Maidaan Box Office Collection Day 3 : અજય દેવગણની 'મેદાન'ને વિકેન્ડનો ફાયદો મળ્યો, બંપર કમાણી કરી

Maidaan Box Office Collection day 3 : બોલિવૂડ સિંઘમ અજય દેવગણની 'મેદાન' 11 એપ્રિલે ઇદ પર સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. મેદાનએ રિલીઝના ત્રીજા દિવસે શનિવારે બંપર કમાણી કરી હોવાના સમાચાર સામે આવ્યાં છે.

Maidaan Box Office Collection day 3 : બોલિવૂડ સિંઘમ અજય દેવગણની 'મેદાન' 11 એપ્રિલે ઇદ પર સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. મેદાનએ રિલીઝના ત્રીજા દિવસે શનિવારે બંપર કમાણી કરી હોવાના સમાચાર સામે આવ્યાં છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Maidaan Box Office Collection Day 3 | Maidaan Box Office Collection | Maidaan Movie | Ajay Devgan | Ajay Devgan Movie

Maidaan Box Office Collection Day 3 : અજય દેવગણની 'મેદાન'ને વિકેન્ડનો ફાયદો મળ્યો, બંપર કમાણી કરી

Maidaan Box Office Collection Day 3 : બોલિવૂડના હિંમતવાલા એક્ટર અજય દેવગણ મુવી 'મેદાન' 11 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. ત્યારે 'મેદાન'ને વીકેન્ડનો ભરપૂર ફાયદો મળ્યો છે. રિયલ સ્ટોરી પર આધારિત મેદાને ત્રણ દિવસમાં મબલક કમાણી કરી હોવાના સમાચાર સામે આવ્યાં છે. આવો જાણીએ 'મેદાન'નું ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન.

Advertisment

મળતી માહિતી અનુસાર, મેદાનએ રિલીઝના ત્રીજા દિવસે શનિવારે 5.5 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાનો અહેવાલ છે. આવી સ્થિતિમાં એવી આશા બંધાઇ છે કે, 'મેદાન' આજે રવિવારે પણ સારી કમાણી કરી શકે છે.

https://www.instagram.com/p/C4Nc6jOoyOX/

આ પણ વાંચો : સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ, બાઇક પર આવ્યા હતા બે શૂટર, મુંબઇ પોલીસ દ્વારા તપાસ શરૂ

મેદાનએ ઓપનિંગ ડે પર 4.5 કરોડની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે 3 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. અત્યાર સુધીમાં 'મેદાન' મુવીનું કુલ કલેક્શન 15.6 કરોડ રૂપિયા થયું છે. જ્યારે 'મેદાન'એ વર્લ્ડ વાઇડ 25 કરોડ રૂપિયા કલેક્શન કર્યું છે.

Advertisment

મેદાન મુવી સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ છે. જે અજય દેવગણ માટે અતિ મહત્વપૂર્ણ છે. મેદાન ફિલ્મના દિગ્દર્શક અમિત શર્મા છે.

એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ 'મેદાન' દેશના સૌથી લોકપ્રિય ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે. તેમણે પોતાનું જીવન ફૂટબોલને સમર્પિત કર્યું હતુ અને ભારતને ખૂબ ગૌરવ અપાવ્યું. ફિલ્મમાં અજય દેવગણે સૈયદ અબ્દુલ રહીમનો રોલ પ્લે કરી રહ્યો છે.

ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, પ્રિયામણી, ગજરાજ રાવ અને બંગાળી અભિનેતા રુદ્રનીલ ઘોષ જોવા મળી રહ્યા છે.

celebrities મનોરંજન ન્યૂઝ