મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં ઘણા કલાકોરો દ્વારા ડ્રગ્સનો ઉપયોગ થતો હોવાના ચોંકાવનારા સામે આવ્યાં હતા. જેને પગલે પોલીસ હવે એક્શનમાં આવી ગઇ છે. કોચી શહેરના પોલીસ કમિશનર કે.સેતુ રામે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હવે બંદર શહેરમાં તમામ ફિલ્મ શૂટિંગ સ્થળો પર પોલીસની હાજરી રહેશે. તેમજ ડ્રગના ઉપયોગ અથવા વેચાણ અંગેની માહિતીના મળતા શૂટિંગ સ્થળ પર દરોડા પાડવામાં આવશે.
વધુમાં કે.સેતુ રામે જણાવ્યું હતું કે, “કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં લેવામાં આવશે,”. પત્રકારો સાથે વાત કરતા રમને જણાવ્યું હતું કે, ફિલ્મ ઉદ્યોગના વ્યક્તિઓ દ્વારા અભિનેતાઓ વચ્ચે ડ્રગના ઉપયોગની તાજેતરની ચર્ચાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે, ફરિયાદ મળવા પર, યોગ્ય પગલાં લેવામાં આવશે. જેમાં શરૂઆતમાં સંબંધિત વ્યક્તિને ડ્રગ્સનો ઉપયોગ કરવાથી રોકવાનો પ્રયાસ સામેલ છે.
“અમારી પાસે ભૂતકાળમાં આવા કેસોમાં સંડોવાયેલા લોકોનો ડેટા છે. અમે જાણીએ છીએ કે ડ્રગ્સ કોણ કરી રહ્યું છે, પરંતુ અમારી પાસે વેચાણ કરનારાઓ વિશે માહિતી નથી. મોટા ભાગના જેઓ ડ્રગ્સનો ઉપયોગ કરે છે, જો અમે તેમની ધરપકડ કરીએ, તો અમારે તેમને જામીન પર છોડવા પડશે. આવા લોકોને જાગૃત કરવાની જરૂર છે અને એ સમજવાની જરૂર છે કે ડ્રગ્સનો સતત ઉપયોગ તેમના માટે નુકસાનકારક છે.”
આ સાથે રમને જણાવ્યું હતું કે, પોલીસ આ કેસના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. કેટલાક નિર્માતાઓએ કેટલાક યુવા કલાકારો દ્વારા ડ્રગના ઉપયોગ અંગે ફરિયાદ કરી હોવાના અહેવાલો છે. અભિનેતા ટિની ટોમે તાજેતરમાં ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, એવો આક્ષેપ કર્યો હતો કે તેનો એક તાજેતરનો સહકાર્યકરો ડ્રગ એડિક્ટ હતો અને પદાર્થના દુરૂપયોગને કારણે દાંતના સડોથી પીડાતો હતો. એવા અહેવાલો પણ હતા કે ટોમ મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં ડ્રગ્સના દુરૂપયોગ અંગે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધશે.