/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/mirzapur-3-.jpg)
મિર્ઝાપુર 3નું ટીઝર સામે આવ્યું (ફોટો ક્રેડિટ ઇન્ડિયન એક્સપ્રેસ)
Mirzapur 3 : બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીની 'મિર્ઝાપુર' સીઝિન ખુબ હિટ ગઇ છે. 'મિર્ઝાપુર'ના બંને ભાગ સુપરહિટ સાબિત થયા છે. ત્યારે હવે ચાહકો તેના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે એમેઝેન પ્રાઇમ વીડિયોએ 'મિર્ઝાપુર 3'ની પ્રથમ ઝલક બતાવી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/mirzapur-3.jpg)
ગઇકાલે 19 માર્ચે મુંબઇ ખાતે #AreYouReady ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રાઇમ વીડિયોએ ફિલ્મો અને સીરિઝનું એલાન કર્યું હતું. જેમાં મિર્ઝાપુર, પંચાયત 3, પાતાલ લોક 2 સામેલ છે.
પ્રાઇમ વીડિયોએ આ ઇવેન્ટમાં 'મિર્ઝાપુર 3'નું પહેલું ફૂટેજ રિલીઝ કર્યું હતું. જેમાં કાલિન ભૈયા અને ગુડ્ડુ ભૈયા જોઇ શકાય છે. વીડિયોમાં કાલિન ભૈયાનું પાત્ર નિભાવનાર પંકજ ત્રિપાઠી કોઇ શાંત જગ્યાએ ઉભા હોય છે અને કહે છે કે, તમે અમને ભૂલી નથી ગયા? આ ટચુકડા વીડિયોથી એવું અનુમાન નીકળે છે કે, 'મિર્ઝાપુર સીઝન 3' જોરદાર હશે.
'મિર્ઝાપુર 2'ના અંત સુધીમાં ચાહકોએ જોયું કે સત્તા માટેની આ લડાઈ ઉગ્ર બની ગઈ છે. કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી)ના એકમાત્ર પુત્ર 'મુન્ના ભૈયા' (દિવ્યેન્દુ શર્મા)ની ગુડ્ડુ ભૈયાએ હત્યા કરી હતી. હવે ફરી એકવાર નવી સિઝનમાં મેકર્સ આ સ્ટોરીને નવેસરથી લાવવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો : Katrina’s Beauty Secret : કેટરિના કૈફે સુંદર ત્વચા માટે પીવે છે આ ડ્રિન્ક, જાણો રેસિપી
પ્રાઇમ વીડિયોની આ ઘોષણાએ લોકોમાં ઉત્સુકતા લાવી દીધી છે. તે આ વર્ષે અલગ અલગ સીરિઝ અને ફિલ્મો સાથે લોકોનું ભરપૂર મનોરંજન કરશે તેવું લાગી રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us