મિર્ઝાપુર સીઝનનું પંચાયત સિરીઝ સાથે છે ખાસ કનેકશન? અલી ફઝલએ કહ્યું..

મિર્ઝાપુરમાં ગુડ્ડુ પંડિતની ભૂમિકા ભજવતા અલી ફઝલે મિર્ઝાપુર સિઝન 3 ને પંચાયતની નવી સિઝન સાથે કનેક્ટ કરી તેના શોની આગામી રિલીઝ વિશે કેટલાક સંકેતો આપ્યા હતા.

મિર્ઝાપુરમાં ગુડ્ડુ પંડિતની ભૂમિકા ભજવતા અલી ફઝલે મિર્ઝાપુર સિઝન 3 ને પંચાયતની નવી સિઝન સાથે કનેક્ટ કરી તેના શોની આગામી રિલીઝ વિશે કેટલાક સંકેતો આપ્યા હતા.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Ali Fazal and Panchayat

મિર્ઝાપુર સીઝનનું પંચાયત સિરીઝ સાથે છે ખાસ કનેકશન? અલી ફઝલએ કહ્યું

પંચાયત (Panchayat) ની સિઝન 3 ઘણી રાહ જોયા પછી 28 મે, 2024 એ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી છે. હવે ચાહકો મિર્ઝાપુર (Mirzapur) સિઝન 3 સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં, મિર્ઝાપુરમાં ગુડ્ડુ પંડિતની ભૂમિકા ભજવતા અલી ફઝલે મિર્ઝાપુર સિઝન 3 ને પંચાયતની નવી સિઝન સાથે કનેક્ટ કરી તેના શોની આગામી રિલીઝ વિશે કેટલાક સંકેતો આપ્યા હતા.

Advertisment

એક ચાહકે અલીને ટેગ કરીને પૂછ્યું કે શું તેણે પંચાયત 3 ન જોવી જોઈએ કારણ કે તે મિર્ઝાપુર સિઝન 3ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. ચાહકે લખ્યું કે, “પંચાયત નહીં દેખુંગા તો ચલેગા ક્યા (હું પંચાયત 3 ન જોઉં તો ચાલશે)? વાસ્તવમાં મિર્ઝાપુરની રાહ જોઈ રહ્યો છું @alifazal9. પ્રશંસકને જવાબ આપતા અલીએ લખ્યું કે, “પંચાયત જુઓ, તેમાં મિર્ઝાપુર સીઝન 3 #msw3 @PrimeVideoIN નું રહસ્ય છુપાયેલુ છે.”

mirzapur
મિર્ઝાપુર સીઝનનું પંચાયત સિરીઝ સાથે છે ખાસ કનેકશન? અલી ફઝલએ કહ્યું

આ પણ વાંચો: Paresh Rawal Birthday : દિગ્ગજ કલાકાર પરેશ રાવલ 69 મો જન્મદિવસ, આગામી ફિલ્મની કરી જાહેરાત

Advertisment

અગાઉ એમેઝોન પ્રાઇમ વિડિયો પર મિર્ઝાપુર સીઝન 3ના કેટલાક નવા ફૂટેજ રિલીઝ થઈ છે. વીડિયોમાં પંકજ ત્રિપાઠીના કાલીન ભૈયા પૂછે છે, “ભૂલ તો નહીં ગયે હમેં? (શું તમે અમને ભૂલી ગયા?)” તેમાં અલી ફઝલ, રસિકા દુગલ, વિજય વર્મા, શ્વેતા ત્રિપાઠી અને ઈશા તલવારને પણ છે. મિર્ઝાપુરનું પ્રથમ પ્રીમિયર 2018માં રિલીઝ થયું હતું, ત્યારબાદ બીજી સિઝન 2020માં આવી હતી. ત્રીજી સિઝન હવે ટૂંક સમયમાં લોન્ચ થશે.

આ પણ વાંચો: Pankaj Kapoor Birthday : ભારતીય સિનેમાના પીઢ અભિનેતા પંકજ કપૂરનો જન્મદિવસ, એક્ટરની કેટલીક જાણી અજાણી વાતો

પંચાયત ગામડાનું જીવન એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટના પર્સપેકટીવ દ્વારા રજૂ કરે છે જે નોકરીના ઓછા ચાન્સીસને કારણે પંચાયત સચિવની ભૂમિકા નિભાવે છે. સીઝન 3 28 મેના રોજ રીલિઝ થઈ હતી. તેમાં નીના ગુપ્તા, રઘુબીર યાદવ, જિતેન્દ્ર કુમાર, ચંદન રોય અને ફૈઝલ મલિક મુખ્ય ભૂમિકામાં છે

celebrities મનોરંજન ન્યૂઝ