વિશ્વભરમાં ટોપ મોડેલ તરીકે પ્રચલિત મલાઇકા અરોરા (Malika Arora) તાજેતરમાં તેનો શો ‘મૂવિંગ વિથ મલાઇકા’ રિલીઝના લીઘે ખુબ ચર્ચામાં છે. આ શો અંતર્ગત અભિનેત્રી મલાઇકા અરોરાએ પોતાના અંગત જીવનને લઇ ઘણા ખુલાસા કર્યા છે. આગામી એપિસોડના પ્રોમોમાં મલાઇકાને ફિલ્મમેકર અને હોસ્ટ કરણ જોહર તથા અભિનેત્રી નોરા ફતેહી (Nora Fatehi) સાથે જોવા મળે છે. પ્રોમોમાં મલાઇકા નોરાને કહેતી સંભળાય છે કે, ‘આ શો મારો છો કરણનો નહીં.’
મલાઈકા પહેલા કરણ પર ભડકી
મલાઈકા હંમેશા કોઇને કોઇ કારણસર સમાચારોમાં રહે છે. કરણ જોહરે આ પ્રોમોમાં મલાઇકાને પ્રશ્ન કર્યો હતો કે, મલાઇકા લગ્ન ક્યારે કરી રહી છે? જે અંગે સાંભળી મલાઇકા જવાબ આપવાથી ઇનકાર કરી દે છે. મલાઇકા અરોરએ કહ્યું આ મારો સોફો છે, તારો નહીં.
આ સિવાય મલાઇકા આ પ્રોમોમાં એ કહેતી પણ સંભળાય છે કે, નોરા ફતેહીનો મિજાજ ક્યારેક ગર્મ તો ક્યારેક નર્મ હોય છે. એટલે કે ક્ષણભરમાં વર્તન બદલાઇ છે. આ સાથે મલાઇકાએ નોરા ફતેહી વિશે કહ્યું હતું કે, તેને મૂડ સ્વિંહ થતું રહે છે.
વધુમાં પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે, મલાઇકા ટેરેંસ લુઇસ અને નોરા ફતેહીને મળે છે. આ દરમિયાન મલાઇકા કહ્યું કે, મેં તેમની સાથે કામ કર્યું છે, મને લાગે થે તેમનો મૂડ બદલતો રહે છે.
ટેરેન્સ કહે છે કે બંને અભિનેત્રીઓએ ‘છૈયા છૈયા’ ગીત પર ડાન્સ કરવો જોઈએ. આ દરમિયાન નોરાના હાવભાવ અલગ જોવા મળે છે. તેણી કહે છે, “હું મારી જાતને મહત્વ આપું છું, તે તમે જાણો છો.” આટલું કહેતાં જ નોરા ત્યાંથી ચાલી જાઇ છે. ત્યારે નોરાના ચાલ્યા જવાથી મલાઇકાને કોઇ ફર્ક ન પડતો હોય તેવું પ્રોમોમાં નજર આવે છે. જો કે ટેરેન્સ નોરાને રોકવા માટે તેની પાછળ જાય છે.
આ બાદ શું થયું તે તો હવે એપિસોડમાં જ જોયા બાદ જ ખ્યાલ આવશે.પરંતુ પ્રશંકો આ એપિસોડને જોવા માટે ભારે ઉત્સાહમાં છે. અમુક લોકોને આ પ્રોમો જોયા બાદ એવો અહેસાસ થાય છે કે, આ બધુ સ્ક્રિપ્ટેડ છે અને અમે હકીકત જોવા ઇચ્છીએ છીએ. જ્યારે અમુક લોકો એકટર્સની ઓવર એક્ટિંગ કહી રહ્યા છે.