Film on Meghalaya Murder Case | મેઘાલય મર્ડર પર મુવી બનશે, પરિવાર ફિલ્મમાં ભેળસેળ નથી ઈચ્છતો

મેઘાલય હનીમૂન મર્ડર કેસ પર ફિલ્મ | રાજા રઘુવંશી (Raja Raghuvanshi) ના મર્ડર બાદ તેની પત્ની સોનમ અને તેના શંકાસ્પદ પ્રેમીની ધરપકડ બાદ, રઘુવંશી પરિવારના સભ્યો આ હત્યા પર આધારિત ફિલ્મ બનાવવા માટે સંમત થયા છે જેણે દેશભરમાં હલચલ મચાવી દીધી છે.

Written by shivani chauhan
July 30, 2025 15:19 IST
Film on Meghalaya Murder Case | મેઘાલય મર્ડર પર મુવી બનશે, પરિવાર ફિલ્મમાં ભેળસેળ નથી ઈચ્છતો
Meghalaya murder movie

Film on Meghalaya Crime Story | મેઘાલયમાં હનીમૂન! આ ઘટનાએ ભારતીય પુરુષોને હચમચાવી નાખ્યા હતા. જે રીતે રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી, તેનાથી દરેક જગ્યાએ ખળભળાટ મચી ગયો હતો. ઇન્દોરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિ રાજા રઘુવંશી (Raja Raghuvanshi) ની નિર્દયતાથી હત્યા કરાયેલી કરુણતા હવે મોટા પડદે આકાર લઈ રહી છે.

રાજા રઘુવંશી (Raja Raghuvanshi) ના મર્ડર બાદ તેની પત્ની સોનમ અને તેના શંકાસ્પદ પ્રેમીની ધરપકડ બાદ, રઘુવંશી પરિવારના સભ્યો આ હત્યા પર આધારિત ફિલ્મ બનાવવા માટે સંમત થયા છે જેણે દેશભરમાં હલચલ મચાવી દીધી છે.

હનીમૂન ઇન શિલોંગ મુવી (Honeymoon in Shillong Movie)

દિગ્દર્શક એસપી નિમ્બાવત આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે, જેનું નામ “હનીમૂન ઇન શિલોંગ” હોવાની શક્યતા છે. રાજા રઘુવંશીના મોટા ભાઈ સચિને મીડિયાને જણાવ્યું હતું કે, “અમે ઇચ્છીએ છીએ કે આ ઘટના પર એક ફિલ્મ બને. જો આપણે મારા ભાઈની હત્યાની સાચી સ્ટોરી નહીં કહીએ, તો લોકોને ખબર નહીં પડે કે કોણ સાચું છે અને કોણ ખોટું.” બીજા ભાઈ, બિપિન રઘુવંશીએ કહ્યું, “અમે ઇચ્છીએ છીએ કે આ ફિલ્મ મેઘાલયનું સાચું ચિત્ર રજૂ કરે, કારણ કે આ ઘટના વિશે ઘણી ગેરમાન્યતાઓ છે.”

મેઘાલયમાં મર્ડર થયેલ ઘટના પર દિગ્દર્શક નિમ્બાવતે જણાવ્યું હતું કે ફિલ્મની સ્ક્રિપ્ટ પહેલેથી જ લખાઈ ગઈ છે અને 80 ટકા શૂટિંગ ઈન્દોરમાં અને બાકીનું 20 ટકા શૂટિંગ મેઘાલયના વિવિધ સ્થળોએ કરવામાં આવશે. જોકે કલાકારોના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. તેમણે કહ્યું, “આ ફિલ્મ ફક્ત ગુનાનું પુનર્નિર્માણ નથી, પરંતુ સમાજમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની આવી ઘટનાઓને રોકવા માટે એક મજબૂત સંદેશ આપશે.”

Saiyaara Cast First Choice | સૈયરામાં અહાન પાંડે અને અનિત પડ્ડાને બદલે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હોત?

મેઘાલય મર્ડર (Meghalaya Murder)

જાણવા મળ્યું છે કે રાજા રઘુવંશી ગયા વર્ષે મે મહિનામાં તેની પત્ની સોનમ સાથે હનીમૂન માટે મેઘાલય ગયા હતા. ત્યારબાદ તેઓ ગુમ થઈ ગયા હતા અને 2 જૂનના રોજ પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા (ચેરાપુંજી) વિસ્તારમાં એક ઊંડા ખાડામાંથી તેમનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો. તપાસમાં સનસનાટીભર્યા માહિતી બહાર આવી હતી, જેના આધારે રાજાની પત્ની સોનમ અને તેના પ્રેમી રાજ કુશવાહ સહિત કુલ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. એમ કહી શકાય કે આ વાસ્તવિક ઘટના પર આધારિત બની રહેલી ફિલ્મ દર્શકોના મન પર ઊંડી અસર કરશે.

મીડિયા રિપોર્ટ અનુસાર આમિર ખાન આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. જોકે, તેણે આ વિશે કોઈ સ્પષ્ટ સંદેશ આપ્યો નથી. જો તમે જોશો તો આ ફિલ્મ વિશે વિવિધ વાતો ફેલાઈ છે. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું છે કે આને લઈને અક્ષય કુમાર અને આમિર ખાન વચ્ચે હરીફાઈ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ