Manish Paul Net Worth : ફેમસ કોમેડિયન અને એક્ટર મનીષ પોલ આજે કરોડોની સંપત્તિનો માલિક, મહિનાની આવક જાણીને હોંશ ઉડી જશે

Manish Paul Birthday : ફેમસ કોમેડિયન એક્ટર મનીષ પોલ આજે 3 ઓગસ્ટના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ તકે ચલો જાણીએ મનીષ પોલની નેટવર્થ અને મહિનામાં તે કેટલી કમાણી કરે છે.

Manish Paul Birthday : ફેમસ કોમેડિયન એક્ટર મનીષ પોલ આજે 3 ઓગસ્ટના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ તકે ચલો જાણીએ મનીષ પોલની નેટવર્થ અને મહિનામાં તે કેટલી કમાણી કરે છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Manish Paul| Manish Paul Birthday| Manish Paul Net worth| Manish Paul Instagram

Manish Paul : મનીષ પોલ બર્થડે

Manish Paul Birthday : ફેમસ કોમેડિયન એક્ટર મનીષ પોલ આજે 3 ઓગસ્ટના રોજ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મનીષ પોલ એક ભારતીય ટેલિવિઝન પ્રસ્તુતકર્તા, એન્કર, મોડેલ, ગાયક, અભિનેતા અને કોમેડિયન પણ છે. તેમનો જન્મ 3 ઓગસ્ટ 1981ના રોજ દિલ્હીમાં પંજાબી ભરવાડ પરિવારમાં થયો હતો. જેઓ સિયાલકોટથી દિલ્હી આવ્યા હતા. મનીષ પોલ એક બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. આરજે અને વીજે તરીકેની કારકિર્દીની શરૂઆત કર્યા પછી તેણે સ્ટેન્ડ-અપ કોમેડી અને હોસ્ટિંગ સાથે અભિનયમાં એક છાપ બનાવી છે.

Advertisment

મનીષ પોલે નચ બલિય, ઇન્ડિયન આઇડલ, ઓવર્ડ શો વગેરે હોસ્ટ કર્યા છે. મનીષ પોલે તાજેતરમાં જ ઓટીટી પર ડેબ્યૂ કર્યું છે. મનીષ પોલે વેબ સીરિઝ 'રફુચક્કર'થી ઓટીટી પર પ્રવેશ કર્યો છે. મનીષ પોલે એમની વેબ સિરીઝ રફુચક્કર માટે વજન વધાર્યુ હતુ. જેનું શૂટિંગ પૂરું થયા પછી એમને દસ કિલો વજન ઘટાડી દીધુ છે. મનીષ પોલના કોચ પ્રવીણ અનુસાર, એમના માટે આ એક મોટો પડકાર હતો કે મનીષે એમની વેબ સિરીઝ રફુચક્કર માટે પહેલા વજન વધાર્યુ હતુ. પછી ત્રણ અઠવાડિયાની અંદર પોતાને બેસ્ટ રોલમાં જોવા ઇચ્છતા હતા. એક કોચના રૂપમાં સૌથી પહેલા ટાઇમ, લક્ષ્ય, કેલરી ઇનટેક અને કેલરી આઉટપુટને ધ્યાનમાં રાખીને પોલની સાથે બેસીને પૂરી રીતે રોડ મેપ સમજાવ્યો હતો. જ્યારે આ વિશે જાણવા મળ્યુ તો લાગ્યુ કે આ સરળ નથી, પરંતુ મનીષ એક વાર જે નક્કી કરે એ કરીને રહે છે જેના કારણે એ બેસ્ટ સાબિત થાય છે.

https://www.instagram.com/p/CtvPGwpopJ7/?hl=en

હવે મનીષ પોલની નેટવર્થની વાત કરીએ તો 2023 સુધીમાં મનીષ પૉલની અંદાજિત નેટવર્થ લગભગ $6 મિલિયન એટલે કે 49 કરોડ છે. મહત્વનું છે કે,મનીષ પોલની કુલ સંપત્તિ દર વર્ષે લગભગ 11%ના દરે ઝડપથી વધી રહી છે.

https://www.instagram.com/p/Cr7bvm-odwm/?hl=en

તે ઘણા સ્રોતોમાંથી પૈસા કમાય છે, પરંતુ તેની આવકનો પ્રાથમિક સ્ત્રોત તેની ટીવી કારકિર્દી છે. મનીષ પોલની માસિક આવક અંદાજે 80 લાખ રૂપિયા છે. તે વિવિધ બ્રાન્ડ્સને એન્ડોર્સ કરીને સારી એવી કમાણી કરે છે. તેની લોકપ્રિયતાને કારણે, દરેક બ્રાન્ડ માલિક ઇચ્છે છે કે તે તેમના ઉત્પાદનોને સમર્થન આપે. મનીષ પોલ વાર્ષિક 8 કરોડથી વધુની કમાણી કરે છે.

Advertisment
સેલિબ્રિટી બર્થ ડે ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities Express Exclusive મનોરંજન ન્યૂઝ