/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/shridevi-3.jpg)
બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરા ફાઇલ તસવીર
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા તેના કામની સાથે સાથે તેની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. મલાઈકા પોતાનાથી નાના અભિનેતાને ડેટ કરી રહી છે. આ સાથે જ ઘણા લોકો અરબાઝ ખાન સાથે મલાઈકાના છૂટાછેડા માટે લોકો અર્જુન કપૂરને પણ કારણ માને છે. જો કે વાત અલગ છે કે અભિનેત્રીએ આ મામલે ઘણી વખત ખુલાસો કરતાં કહ્યું છે કે તેના અને અરબાઝ વચ્ચે પહેલા જેવું કઈં નહોતું. હાલ મલાઇકા અરોરાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરની એક તસવીર શેર કરી છે. જેને પગલે મલાઇકા અરોરા યૂઝર્સની આકરી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મલાઈકા અરોરા ઘણી બધી બાબતો માટે હેડલાઈન્સ બનાવે છે એવામાં ફરી એક વખત મલાઇકા ચર્ચામાં આવી છે. મલાઇકાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર અર્જુન કપૂરની એક તસવીર શેર કરી છે લખ્યું કે,માય લેઝી બોય. જો કે દરેકનું ધ્યાન એ વાતે ખેંચ્યું છે કે તસવીરમાં અર્જુન કપૂર નિર્વસ્ત્ર છે અને તેના પ્રાઇવેટ પાર્ટને એક તકિયાને છુપાવેલ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/malaika-arora.png)
મલાઇકા અરોરાએ તસવીર શેર કરતા તુરંત નેટીઝન્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક યૂઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, તે અમને કેમ આ બતાવી રહી છે? અમે આ હાલતમાં અર્જુન કપૂરને જોવા માગતા નથી. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું…શરમજનક.
મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે વર્ષ 2019માં પોતાના સંબંધની સત્તાવાર જાહેરાત કરી હતી. અર્જુન કપૂરની લવ લાઈફ ઘણા વર્ષોથી ટોક ઓફ ધ ટાઉન છે. ખાસ કરીને બંને વચ્ચેના ઉંમરના તફવતે કારણે. અર્જુન 37 વર્ષનો છે તો મલાઈકા 49 વર્ષની છે. મલાઇકા અરોરાએ એકવાર જણાવ્યું હતું કે, તમે નાની ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમમાં છો કે તેનાથી કોઈ ફરક પડતો નથી. હું ખુશ છું કે મને એક એવો જીવનસાથી મળ્યો છે જે મને સમજે છે. મને લાગે છે તે મારા કરતા નાનો છે અને એટલે હું પણ તેની સાથે યુવાન અનુભવું છું. તે મને ખુશ કરે છે. મને લાગે છે કે અહીં હાજર મહિલાઓ મારી સાથે સહમત થશે.
મલાઈકાએ પોતાના લગ્નના પ્લાન વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે દરેક વસ્તુનો અંત લગ્ન શા માટે છે? લગ્ન એક એવી વસ્તુ છે જેની ચર્ચા બે વ્યક્તિઓ વચ્ચે થાય છે. મલાઈકાના કહેવા પ્રમાણે, તેણે હજુ સુધી લગ્નને લઈને કોઈ નિર્ણય લીધો નથી. જ્યારે આવું કંઈક થશે ત્યારે તે ચોક્કસપણે કહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us