Maidaan Movie Trailer : અભિનેતા અજય દેવગણની આગામી ફિલ્મ મેદાનની લોકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે હવે મેદાનનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ગયા વર્ષે જ્યારે મેદાનનું ટીઝર સામે આવ્યું ત્યારથી લોકો આ ફિલ્મ જોવા માટે બેબાક છે.પરંતુ આ ફિલ્મ સતત મોકૂફ થતી રહી. આવી સ્થિતિમાં હવે આ ફિલ્મ મેદાન સિનેમાઘરોમાં રિલીઝ થશે. મેદાનનું ટ્રેલર કેવું છે અને આ ફિલ્મની સ્ટોરી શું તેના વિશે અમે અહેવાલમાં જણાવીશું.
મેદાન મુવી સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ છે. જે અજય દેવગણ માટે અતિ મહત્વપૂર્ણ છે. મેદાન ફિલ્મના દિગ્દર્શક અમિત શર્મા છે. હવે વાત કરીએ મેદાન ટ્રેલરની તો તેમાં 1952 થી 1962 સુધીના સમયગાળાને દર્શાવવામાં આવ્યો છે. આ સમયને રમત જગતમાં ભારતીય ફૂટબોલનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. જેનું કારણ એ છે કે, આ સમયમાં કોલકાતાના મેદાનોમાંથી ભારતીય ફૂટબોલ કેવી રીતે ઉભરી આવ્યું અને કોચ સૈયદ અબ્દુલ રહીમના સખત સંઘર્ષ પછી ભારતીય ટીમે એશિયન ગેમ્સમાં ઘણા ગોલ્ડ મેડલ જીત્યા હતા.
મેદાન ફિલ્મમાં અજય દેવગણની ભૂમિકાની વાત કરીએ તો એક્ટર પૂર્વ ભારતીય ફૂટબોલર અને કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકામાં જોવા મળશે. અજયના પાત્રનું નામ એસ.એ.રહીમ હશે. આ ફિલ્મમાં તેની સાથે જવાન ફેમ એક્ટ્રેસ પ્રિયમણી પણ લીડ રોલમાં જોવા મળશે. મેદાનનું આ ટ્રેલર ખૂબ જ શાનદાર છે.
અજય દેવગનની મેદાનનું આ ટ્રેલર જોયા પછી ચાહકોની ઉત્સુકતામાં બમણો વધારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મેદાનના નિર્માતા બોની કપૂરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અજયના આ અભિનયને તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ ગણાવ્યો હતો. મેદાન આ વર્ષે ઈદના અવસર પર એપ્રિલ મહિનામાં મોટા પડદા પર રિલીઝ થશે.આ સાથે અક્ષય અને ટાઇગર શ્રોફની બડે મિયા છોટે મિયા પણ તે જ દિવસે રિલીઝ થવાની છે. આવી સ્થિતિમાં અજય દેવગણ અને અક્ષય કુમાર વચ્ચે સિનેમાઘરોમાં જોરદાર ટક્કર થશે. અક્ષય કુમાર માટે પણ આ ફિલ્મ સફળ થાય તે ખુબ જ અનિવાર્ય છે. કારણે છેલ્લા થોડા સમયથી તેની એક પણ ફિલ્મ હિટ સાબિત થઇ શકી નથી.