મિસ વર્લ્ડ 2025 (Miss World 2025) નું આયોજન આ વખતે હૈદરાબાદમાં કરવામાં આવી રહ્યું છે. ત્યારે તાજતેરમાં મિસ ઇંગ્લેન્ડ મિલા મેગી હૈદરાબાદમાં આયોજિત સ્પર્ધા છોડીને ચાલી ગઈ છે. તેમણે મિસ વર્લ્ડના આયોજકો પર ગંભીર આરોપો લગાવ્યા છે. મિસ ઇંગ્લેન્ડ મિલા મેગીએ શું કહ્યું જાણો
મિસ ઇંગ્લેન્ડ મિલા મેગી હૈદરાબાદમાં આયોજિત સ્પર્ધા છોડીને ચાલી ગઈ છે. તેમણે મિસ વર્લ્ડના આયોજકો પર ગંભીર આરોપો લગાવ્યા છે. મેગીએ કહ્યું કે તેના પર મિસ વર્લ્ડના ફાઇનાન્સર્સ સાથે સંબંધો સ્થાપિત કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
મિસ ઇંગ્લેન્ડ મિલા મેગી સ્પર્ધા કેમ છોડી?
મિસ ઇંગ્લેન્ડ મિલા મેગી 7 મેએ હૈદરાબાદ આવી અને 16 મેએ તે પ્રોગ્રામની વચ્ચેથી છોડીને જ જતી રહી હતી. ત્યાં જઈને તેણે ઇન્ટરવ્યૂ આપ્યું ત્યારે મિલા મેગીએ કહ્યું, ‘પેજન્ટમાં મોટી ઉંમરના લોકો સાથે સમય વિતાવવા અને સંપર્ક વધારવાનું કહ્યું હતું, કારણ કે તેઓ શોમાં ફાઇનાન્શિયલ સપોર્ટ કરે છે, બધા સ્પર્ધકો દિવસભર મેકઅપ કરવા અને હેવી ગાઉન પહેરવાનું પ્રેશર આપવામાં આવ્યું હતું.’
આ પણ વાંચો: Shraddha Kapoor | ‘નથી લખવું કેપ્શન, આજે રવિવાર છે, મારી મરજી !’ શ્રદ્ધા કપૂરની પોસ્ટ ચાહકોમાં વાયરલ
ત્યારબાદ તેણે કહ્યું, ‘બધા ટેબલ પર 6 ગેસ્ટ અને 2 સ્પર્ધકને બેસાડવામાં આવતા, અને ગેસ્ટને ખુશ કરવાનું કહેવામાં આવતું! એ બધું મને સારું ન ગયું! હું અહીં માત્ર મજાક કરવા માટે નથી આવી, હું અહીં લોકોને એન્ટરટેઈન કરવા નથી આવી, મને વેશ્યા જેવી ફીલ કરાવ્યું, અમે લોકો સામાજિક મુદ્દા પર ચર્ચા કરવા માટે આવ્યા હતા, પરંતુ લોકો આ મુદ્દા પર સાંભળવા માટે તૈયાર ન હતા, મિસ વર્લ્ડમાં ભાગ લઇ રહેલ 109 છોકરીઓને એમ કહીને ધમકવાની કે તેઓ બોરિંગ છે.’
સીઈઓ જુલિયા મોરલે શું કહ્યું?
અહીં જણાવી દઈએ કે ત્યારબાદ સીઈઓ જુલિયા મોરલે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું હતું અને મેગીના બધા આરોપોને નકાર્યા છે, તેમણે કહ્યું કે, ‘મેગીની મમ્મીની તબિયત ખરાબ થતા તેણે મિસ વર્લ્ડ સ્પર્ધા છોડવાનો પ્રયાસ કર્યો, અને ઓર્ગેનાઈઝેશને તેમની સ્થિતિ સમજીને તેમને પાછા જવાની સુવિધા પણ કરી આપી, તેણે એવું પણ કહ્યું કે યુકે મીડિયા આઉટલેટએ ખોટી અને અપમાનજનક માહિતી આપી છે, આ દાવા ખોટા છે, અહીં જણાવી દઈએ કે મિસ વર્લ્ડ 2025 નું ફિનાલે 31 મે ના રોજ હૈદરાબાદમાં થવાનું છે.





