માલવી મલ્હોત્રાનો વિક્રમ ભટ્ટ પર છેતરપિંડીનો આરોપ, અભિનેત્રી પર મુંબઈમાં થયો હતો ચાકુ વડે હુમલો

Malvi Malhotra Accuses On Vikram Bhatt : માલવી મલ્હોત્રાએ વિક્રમી ભટ્ટ પર છેતરપિંડનો આરોપ લગાવ્યો છે. એક્ટ્રેસ માલવી મલ્હોત્રાનો આરોપ છે કે વિક્રમ ભટ્ટે તેની પાસે એક આલ્બમાં કામ કરાવ્યુ હતુ જો કે તેનું પેમેન્ટ ચૂકવ્યું નથી.

Written by Ajay Saroya
February 05, 2024 22:59 IST
માલવી મલ્હોત્રાનો વિક્રમ ભટ્ટ પર છેતરપિંડીનો આરોપ, અભિનેત્રી પર મુંબઈમાં થયો હતો ચાકુ વડે હુમલો
Malvi Malhotra : માલવી મલ્હોત્રા સાઉથની ફેમસ અભિનેત્રી છે. (Photo - @malvimalhotra)

Malvi Malhotra Accuses On Vikram Bhatt : સાઉથની જાણીતી અભિનેત્રી માલવી મલ્હોત્રાનું નામ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તેણે બહુ ઓછા સમયમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

તાજેતરમાં જ તેની ફિલ્મ ‘અભ્યૂહમ’માં અભિનેત્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે અભિનેત્રીએ બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક વિક્રમ ભટ્ટ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. વિક્રમ ભટ્ટે અભિનેત્રી પાસે એક આલ્બમમાં કામ કરાવ્યું હતુ પરંતુ તેના પૈસા આપ્યા ન હતા. ત્યારબાદ અભિનેત્રીએ જ્યારે પેમેન્ટ માટે વિક્રમ ભટ્ટને ફોન કોલ અને મેસેજ કર્યા તો તેમને કોઇ જવાબ આપ્યો નહીં.

માલવીએ મહેશ ભટ્ટ પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા

માલવીએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે “મેં ગયા વર્ષે કૃષ્ણ ભટ્ટ દ્વારા નિર્દેશિત એક ગીતમાં વિક્રમ ભટ્ટ પ્રોડક્શન્સ સાથે કામ કર્યું હતું. તે સમયે હું સાઉથમાં મારી એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી. તે દરમિયાન વિક્રમે તેના પ્રોડક્શન સાથેના ગીત ‘બરબાદ કર દિયા’ માટે મારો સંપર્ક કર્યો હતો. ભટ્ટનું નામ ઇન્ડસ્ટ્રીમાં હોવાથી મેં આ માટે મારા વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢ્યો હતો. મેં આ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું અને શૂટિંગ પછી મેં પેમેન્ટ માટે તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેઓએ જવાબ આપવાનું બંધ કરી દીધું હતું.

સાઉથ મૂવી એક્ટ્રેસ વધુમાં કહ્યુ કે, ત્યારબાદ મેં મારું પેમેન્ટ ચૂકવવામાં આનાકાની કરતા રહ્યા. ત્યારબાદ તે પેમેન્ટ માંગવાનું બંધ કર દીધું. થોડાક સમય બાદ વીનસ કંપનીએ મારો સંપર્ક કર્યો અને જણાવ્યું કે, તેઓ ગીત રિલિઝ કરી રહ્યા છે. તેમણે મને આ ગીત પ્રમોટ કરવા માટે કહ્યું હતું. ત્યારબાદ મે તેમને મારા પેમેન્ટ માટે પુછ્યું, જો કે દર વખતને જેમ વિક્રમ ભટ્ટ તરફથી કોઇ જવાબ મળ્યો નહીં.

અન્ય કોઇને આવી હેરાનગતિ સહન ન કરવી પડે

માલવીએ આગળ કહ્યું, “જો કે વિક્રમે પાછળથી મારો સંપર્ક કર્યો અને મને તેની આગામી ફિલ્મમાં કામ કરવા કહ્યું, મેં ના પાડી. અહીં વાત મારા સન્માનની હતી. એક કલાકાર ખૂબ મહેનત કરે છે. હું લોકોને જાગૃત કરવા માટે જ આ કહી રહી છું. કારણ કે હું નથી ઈચ્છતી કે બીજા કોઈને પણ આવી સમસ્યાનો સામનો કરવો પડે.”

આ પણ વાંચો | અક્ષય કુમારે ગાયું ‘શંભુ’ સોંગ, મહાશિવરાત્રી પર મચાવશે ધૂમ

તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં મુંબઈના અંધેરી વિસ્તારમાં ટીવી એક્ટ્રેસ માલવી મલ્હોત્રા પર જીવલેણ હુમલો થયો હતો. હુમલો કરનાર યુવક અભિનેત્રી પર લગ્ન માટે દબાણ કરતો હતો. ના પાડતાં તેણે આ પગલું ભર્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ