પ્રિયંકા ચોપરાની બહેન મીરા ચોપરા જયુપરમાં રોયલ વેડિંગ કરશે, જાણો મહેંદી થી લઈ રિસેપ્શન સુધીની તમામ વિગત

Meera Chopra Wedding Card : પ્રિયંકા-પરિણીતી ચોપરાની પિતરાઈ બહેન અને અભિનેત્રી મીરા ચોપરા તેના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં અભિનેત્રીનું વેડિંગ કાર્ડ વાયરલ થયું છે, જેમાં તેની મહેંદી, હલ્દી થી લઈ રિસેપ્શન સુધીની તમામ વિગતો આપવામાં આવી છે.

Meera Chopra Wedding Card : પ્રિયંકા-પરિણીતી ચોપરાની પિતરાઈ બહેન અને અભિનેત્રી મીરા ચોપરા તેના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં અભિનેત્રીનું વેડિંગ કાર્ડ વાયરલ થયું છે, જેમાં તેની મહેંદી, હલ્દી થી લઈ રિસેપ્શન સુધીની તમામ વિગતો આપવામાં આવી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
meera chopra wedding | meera chopra photo | meera chopra | priyanka chopra cousin meera chopra wedding | bollywood actress meera chopra

મીરા ચોપરા બોલીવુડ અભિનેત્રી અને પ્રિયંકા ચોપરાની કઝિન છે. (Photo - @meerachopra)

Meera Chopra Wedding Card : પ્રિયંકા ચોપરાની વધુ એક કઝિન લગ્ન કરવા જઇ રહી છે. એક્ટ્રેસ મીરા ચોપરા ફરી એકવાર તેના લગ્નને લઇ ચર્ચામાં છે. હાલ સોશિયલ મીડિયામાં મીરા ચોપરાનું વેડિંગ કાર્ડ વાયરલ થયું છે. આ વેડિંગ કાર્ડમાં હલ્દીથી લઇ લગ્નના તમામ કાર્યક્રમની વિગત આપવામાં આવી છે. હાલ અભિનેત્રીના લગ્નને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે. તમને જણાવી દઇયે કે, પ્રિયંકા ચોપરાની કઝિન પરિણીતી ચોપરાએ 2023માં આપ પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સાત ફેરા લીધા હતા.

Advertisment

મીરા ચોપરાનું વેડિંગ કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ

મીરા ચોપરાના લગ્નનું કાર્ડ ઇન્સ્ટન્ટ બોલિવૂડના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યું છે. હવે આ લગ્નની વિગત સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ અભિનેત્રીના લગ્નને લઈને ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે.

આ વેડિંગ કાર્ડમાં માહિતી આપવામાં આવી છે કે અભિનેત્રી રક્ષિત કેજરીવાલ સાથે રાજસ્થાનના જયપુરમાં સાત ફેરા લેશે. મીડિયા રિપોર્ટ મુજબ રક્ષિત કેજરીવાલ એક બિઝનેસમેન છે. તેમના લગ્નનું કાર્ડ પરંપરાગત રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેમાં હલ્દ - મહેંદી અને તેની રિસેપ્શન વિશે પણ માહિતી આપવામાં આવી છે.

Advertisment

મીરા ચોપરા રક્ષિત સાથે 12 માર્ચે લગ્ન કરશે

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વેડિંગ કાર્ડ અનુસાર મીરા ચોપરાના લગ્નની વિધિઓ 11 માર્ચથી શરૂ થશે. આ દિવસે બુઅના વિસ્તામાં મહેંદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પછી સંગીત સેરેમની અને કોકટેલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. તો મીરા ચોપરાની હલ્દીનો કાર્યક્રમ 12 માર્ચે થશે. ત્યારબાદ તે જ દિવસે સાંજે 4.30 વાગ્યે લગ્ન થશે. તેમજ તે જ દિવસની સાંજે રાત્રે કલાકે રિસેપ્શન રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચો | ઈશા અંબાણીએ ભાઇ અનંત-રાધિકાના વેડિંગમાં હીરા અને સોનાથી સજ્જ બ્લાઉઝ પહોંચ્યો, જુઓ વીડિયો

મીરા ચોપરાનું ફિલ્મ કરિયર

જો લગ્ન ઉપરાંત મીરા ચોપરાના પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરીએ, તો તે તેની પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા જેમ અભિનેત્રી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત 2016માં ફિલ્મ 1920 લંડન થી કરી હતી. આ ફિલ્મમાં તેની સામે શરમન જોશી હતો. મીરા એ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ગેંગ ઓફ ઘોસ્ટ, સેક્શન 375 જેવી ફિલ્મોના નામ સામેલ છે. તેમજ ગયા વર્ષે અભિનેત્રી ફિલ્મ સફેદ માં જોવા મળી હતી. આ મૂવી OTT પર રિલીઝ કરવામાં આવી હતી.

celebrities પરિણીતી ચોપરા મનોરંજન ન્યૂઝ