ચલી-ચલી રે પતંગ, ઉડી ઉડી જાયે જેવા બોલિવૂડ સોંગ ઉત્તરાયણના દિવસે મચાવે છે ધૂમ

Makar Sankranti 2024 : મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનું મહત્વપૂર્ણ પર્વ છે. આમ તો ભારતમાં હંમેશા વ્રત-તહેવાર આવે છે. બોલિવૂડની ફિલ્મોના કેટલાક ગીતો જણાવીએ, જેમાં પતંગ ઉડાવવાનો ઉત્સાહ જોઈને તમારું મન પણ પતંગ ઉડાડવા લાગશે. આ ગીતો લોકપ્રિય છે તેમજ ખૂબ જ ફેમસ થયેલા છે.

Written by mansi bhuva
January 14, 2024 10:42 IST
ચલી-ચલી રે પતંગ, ઉડી ઉડી જાયે જેવા બોલિવૂડ સોંગ ઉત્તરાયણના દિવસે મચાવે છે ધૂમ
ઉત્તરાયણ મક્રસંક્રાતિ 2024

Makar Sankrantgi 2024 Bollywoos songs : મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિ હિન્દુ ધર્મનું મહત્વપૂર્ણ પર્વ છે. આમ તો ભારતમાં હંમેશા વ્રત-તહેવાર આવે છે. એવો કોઈ પણ મહિનો હોતો નથી, જ્યારે કોઈ વ્રત તહેવાર ના આવે. તેથી કહેવામાં આવે છે કે ‘સદા દીવાલી સાલભર, સાતોં બાર તહેવાર.’ આ તહેવારોમાંથી એક છે, મકર સંક્રાંતિનો તહેવાર. જેને પોંગલ, ખિચડી, માઘી, ઉત્તરાયણ વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે. મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીએ છે, પરંતુ પરંપરા મુજબ 14 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે.

મકરસંક્રાંતિ પર અગાસીએ પતંગ ઉડાવવાનો ટ્રેન્ડ છે. આવી સ્થિતિમાં બોલિવૂડ હંમેશા ધામધૂમથી મકરસંક્રાંતિની ઉજવણી કરે છે. બોલિવૂડની ફિલ્મોના આવાજ કેટલાક ગીતો જણાવીએ, જેમાં પતંગ ઉડાવવાનો ઉત્સાહ જોઈને તમારું મન પણ પતંગ ઉડાડવા લાગશે. આ ગીતો લોકપ્રિય છે તેમજ ખૂબ જ ફેમસ થયેલા છે.

ચલી-ચલી રે પતંગ ગીત

મકરસંક્રાંતિનો તહેવાર દેશ-દુનિયાની સાથે-સાથે ફિલ્મોમાં પણ ઉજવાઈ રહ્યો છે. ખાસ કરીને બોલિવૂડ ફિલ્મોમાં હંમેશા પતંગ ઉડાડવામાં આવી છે. અશ્વેતના યુગમાં પણ સંક્રાંતિની ઉજવણી કરવામાં આવી છે. ‘ભાભી’ ફિલ્મનું આ ગીત ‘ચલી ચલી રે પતંગ’ તમને બોલિવૂડની જૂની સંક્રાંતિ અને પતંગ ઉડાડવામાં લઈ જશે.

‘રુત આ ગઈ રે’ ગીત

આમિર ખાનની 1947માં આવેલી ફિલ્મ ‘અર્થ’માં પતંગ ઉડાડવામાં આવી હતી. તેનું ગીત ‘રુત આ ગઈ રે’ આજે પણ મકરસંક્રાંતિના દિવસે સાંભળવા મળે છે. જે દરેકને પસંદ પણ આવે છે. આ ફિલ્મમાં આમિર સાથે અભિનેત્રી નંદિતા દાસ મુખ્ય ભૂમિકામાં હતી.

કાઈ પો છે ગીત

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’નું ગીત ‘કાઈ પો છે’ મકર સંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને ઉજવવામાં આવ્યું છે. ફિલ્મના આ ગીતમાં ઐશ્વર્યા અને સલમાન વચ્ચે પતંગ ઉડતી જોવા મળી રહી છે. આ સાથે આ ગીતમાં થોડો રોમાન્સ પણ ઉમેરવામાં આવ્યો છે.

ઉડી ઉડી જાયે ગીત

શાહરૂખ ખાન અને પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનની ફિલ્મ ‘રઈસ’નું આ ગીત ‘ઉડી ઉડી જાયે’ આ તહેવારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ ફિલ્મ ગુજરાતની પૃષ્ઠભૂમિ પર આધારિત છે અને ગુજરાતમાં આ તહેવાર ઉત્તરાયણના નામથી ઉજવવામાં આવે છે. આ ગીત પતંગ રસિયાઓનું સૌથી ફેવરિટ સોંગ છે, જે દર ઉત્તરાયણે ધૂમ મચાવે છે.

આ પણ વાંચો : અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટ પ્રી વેડિંગ સેલિબ્રેશન ડિટેલ્સ

માંજા ગીત

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ડેબ્યૂ ફિલ્મ ‘કાઈ પો છે’માં પણ પતંગ ઉડાડવામાં આવી હતી. ફિલ્મનું ગીત ‘માંઝા’ લોકોને પસંદ આવ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ