Manmohan Singh Passes away: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું શનિવારે 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ વય સંબંધિત બીમારીઓથી પીડાતા હતા અને 26 ડિસેમ્બરે રાત્રે લગભગ 8 વાગ્યે તેમને ઇમરજન્સીમાં દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ભારતના 14માં વડાપ્રધાન હતા, જેમને દેશના આર્થિક સુધારાના ઘડવૈયા તરીકે જોવામાં આવે છે.
મનમોહન સિંહે 22 મે, 2004ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને તેમનો કાર્યકાળ 3656 દિવસ સુધી ચાલ્યો હતો. તેમનો કાર્યકાળ 26 મે 2014ના રોજ પૂરો થયો હતો. મનમોહન સિંહનું સરકારી સેવામાં લાંબી અને ઝળહળતી કારકિર્દી રહી હતી. તેમણે ઈન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન 1971માં વિદેશ વ્યાપાર મંત્રાલયના આર્થિક સલાહકાર તરીકે શરૂઆત કરી હતી. ત્યાર બાદ 1972માં તેમને નાણાં મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, આ પદ પર તેઓ 1976 સુધી રહ્યા હતા.
મનમોહન સિંહની રાજકીય કારકિર્દીને મોટા પડદે પણ લાવવામાં આવી હતી. વર્ષ 2019માં મનમોહન સિંહની બાયોપિક આવી હતી, જેમાં અનુપમ ખેરે તેમનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મનું નામ હતું The Accidental Prime Minister (ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર). અને તેમાં અક્ષય ખન્નાનો રોલ પણ ખૂબ મહત્વનો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન વિજય રત્નાકર ગુટ્ટેએ કર્યું હતું.
ટ્રેલર લોન્ચ પર થયો હતો વિવાદ
આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થતા જ તેને લઈને ઘણો વિવાદ થયો હતો. ટ્રેલર લોન્ચ બાદ કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને પુત્ર રાહુલ ગાંધીની ભૂમિકા સામે વિરોધ પક્ષે વાંધો ઉઠાવતાં આ ફિલ્મ વિવાદોમાં સપડાઇ હતી. ગુગલ અને યૂટ્યૂબ પરથી ટ્રેલર હટાવવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ દિલ્હી હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી.
આ પણ વાંચો – પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ?
અભિનેતાઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી
આ ફિલ્મ જ્યારે મોટા પડદા પર આવી ત્યારે મનમોહન સિંહનું પાત્ર ભજવનાર અનુપમ ખેર અને ફિલ્મ “ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર” સાથે સંકળાયેલા અન્ય લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ ફિલ્મમાં ઘણી જાહેર હસ્તીઓની મજાક ઉડાવવામાં આવી છે.
ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વિશે વધુ જાણો
c
આ ફિલ્મમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું પાત્ર ભજવતા અનુપમ ખેર ઉપરાંત ફરિયાદમાં સામેલ અન્ય લોકોમાં અક્ષય ખન્ના પણ સામેલ હતો. જેને જાણીતા પત્રકાર સંજય બારુની ભૂમિકા નિભાવી હતી. તેઓ પૂર્વ વડા પ્રધાનના મીડિયા સલાહકાર પણ હતા.