Happy B’day Malhar thakar : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દમદાર અભિનેતા મલ્હાર ઠાકરનો જન્મદિવસ, એક્ટરની જાણી-અજાણી વાતો

Malhar Thakar Birthday : ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર આજે ગુજરાતી ફિલ્મોના સ્ટાર તરીકે માનવામાં આવે છે. મલ્હાર ઠાકર ફેમસ કોમેડી શો 'તારક મહેતા'માં કામ કરી ચૂક્યો છે.

Written by mansi bhuva
June 28, 2023 07:22 IST
Happy B’day Malhar thakar : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દમદાર અભિનેતા મલ્હાર ઠાકરનો જન્મદિવસ, એક્ટરની જાણી-અજાણી વાતો
લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર ફાઇલ તસવીર

Malhar Thakar Movies: ગુજરાતી ફિલ્મોમાં પોતાનાં અભિનયનાં ઓજસ પાથરનારા અને પ્રતિભાશાળી એક્ટિંગથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રાણ ફુંકનારા મલહાર ઠાકરનો આજે 28 મેના રોજ જન્મદિવસ છે. આમ તો નાના બાળકો અને મોટેરાઓ હોય કે પછી તેનાં જેવો જ યુવા વર્ગ હોય તે સૌનાં મનમાં વસી ગયો છે. ‘વિકીડા’થી લઇ ‘સાહેબ’ સુધી તેનાં દરેક કિરદારમાં તે બંધ બેસે છે. તેમજ તેની અદાકારીથી તે છવાઇ જાય છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો રોમેન્ટિંક હિરો કહો કે કોમેડી હિરો કહો.. તે તેનાં કામથી છવાઇ જાય છે. રોમેન્સમાં તે શાહરૂખ ખાનની યાદ અપાવે તો કોમેડીમાં તે ગોવિંદા જેવો લાગે. તેનાં કામનાં દિવાના ચાહકોની સંખ્યા ઘણી મોટી છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી લોકપ્રિય થયેલો મલ્હાર અગાઉ વર્ષ 2012માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’માં નાની ભૂમિકા ભજવી ચૂક્યો છે.

મલહારનો જન્મ ગુજરાતનાં સિદ્ધપૂરમાં 28 જૂન 1990માં તેનો જન્મ થયો છે. ભલે તેની પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ 2015માં આવેલી ‘છેલ્લો દિવસ’ હોય. અને આ જ ફિલ્મથી તેને ઘર ઘરમાં ઓળખ મળી ગઇ હોય. તેણે આ પહેલાં નવ વર્ષ સુધી થિએટર કર્યું છે અને તેણે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં એકાદ બે એપિસોડમાં પણ કામ કર્યું છે. મલહારે તેનું ભણતર અમદાવાદની નવરંગ સ્કૂલ અને શેઠ સીએન વિદ્યાલયથી પૂર્ણ કર્યું છે. મલહારે 30 વર્ષની ઉંમરમાં ઘણું બધું હાંસીલ કરી લીધુ છે. તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે જેનું નામ ‘ટિકિટ વિન્ડો એન્ટરટેઇનમેન્ટ’ છે. જે તેને એપ્રિલ 2020માં શરૂ કર્યું હતું.

https://www.instagram.com/p/CtJdjrEtrx4/

મલહાર ઠાકરે કોરોના મહામારીનાં આકરા સમયમાં પોતાનું એક NGO પણ શરૂ કર્યુ હતું. જેમાંથી તે કોરોના સંક્રમિત લોકોની મદદ કરતો હતો. કોરોના કાળમાં જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ઘણાં નાના કલાકારો અને વર્કર્સે મુશ્કેલીનો સમય આવ્યો હતો ત્યારે તેમની આર્થિક મદદ પણ મલહારે કરી હતી.

આ પણ વાંચો : Top 5 Monsoon Songs : આ ટોપ 5 ગીત વરસાદની સિઝનની મજાને બમણી કરી દેશે, ભરચોમાસે ગરમીનો અહેસાસ થશે

-પહેલી ફિલ્મ ‘છેલ્લો દિવસ’ કરતાં પહેલાં તેણે 15 જેટલી ગુજરાતી ફિલ્મો અને શોમાં નાના મોટા રોલ્સ તેણે કર્યા છે. તેની ફિલ્મ ‘લવની ભવાઇ’ કોમર્શિયલ સફળતા મેળવી હત. તે 100 દિવસથી વધુ સમય સુધી થિએટર્સમાં ચાલી હતી. તેની બીજી ફિલ્મ ‘થઇ જશે’, પાસપોર્ટ, દુનીયા દારી, કેશ ઓન ડિલેવરી,મિડનાઇટ વિથ મેનકા, સરતો લાગુ અને સાહેબ બોક્સ ઓફિસ પર રિલીઝ થઇ છે. મલ્હાર ઠાકરનું નામ આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચમક્યું છે. એક્ટરે પોતાની દમદાર એક્ટિંગથી ઘણું નામ કમાવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ