Mirzapur 3 Review : મિર્ઝાપુર 3 (Mirzapur 3) ના ચાહકો લાંબા સમયથી રાહત હોઈ રહ્યા હતા તે વેબ સિરીઝ 5 જુલાઈ 2024 ના રોજ આજે ગુરુવારે એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઇ ગઈ છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, વિજય વર્મા અને ઘણા કલાકરો અભિનીત મિર્ઝાપુરમાં શું છે ખાસ? અગાઉની 2 સીઝનમાં દરેક વ્યક્તિ મુન્ના ભૈયા સાથે શું થયું તે જાણવા અને કાલીન ભૈયા અને ગુડ્ડુ ભૈયા વચ્ચેના યુદ્ધને જોવા માંગતા હતા. હવે ત્રીજી સીઝન ઓનલાઈન સ્ટ્રીમ થઈ ગઈ છે ત્યારે ઓડિયન્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.
મિર્ઝાપુર 3 રીવ્યુ (Mirzapur 3 Review)
પાવર, પોલિટિક્સ અને હિંસાથી ભરપૂર ક્રાઇમ થ્રિલર સિરીઝની શરૂઆત ખુબજ જોરદાર છે. વેબ સિરીઝના ટોટલ 10 એપિસોડ છે જેમાં 9 એપિસોડમાં ક્યાંક કંટાળો આવી શકે છે પરંતુ 10 મો એપિસોડ ગજબ છે જે તમને મિર્ઝાપુર સીઝનની ચોથી સીઝનની રાહ જોતા કરી દેશે. જો કે નિરાશાની વાત એ છે કે, મેઈન કેરેટરથી ફોક્સ આ સીઝનમાં હટેલું દેખાઈ છે જે ઓડિયન્સને ડાયવર્ટ શકે છે. જો કે સ્ટાર કાસ્ટ જોરદાર છે, સ્ટોરી પ્લોટ ગજબ છે. ખુરશી માટેની લડાઈનું યુદ્ધ હિંસામાં કન્વર્ટ થાય છે. જો જે મુન્ના ભાઈનું કેરેક્ટર ઓડિયન્સ ખુબજ મિસ કરી શકે છે.
ટ્વીટર પર નેટીઝન્સએ મિર્ઝાપુર 3 ના રીવ્યુ શેર કરી રહ્યાં છે. જેમાં કેટલાક સિરીઝના વખાણ કરી રહ્યા છે ત્યારે કેટલાક ચાહકો બિલકુલ ખુશ નથી. ચાહકો સિઝન ત્રીજીની અગાઉની સિરીઝ સાથે સરખામણી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તે મિર્ઝાપુર 1 અને 2 ની બરાબર નથી. મિર્ઝાપુર 3 નો પ્રથમ એપિસોડ બતાવે છે કે મુન્નાભાઈ હવે નથી રહ્યા. આમ, ચાહકો પણ તેનાથી નારાજ થયા છે. ઘણા લોકોએ જણાવ્યું હતું કે દિવ્યેન્દુ શર્મા દ્વારા ભજવવામાં આવેલ મુન્નાઈભાઈ મિર્ઝાપુરમાં જીવ લાવતા હતા અને તે નવી સિરીઝમાં ખરેખર નથી. અલી ફઝલ ઉર્ફે ગુડ્ડુ અને શ્વેતા ત્રિપાઠી ઉર્ફે ગોલુ વચ્ચેના બોન્ડથી પણ ઘણાને આશ્ચર્ય થાય છે.
આ પણ વાંચો: Anant Radhika Wedding : સંગીત સેરેમનીમાં જસ્ટિન બીબરને આમંત્રણ, સંગીતમાં રાધિકા મર્ચન્ટનો જાંબલી લહેંગામાં અદભુત લુક!
મિર્ઝાપુર સીઝન 3 સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે કારણ કે ચાહકો તેમની રીવ્યુનો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. જો કે, એવું લાગે છે કે લેટેસ્ટ સીઝન ચાહકોને ખૂબ પ્રભાવિત કરી શકી નથી. ખાસ કરીને, પ્રથમ બે સિરીઝ રોમાંચ અને ડ્રામા પર વધુ હોવાને કારણે ઘણી અપેક્ષાઓ હતી