/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/ajay-devgan-maidaan-final-trailer.jpg)
Maidaan Final Trailer : અજય દેવગણના બર્થડે પર ચાહકોને ભેટ, 'મેદાન ફાઇનલ ટ્રેલર' રિલીઝ
Maidaan Movie Trailer : અભિનેતા અજય દેવગણની અપકમિંગ મુવી મેદાનની લોકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે હવે 'મેદાન ફાઇનલ ટ્રેલર' રિલીઝ કરી દેવામાં આવ્યું છે. મેદાન મુવીનું ફાઇનલ ટ્રેલર કેવું છે અને આ ફિલ્મની સ્ટોરી શું તેના વિશે અમે અહેવાલમાં જણાવીશું.
મેદાન ફિલ્મમાં અજય દેવગણની ભૂમિકાની વાત કરીએ તો એક્ટર પૂર્વ ભારતીય ફૂટબોલર અને કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકામાં જોવા મળશે. અજયના પાત્રનું નામ એસ.એ.રહીમ હશે. આ ફિલ્મમાં તેની સાથે જવાન ફેમ એક્ટ્રેસ પ્રિયમણી પણ લીડ રોલમાં જોવા મળશે. મેદાન મુવી ફાઇનલ ટ્રેલર ખૂબ જ દમદાર છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/ajay-devgan-maidaan-poster.jpg)
મેદાન મુવીના ફાઇનલ ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, સૈયદ અબ્દુલ રહીમ (અજય દેવગણ) એક યંગસ્ટર્સની ટીમ બનાવે છે.ટ્રેલરમાં અજય દેવગણનો એક સંવાદ છે કે, જે સમજાય નહીં તે વિશે વાત પણ કરવી જોઇએ નહીં. આ ડાયલોગ ફેન્સને પસંદ આવી રહ્યો છે.
મેદાન મુવી સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ છે. જે અજય દેવગણ માટે અતિ મહત્વપૂર્ણ છે. મેદાન ફિલ્મના દિગ્દર્શક અમિત શર્મા છે. હવે વાત કરીએ મેદાન ટ્રેલરની તો તેમાં 1952 થી 1962 સુધીના સમયગાળાને દર્શાવવામાં આવ્યો છે. આ સમયને રમત જગતમાં ભારતીય ફૂટબોલનો સુવર્ણ યુગ માનવામાં આવે છે.
આ પણ વાંચો : Ajay Ddevgn : અજય દેવગણના જીવનની એકથી એક રોચક કહાનીથી લઇને કોરોડોની નેટવર્થ જાણો
નિર્માતા બોની કપૂરની મેદાન ફિલ્મ મેદાન આ વર્ષે ઈદના અવસર પર એપ્રિલ મહિનામાં મોટા પડદા પર રિલીઝ થશે.આ સાથે અક્ષય અને ટાઇગર શ્રોફની બડે મિયા છોટે મિયા પણ તે જ દિવસે રિલીઝ થવાની છે. આવી સ્થિતિમાં અજય દેવગણ અને અક્ષય કુમાર વચ્ચે સિનેમાઘરોમાં જોરદાર ટક્કર થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us