવસો સુધી તેમના સંબંધ છુપાવી રાખ્યા હતા. બહુ ઓછા લોકો જાણે છે કે મહેશ બાબુ એ નમ્રતા શિરોડકર સાથે લગ્ન કરવાની પહેલા આ શરત રાખી હતી કે લગ્ન બાદ તે એક્ટિંગથી દૂર રહેશે. નમ્રતા શિરોડકરે આવું જ કર્યું અને પ્રેમ માટે કરિયર કુરબાન કરી દીધું. મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરે ફેબ્રુઆરી 2005માં લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર ગૌતમ અને પુત્રી સિતારા છે.
મહેશ બાબુ – જેને બોલીવુડ એફોર્ડ કરી શકતું નથી
મહેશ બાબુ ઘણા વિવાદોમાં પણ રહ્યા છે. હકીતમાં એક વાર મહેશ બાબુએ કહ્યુ હતુ કે બોલીવુડ તેમને એફોર્ડ કરી શકતું નથી. આ નિવેદન બાદ બોલીવુડ ઈન્ડસ્ટ્રીઝે મહેશ બાબુને જબરદસ્ત ટ્રોલ કર્યો હતો.
મહેશ બાબુ – પ્રિન્સ ઓફ ટોલીવુડ
ફિલ્મમાં એક્ટરથી લાખો લોકોનું દિલ જીતનાર મહેશ બાબુને પ્રિન્સ ઓફ ટોલીવુડનું ટેગ આપવામાં આવ્યું છે. મહેશ બાબુ લક્ઝુરિયસ લાઇફ સ્ટાઇલથી જીવે છે. તમારી જાણકારી માટે જણાવી દઇયે કે, મહેશ બાબુ સાઉથ મૂવીના સૌથી મોંઘા એક્ટરમાં સ્થાન ધરાવે છે, જે એક ફિલ્મ માટે લગભગ 20 થી 25 કરોડ જેટલી તગડી ફી વસૂલે છે.
આ પણ વાંચો | હંસિકા મોટવાણી બર્થડે, હોર્મોન્સ ઇન્જેક્શન થી લઇ મિત્રનો પતિ ઝુંટવી લેવાનો આરોપ, જાણો હાલ શું કરે છે
મહેશ બાબુ પાસે કેટલી સંપત્તિ છે?
મીડિયા રિપોર્ટ અનુસાર સાઉથ મૂવી મહેશ બાબુ પાસે લગભગ 300 કરોડની સંપત્તિ છે. તેના ઘરની કિંમત 28 કરોડ રૂપિયા છે અને ઘણી મોંઘીદાટ કાર છે. મહેશ બાબુના કાર ક્લેક્શનમાં મર્સિડિઝ, ઓડી અને રેન્જ રોવર જેવી કાર શામેલ છે.





