Shini Shetty : મિસ વર્લ્ડ કોમ્પિટિશનની ફાઇનલમાં એન્ટ્રી કરનારી સિની શેટ્ટી કોણ છે?

Shini Shetty : 28 વર્ષ પછી ભારતના મુંબઇ ખાતે 9 માર્ચે મિસ વર્લ્ડ 2024ની રંગારંગ ઇવેન્ટ યોજાઇ હતી. ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝકોવાએ 71મી મિસ વર્લ્ડ 2024નો તાજ જીત્યો. ફિનાલે રાઉન્ડમાં પહોંચેલા સ્પર્ધકોમાં જે સ્પર્ધકના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી હતી તે છે સિની શેટ્ટી. આ અહેવાલમાં અમે તમને સિની શેટ્ટી કોણ છે તે વિશે જણાવીશું.

Shini Shetty : 28 વર્ષ પછી ભારતના મુંબઇ ખાતે 9 માર્ચે મિસ વર્લ્ડ 2024ની રંગારંગ ઇવેન્ટ યોજાઇ હતી. ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝકોવાએ 71મી મિસ વર્લ્ડ 2024નો તાજ જીત્યો. ફિનાલે રાઉન્ડમાં પહોંચેલા સ્પર્ધકોમાં જે સ્પર્ધકના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી હતી તે છે સિની શેટ્ટી. આ અહેવાલમાં અમે તમને સિની શેટ્ટી કોણ છે તે વિશે જણાવીશું.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Miss World 2024 | Shini Shetty | Shini Shetty Know About All Age | Shini Shetty Instagram

Shini Shetty : મિસ વર્લ્ડ કોમ્પિટિશનની ફાઇનલમાં એન્ટ્રી કરનારી સિની શેટ્ટી કોણ છે? (ફોટો ક્રેડિટ સિની શેટ્ટી ઇન્સ્ટાગ્રામ)

Shini Shetty : મુંબઈ ખાતે મિસ વર્લ્ડ 2024ની રંગારંગ ઈવેન્ટ યોજાઇ હતી. કરણ જોહરે આ સ્પર્ધાને હોસ્ટ કરી હતી. આ સિવાય 2013ની મિસ વર્લ્ડ વિજેતા મેગન યંગ પણ આ સ્પર્ધાને હોસ્ટ કરતી જોવા મળી હતી. ભારતમાં 28 વર્ષ બાદ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી દેશભરના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જો કે ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિઝકોવાએ 71મી મિસ વર્લ્ડ 2024નો તાજ જીત્યો. આ સાથે લેબનોનની યાસ્મીન જેતુન પ્રથમ રનર અપ રહી હતી. ફિનાલે રાઉન્ડમાં પહોંચેલા સ્પર્ધકોમાં જે સ્પર્ધકના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી હતી તે છે સિની શેટ્ટી. આ અહેવાલમાં અમે તમને સિની શેટ્ટી કોણ છે તે વિશે જણાવીશું.

Advertisment
shini shetty instagram

112 દેશા સાથે સિની શેટ્ટીએ સ્પર્ધા કરી હતી

2024ની મિસ વર્લ્ડ સ્પર્ધામાં 112 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આમાંથી ફિનાલે રાઉન્ડમાં પહોંચેલા સ્પર્ધકોમાં જે સ્પર્ધકના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે સિની શેટ્ટી. સિની મુંબઈની છે અને તે આ વખતે મિસ વર્લ્ડ 2024 માટે સ્પર્ધા કરી રહી હતી.

સિની શેટ્ટી કોણ છે?

સિની શેટ્ટીની વાત કરીએ તો તેનો જન્મ 2 ઓગસ્ટ 2001ના રોજ મુંબઈમાં થયો હતો. તેમનો પરિવાર કર્ણાટકનો છે. સિની શેટ્ટીએ ઘાટકોપરની ડોમિનિક સેવિયો સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું હતું. આ પછી તેણે મુંબઈની એસકે સોમૈયા કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. સિની શેટ્ટી મિસ વર્લ્ડની સ્પર્ધામાં 117 દેશોના સ્પર્ધકો સાથે સ્પર્ધા કરી ટોપ 4મા સ્થાન મેળવ્યું હતું.

આ પણ વાંચો : Miss World 2024 | મિસ વર્લ્ડ 2024 : ભારતનું સપનું તૂટ્યું, ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિજકોવાને મળ્યો તાજ

Advertisment

સિની શેટ્ટી ખુબ જ પ્રતિભાશાળી

https://www.instagram.com/p/C4Dx3qMqka8/

સિની ખૂબ જ પ્રતિભાશાળી છે અને તેણે ભરતનાટ્યમ પણ શીખ્યું છે. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ હોય છે. તેના ફેન્સ તેની પર્સનલ-પ્રોફેશનલ લાઈફ વિશે અપડેટ રાખે છે. ઇન્સ્ટાગ્રામ પર સિની શેટ્ટીના લગભગ 391K ફોલોઅર્સ છે.

ગુજરાતી ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ