Mahesh Babu News Today : સાઉથના સ્ટાર મહેશ બાબુ આગામી ફિલ્મ ‘ગંતૂર કારમ’ના કારણે ચર્ચામાં છે અને તેમની 11 વર્ષની દીકરી સિતારા અન્ય કારણોસર છવાયેલી છે. ટાઈમ્સ સ્ક્વેર પર પ્રોફેશનલ મોડેલની જેમ સિતારાના ફોટોગ્રાફ્સ જોવા મળ્યા હતા. સિતારાએ જ્વેલરી બ્રાન્ડના પ્રમોશન માટે આ ફોટોશૂટ કરાવ્યુ હતું. આ પ્રમોશન માટે સિતારાને ચૂકવાયેલી ફી ચર્ચાનું કેન્દ્ર બની છે. રિપોર્ટ્સ મુજબ, સિતારાને બ્રા્ડ પ્રમોશન માટે રૂ.1 કરોડ ચૂકવવામાં આવ્યા હતાં. સિતારાએ તેની પહેલી કમાણીનું શું કર્યું જાણો છો? સિતારાએ કંઇક એવું કર્યું છે જે અંગે જાણીને તમને નવાઇ લાગશે.
મળતી માહિતી અનુસાર, સિતારાએ તેની પહેલી કમાઇ દાનમાં આપી દેવાનો નિર્ણય કર્યો છે. INSના રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે,સિતારાએ તેની પહેલી કમાણી એટલે કે 1 કરોડ રૂપિયા દાનમાં આપી દીધા છે.
મહેશ બાબુ અને સંજય દત્ત સાથે ‘વાસ્તવ’માં લીડ રોલ કરનારી નમ્રતા શિરોડકરની દીકરી સિતારાનો જન્મ 20 જુલાઈ 2012ના રોજ થયો હતો. આ મહિને તે 11મો જન્મદિવસ ઉજવવાની છે. અન્ય સ્ટારકિડ્સની જેમ સિતારા પણ હંમેશા લાઈમ લાઈટમાં રહે છે. સિતારાના ફોટોગ્રાફ્સ અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ બને છે. કેટલાક ફોટોગ્રાફ્સમાં સિતારા હેવી જ્વેલરીમાં જોવા મળે છે. એક જ્વેલરી બ્રાન્ડના પ્રમોશન માટે આ ફોટોગ્રાફ્સ લેવાયા હતા અને સિતારાને આ એડ માટે રૂ.એક કરોડ મળ્યા હતા.
સિતારાને જ્વેલરીના ફોટોશૂટમાં નવોઢાની જેમ તૈયાર થયેલી જોઈને ઘણાં લોકોને આશ્ચર્ય થયું છે. હેવી ડ્રેસ અને જ્વેલરીમાં સિતારાના લૂકે દરેકને ઈમ્પ્રેસ ક્યા છે, પરંતુ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું માનવું છે કે, સિતારા પાસે ઉંમર કરતાં વધારે મોટું કામ કરાવ્યું છે. 11 વર્ષની છોકરી પાસે જ્વેલરીનું પ્રમોશન કરાવીને મોટી ફી વસૂલવી તે નેપોટિઝમનું ઉદાહરણ છે.
મહેશ બાબુના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ દિવસોમાં અભિનેતા ત્રિવિક્રમ શ્રીનિવાસની એક્શન ડ્રામા ફિલ્મ ‘ગુંટુર કરમ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે 13 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.





