મેદાનથી સ્વાતંત્ર્ય વીર સુધી આ સ્પતાહે આ ફિલ્મોના ટ્ર્રેલરે મચાવી ધૂમ, જાણો રિલીઝ ડેટ

આ સપ્તાહમાં બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોના ટ્રેલર રિલીઝ થયા છે. જેમાં અજય દેવગણની ફિલ્મ 'મેદાન'નું ટ્રેલર, રણદીપ હુડ્ડાની 'સ્વાતંત્ર્ય વીર સાવરકાર' અને પંકજ ત્રિપાઠીની 'મર્ડર મુબારક' ટ્રેલર વગેરે સામેલ છે.

Written by mansi bhuva
Updated : March 10, 2024 16:46 IST
મેદાનથી સ્વાતંત્ર્ય વીર સુધી આ સ્પતાહે આ ફિલ્મોના ટ્ર્રેલરે મચાવી ધૂમ, જાણો રિલીઝ ડેટ
મેદાનથી સ્વાતંત્ર્ય વીર સુધી આ સ્પતાહે આ ફિલ્મોના ટ્ર્રેલરે મચાવી ધૂમ, જાણો ફિલ્મની રિલીઝ ડેટ

આ સપ્તાહમાં બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોના ટ્રેલર રિલીઝ થયા છે. જેમાં અજય દેવગણની ફિલ્મ ‘મેદાન’નું ટ્રેલર, રણદીપ હુડ્ડાની ‘સ્વાતંત્ર્ય વીર સાવરકાર’ અને પંકજ ત્રિપાઠીની ‘મર્ડર મુબારક’ ટ્રેલર વગેરે સામેલ છે.

એ મેરે વતન (Ae Watan Mere Watan Movie)

1942ની ભારત છોડો આંદોલન પર આધારિત ફિલ્મ એ મેરે વતનનું ટ્રેલર પણ આ અઠવાડિયે રિલીઝ કરવામાં આવ્યું છે. દેશ ભક્તિ અને લાગણીઓથી ભરેલી આ થ્રિલર ફિલ્મનું નિર્માણ કરણ જોહર, અપૂર્વ મહેતા અને સોમેન મિશ્રાએ કર્યું છે. એ મેરે વતનના નિર્દેશક કન્ન અયર છે અને દરબ ફારૂકીએ લખી છે. આ ફિલ્મ21 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે.

મર્ડર મુબારક (Murder Mubarak Movie)

પંકજ ત્રિપાઠી, કરિશ્મા કપૂર, ડિમ્પલ કાપડિયા અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ મર્ડર મુબારકનું ટ્રેલર આ અઠવાડિયે રિલીઝ કરી દેવામાં આ્વ્યું હતુ. આ ફિલ્મ હત્યાના રહસ્ય પર આધારિત છે. જેને પંકજ ત્રિપાઠી ઉકેલવાની કોશિશ કરે છે. આ ફિલ્મ Netflix પર 15 માર્ચે રિલીઝ થશે.

સ્વતંત્ર વીર સાવરકર (Swatantra Veer Savarkar Movie)

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના નાયકોમાંના એક વીર સાવરકરના જીવન પર નિર્માણ પામેલી ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’નું ટ્રેલર પણ આ અઠવાડિયે જ રિલીઝ કરાયું હતું. આ ફિલ્મમાં વીર સાવરકરની ભૂમિકામાં અભિનેતા રણદીપ હુડ્ડા નિભાવતો જોવા મળશે. ત્યારે સ્વાતંત્ર્ય વીર સાવરકર મુવી 22 માર્ચે શહીદ દીવસના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

મેદાન (Maidaan Movie)

અભિનેતા અજય દેવગણની આગામી ફિલ્મ મેદાનની લોકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે હવે મેદાનનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ગયા વર્ષે જ્યારે મેદાનનું ટીઝર સામે આવ્યું ત્યારથી લોકો આ ફિલ્મ જોવા માટે બેબાક છે.પરંતુ આ ફિલ્મ સતત મોકૂફ થતી રહી. આવી સ્થિતિમાં હવે આ ફિલ્મ મેદાન સિનેમાઘરોમાં રિલીઝ થશે.

મેદાન આ વર્ષે ઈદના અવસર પર એપ્રિલ મહિનામાં મોટા પડદા પર રિલીઝ થશે.આ સાથે અક્ષય અને ટાઇગર શ્રોફની બડે મિયા છોટે મિયા પણ તે જ દિવસે રિલીઝ થવાની છે. આવી સ્થિતિમાં અજય દેવગણ અને અક્ષય કુમાર વચ્ચે સિનેમાઘરોમાં જોરદાર ટક્કર થશે. અક્ષય કુમાર માટે પણ આ ફિલ્મ સફળ થાય તે ખુબ જ અનિવાર્ય છે. કારણે છેલ્લા થોડા સમયથી તેની એક પણ ફિલ્મ હિટ સાબિત થઇ શકી નથી.

મડગાંવ એક્સપ્રેસ (Madgaon Express Movie)

ફિલ્મ મડગાંવ એક્સપ્રેસનું ટ્રેલર આ અઠવાડિયે રિલીઝ કરવામાં આવ્યું છે. રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા એકસેલ એન્ટરટેઇમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન કુણાલ ખેમુએ કર્યું છે. ફિલ્મમાં દિવ્યેન્દુ, પ્રતિક ગાંધી અને અવિનાશ તિવારી નવા અવતારમાં જોવા મળશે. મડગાંવ એક્સપ્રેસ 22 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો : Shini Shetty : મિસ વર્લ્ડ કોમ્પિટિશનની ફાઇનલમાં એન્ટ્રી કરનારી સિની શેટ્ટી કોણ છે?

બસ્તર ધ નક્સલ સ્ટોરી (Bastar Movie)

બસ્તરનું ટીઝર રિલીધ કરાયા પછી ફિલ્મ અંગે વિવિધ ચર્ચાએ જોર પકડ્યું છે. આ સપ્તાહે મેકર્સે તેનું ટ્રેલર પણ શેર કર્યું છે. નક્સલવાદી સમસ્યા પર આધારિત આ ફિલ્મના ટ્રેલરમાં લોહીલુહાણ બતાવવા પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે. બસ્તર 15મી માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ