/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Anant-Ambani-Radhika-Merchant-Pre-wedding-celebrations-in-jamnagar-gujarati-news.jpg)
અનંત અંબાણીની મોંઘીદાટ ઘડિયાળ પર ફેસબુક માલિકની પત્ની મોહી ગઇ, જુઓ વીડિયો
Anant Ambani Radhika Merchant Wedding : જામનગર ખાતે ત્રણ દિવસ 1થી 3 માર્ચ ધામધૂમ હતી. જામનગરમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ (Anant Ambani Pre Wedding) સેરેમની યોજાઇ હતી. જેમાં એકથી એક દિગ્ગજ હસ્તીઓ હાજર રહી હતી. અનંત સાથે વાત કરતી વખતે અચાનક ઝુકરબર્ગની પત્નીની નજર અનંત અંબાણીની ઘડિયાળ પર પડી અને તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. આવો, જાણીએ એ ક્ષણમાં શું થયું, જેને જોઈને પ્રિસલા ચકિત થઇ ગઈ.
હાલમાં એક વીડિયોએ સોશિયલ મીડિયા પર વેગ પકડ્યો છે. આ વીડિયોમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ અનંત અંબાણીની ઘડિયાળ જોઈ રહ્યા છે. વીડિયો જોઈને લાગી રહ્યું છે કે અનંતની ઘડિયાળથી તે ખૂબ જ પ્રભાવિત થયા છે. માત્ર ઝુકરબર્ગ જ નહીં પરંતુ તેની પત્ની પ્રિસિલા ચાન પણ આ ઘડિયાળને ધ્યાનથી જોઈ રહી હતી.
અનંત અંબાણીની જે ઘડિયાળ જોઈને પ્રિસલાને આશ્ચર્ય થયું તે ‘પાટેક ફિલિપ’ની ‘ગ્રાન્ડમાસ્ટર ચાઈમ’ ઘડિયાળ છે. આ કાંડા ઘડિયાળની કિંમત 14 થી 18 કરોડ રૂપિયા છે. ઈન્ડિયન હોરોલોજીના ઈન્સ્ટાગ્રામ પેજ મુજબ, આ કાંડા ઘડિયાળમાં રિવર્સિબલ કેસ, ઈન્ડિપેન્ડન્ટ ડાયલ અને છ પેટન્ટેડ ઈનોવેશન જેવી ઘણી સુવિધાઓ છે. રિપોર્ટ અનુસાર, આ સ્પેશિયલ એડિશન ઘડિયાળ કિંમતી હીરા અને પન્નાથી જડેલી છે.
અનંત અંબાણીના આ ઘડિયાળને લઈને પ્રિસલા ચોંકી જાય છે અને પછી તેની સાથે જોડાયેલી માહિતી માંગે છે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને યુઝર્સ ઘણા મીમ્સ પણ બનાવી રહ્યા છે. તો ઘણા યૂઝર્સ ઝુકરબર્ગની મજાક ઉડાવતા એવી કોમેન્ટ કરી હતી કે, તે અંબાણી સામે ગરીબ મહેસૂસ કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us