Varanasi Teaser : સાઉથ એક્ટર મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરાની અપકમિંગ મૂવી વારાણસીનું ટીઝર રીલિઝ થયું છે. ટીઝર જોઇન જ ચાહકો ફિલ્મ જોવા આતુર છે. ચાહકો લાંબા સમયથી એસએસ રાજામૌલીની ફિલ્મની ઝલકની રાહ જોઈ રહ્યા છે. મહેશ બાબુ અને પ્રિયંકા ચોપરા જેવા સ્ટાર્સથી સજ્જ ફિલ્મના શીર્ષકની સાથે ટીઝર પણ બહાર આવ્યું છે.
ફિલ્મનું ટાઇટલ વારાણસી રાખવામાં આવ્યું છે. ફિલ્મનું ટીઝર વારાણસી શહેરની ઝલક સાથે શરૂ થાય છે, જ્યાં ઋષિ હવન કરતા જોવા મળે છે અને તે જ હવનની આગમાંથી ક્ષુદ્રગ્રહ નો જન્મ થાય છે, તે આકાશ માંથી એન્ટાર્કટિકામાં વહેતી બરફીલી નદીમાં પડે છે. આ પછી આફ્રિકા અને પછી શ્રીલંકાની ઝલક થાય છે અને હનુમાન અને શ્રી રામની ઝલક જોવા મળે છે. આ દ્રશ્યો જોઈને તમારા રૂંવાટા ઉભા થવા લાગે છે.
આ પછી, વારાણસીનો મણિકર્ણિકા ઘાટ જોવા મળી રહ્યો છે જ્યાં મહેશ બાબુ રુદ્રના રૂપમાં જોવા મળે છે અને તે હાથમાં ત્રિશૂળ પકડેલો દેખાય છે. ટીઝરમાં મહેશ બાબુ નંદી બળદ પર બેઠેલા દેખાય છે. રુદ્રનો લુક જોઈ ચાહકો ઉત્સાહિત હતા.
ફિલ્મના ટીઝરને ગ્લોબટ્રોટર ઇવેન્ટ દરમિયાન રીલિઝ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ 50,000 લોકો વચ્ચે લોન્ચ કરવામાં આવી હતી, જેમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને રાજામૌલી પોતે પણ હાજર હતા. ફિલ્મના ટીઝરમાં મહેશ બાબુની પહેલી ઝલક હમણાં જ સામે આવી છે, હવે ચાહકો પ્રિયંકાનો વીડિયો લુક જોવા માટે રાહ જોઈ રહ્યા છે.
ગ્લોબટ્રોટર ઇવેન્ટ દરમિયાન મહેશ બાબુએ કહ્યું હતું કે તેઓ રાજામૌલીને ગૌરવ અપાવશે, તેમણે કહ્યું કે વારાણસીની રજૂઆત બાદ આખો દેશ ગર્વ અનુભવશે.
રાજામૌલીએ મહાભારત અને રામાયણ સાથેના તેમના જોડાણ વિશે વાત કરી અને કહ્યું કે તેમને ખાતરી નથી કે તેમને રામાયણના આટલા મહત્વપૂર્ણ ભાગને આટલા જલ્દી શૂટ કરવાની તક મળશે. દરેક દ્રશ્ય અને ડાયલોગ લખતી વખતે એવું લાગતું હતું કે હું હવામાં છું.
રાજામૌલીએ કહ્યું કે જ્યારે મહેશ બાબુ શ્રીરામના ગેટઅપમાં ફોટોશૂટ માટે આવ્યા ત્યારે મારા વાળ ઉભા થઈ ગયા હતા. રાજામૌલીએ કહ્યું કે મહેશ બાબુમાં કૃષ્ણનું વશીકરણ છે પરંતુ રામની શાંતિ પણ છે. હું આત્મ વિશ્વાસથી ભરેલો હતો અને મેં તે ફોટાને ફોનનું વોલપેપર પણ બનાવ્યું હતું.





