/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/Manoj-bajpayee.jpg)
બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયી
બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયી પોતાની શાનદાર એકટિંગ માટે જાણીતા છે. હાલ તેઓ પોતાની ફિલ્મ સિર્ફ એક બંદા કાફીને લઇને ચર્ચામાં છે. મનોજ બાજપેયી સ્ટારર ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ' 23મી મેના રોજ ZEE5 પર રિલીઝ થઈ છે. આ એક કોર્ટરૂમ ડ્રામા છે જે આસારામ બાપુ સામે 2013ના રેપ કેસ પર આધારિત છે. મનોજ બાજપેયી આ ફિલ્મમાં આસારામ બાપુ સામે કેસ લડી રહેલા વકીલ પીસી સોલંકીના રોલમાં છે. મનોજ બાજપેયીએ હાલમાં જ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરી હતી.
indianexpress.com સાથેની એક્સક્લુઝિવ ચેટમાં મનોજ બાજપેયીએ મુંબઈમાં તેમના સંઘર્ષના દિવસોને યાદ કર્યા હતા અને દિલ્હીમાં તેમના થિયેટર દિવસો સાથે સરખામણી કરી. મનોજ બાજપેયીએ કહ્યું કે, તેણે 10 વર્ષ સુધી નાટકો કર્યા અને તેની પાસે ખાવા માટે પણ પૂરતા પૈસા ન હતા. "જો કે અમને ક્યારેય તેનાથી પરેશાની ન હતી કારણ કે અમે બધા સાથે રહેતા હતા અને દરરોજ 5-6 કિમી ચાલીને જતા હતા, પરંતુ અમે ખુશ હતા કારણ કે પર્ફોર્મ કરી રહ્યા હતા. એકવાર હું મુંબઈમાં હતો, ત્યારે થિયેટરની ગેરહાજરી મને અસર કરતી હતી,”
મનોજ બાજપેયીએ વધુમાં કહ્યું કે, એક્ટિંગ ન કરી શકવા માટે નાખુશ હોવા ઉપરાંત "આર્થિક અને શારીરિક સમસ્યાઓનો મોટો જથ્થો હતો." તેની તબિયત સારી ન હતી અને તેના કારણે તેને માનસિક રીતે પણ અસર થઈ હતી. આ સાથે મનોજ બાજપેયીએ કહ્યું કે, ઓડિશનની કતારોમાં પણ ઘણા લોકો ઉભા હતા અને આસિસટન્ટ અમારી સાથે દુર્વ્યવહાર કરી રહ્યો હતો. મેં થિયેટરમાં કામ કર્યું છે, બેન્ડિટ ક્વીનનો હિસ્સો રહ્યો છું અને અહીંયા એક યુવક મારી સાથે આવું વર્તન કરી રહ્યો છે. ત્યારે મને અહેસાસ થયો કે હું કદાચ એક ભ્રમમાં હતો કે હું એક સારો અભિનેતા છું. મને કામ પણ મળતું નહોતું અને નક્કી કર્યું કે જો આવતા અઠવાડિયે કંઈ નહીં આવે તો હું પાછો જઈશ. આ મારા માટે નથી."
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/manoj-bajpayee-bandit-queen-759.jpg)
આ ઉપરાંત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતાએ જે પ્રકારનો સંઘર્ષ કર્યો છે તે વિશે શેર કર્યું કે, લોકો તેના દેખાવ પર પણ ટિપ્પણી કરતા હતા, કેટલીકવાર તો મોઢા પર બોલી દેતા હતા. જો કે આ સારું હતું કે બોલી દેતા હતા કારણ કે તેનાથી મને મોટો સ્ટાર બનવાની મોટી આશાઓ ન રાખવા મદદ મળી. લોકો કોમેન્ટ કરશે કે તમે ન તો હીરો જેવા લાગો છો કે ન તો વિલન. તેથી તેઓ હંમેશા મને ખલનાયકની સાઈડકિક તરીકે રાખશે, હીરોના મિત્ર પણ નહીં,” તેણે શેર કર્યું.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/manoj-bajpayee-rajneeti.jpeg)
સફળતા હાંસલ કર્યા પછી પણ, અભિનેતાએ કહ્યું કે તેણે પીઆર અથવા મેનેજરની ભરતી કરતા પહેલા લાંબો સમય લીધો હતો, જેમ કે એક પ્રથા છે. “મારી પાસે ક્યારેય પ્રચારક નહતો. એક મહિલા હતી જે મીડિયામાં મારું પ્રતિનિધિત્વ કરવા માટે આતુર હતી, અને આખરે મેં સ્વીકાર કર્યો. પછી એક મિત્રએ મને મારા માટે ડિજિટલ PR લેવાનું સૂચન કર્યું, અને કહ્યું કે તેઓ તેના માટે ચૂકવણી કરશે. તેઓએ ખરેખર બે મહિના માટે ચૂકવણી કરી હતી. મારે તમને આ કહેવું જ જોઇએ કે જે પણ મારા માટે કામ કરે છે તેના માટે મુશ્કેલ સમય હોય છે કારણ કે મારી અપેક્ષાઓ ખરેખર ઘણી વધારે છે. તેઓ ખરેખર મારાથી પરેશાન છે. જુઓ, ઘણા વર્ષોથી મેં મારી ફિલ્મોનું માર્કેટિંગ જાતે જ કર્યું છે. ભોસલે હોય, ગલી ગુલિયાં હોય કે અલીગઢ હોય, મેં PR કર્યું. હું જાણું છું કે તે કેવી રીતે કરવું અને બજારમાં શું જવાની જરૂર છે. આ યુવાનો હંમેશા પોતાની યોજનાઓ બદલતા રહે છે. મારી પાસે ઘણા વર્ષોથી ટીમ કે સહાયક પણ નહોતા કારણ કે સ્વતંત્ર ફિલ્મો આટલો ખર્ચ સહન કરી શકતી નથી,”.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us