Metro In Dino Movie Screening | મેટ્રો ઇન દીનો (Metro in Dino) રિલીઝ માટે તૈયાર છે. આ મુવી આજે 4 જુલાઈ એ રિલીઝ થાય છે, મુવી રિલઝિ પહેલાફિલ્મનું સ્ક્રીનિંગ યોજાયું હતું, જેમાં ઘણી ફિલ્મી હસ્તીઓ પણ હાજર રહી હતી. ફિલ્મની હિરોઈન સારા અલી ખાન (Sara Ali Khan) તેના ભાઈ અને અભિનેતા ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan) સાથે સ્ક્રીનિંગમાં પહોંચી હતી. મુખ્ય અભિનેતા આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur) ફાતિમા સના શેખ સાથે એન્ટ્રી કરી હતી.
મેટ્રો ઇન દીનો મુવી સ્ક્રીનિંગ સારા અલી ખાન (Metro In Dino Movie Screening Sara Ali Khan)
મેટ્રો ઇન દિનો’માં સારા અલી ખાન મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. મુવી સ્ક્રીનિંગમાં તેનો ભાઈ ઇબ્રાહિમ અલી ખાન પણ સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો. બંને ભાઈ-બહેનોએ સાથે પ્રવેશ કર્યો અને પાપારાઝી માટે ખૂબ પોઝ આપ્યા. સારા સફેદ રંગના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
Rakul પ્રીત સિંહ જેકી ભગનાની (Rakul Preet Singh Jackky Bhagnani)
મેટ્રો ઇન દીનો ના મુવી સ્ક્રીનિંગમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પણ તેના પતિ જેકી ભગનાની સાથે સ્ક્રીનિંગમાં હાજર રહી હતી. રકુલ વાદળી રંગના ઓફ-શોલ્ડર ડ્રેસમાં જોવા મળી હતી. આ કપલે સુંદર પોઝ આપ્યા હતા.
પંકજ ત્રિપાઠી પણ પરિવાર સાથે હાજર
અભિનેતા પંકજ ત્રિપાઠી પણ તેમના પરિવાર સાથે ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજર રહ્યા હતા. અભિનેતાની પત્ની અને પુત્રીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
આદિત્ય રોય કપૂર અને ફાતિમા સના શેખ (Aditya Roy Kapur and Fatima Sana Shaikh)
મુખ્ય અભિનેતા આદિત્ય રોય કપૂર અભિનેત્રી ફાતિમા સના શેખ સાથે ફિલ્મના સ્ક્રીનિંગમાં પહોંચ્યા. બંનેએ સાથે પોઝ આપ્યો. ફાતિમા લાલ રંગના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
મેટ્રો ઇન દીનો કાસ્ટ (Metro in Dino Cast)
મેટ્રો ઇન દીનો મુવી અનુરાગ બાસુ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ છે જેમાં સારા અલી ખાન, આદિત્ય રોય કપૂર અને ફાતિમા ઉપરાંત, આ ફિલ્મમાં કોંકણા સેન શર્મા, અનુપમ ખેર, નીના ગુપ્તા, પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ પણ છે. આ એક મ્યુઝિકલ રોમેન્ટિક લવ સ્ટોરી ફિલ્મ છે.