Mission RaniGanj Review : અક્ષય કુમારની 'મિશન રાનીગંજ' આ વીકેન્ડ પર જોવાનો પ્લાન છે? વાંચો રિવ્યૂ, આ ખાસિયત છે

Mission RaniGanj Review : બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાનીગંજ' સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. જો આ વિકએન્ડ 'મિશન રાનીગંજ' ફિલ્મ જોવાનો પ્લાન હોય તો પહેલા આ રિવ્યૂ જરૂર વાંચી લેજો. જસવંત સિંહ ગિલની સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ તમારા વીકેન્ડને સ્પેશિયલ બનાવી શકે છે.

Mission RaniGanj Review : બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાનીગંજ' સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. જો આ વિકએન્ડ 'મિશન રાનીગંજ' ફિલ્મ જોવાનો પ્લાન હોય તો પહેલા આ રિવ્યૂ જરૂર વાંચી લેજો. જસવંત સિંહ ગિલની સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ તમારા વીકેન્ડને સ્પેશિયલ બનાવી શકે છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Mission Raniganj| Mission Raniganj Review| Akshay Kumar| Parineeti chopra| Akshay Kumar New Movie

Mission Rani Review : અક્ષય કુમારની 'મિશન રાનીગંજ' આ વીકેન્ડ પર જોવાનો પ્લાન છે? વાંચો રિવ્યૂ

Mission RaniGanj Review : બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'મિશન રાનીગંજ' સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. અક્ષય કુમારની 'મિશન રાનીગંજ' એક સત્યા ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર રિયલ લાઇફ હીરો જસવંત સિંહ ગિલનું પાત્ર નિભાવી રહ્યો છે. જે પોતાના જીવને મજૂરો માટે જોખમમાં મૂકી દે છે.

Advertisment

'મિશન રાનીગંજ'માં વર્ષ 1989ની ભયાનક ઘટના દર્શાવવામાં આવી છે. જેમાં કોલસાની ખાણમાં 65 મજૂરો ફસાયા હતા અને ત્યારબાદ જસવંત સિંહ ગિલ માત્ર 2 દિવસમાં જમીનની નીચે 350 ફૂટ નીચે ફસાયેલા મજૂરોને બચાવી લીધા હતા. તેથી જસવંત સિંહને 'કેપ્સ્યુલ મેન' પણ કહેવામાં આવે છે. કેપ્સૂલ મેન જસવંત સિંહના પાત્ર દ્વારા અક્ષય કુમારે એક વખત ફરી બતાવી દીધુ છે કે તે ખેલાડી કુમાર છે.

'મિશન રાનીગંજ'ની કહાણી તમને છેલ્લે સુધી જકડી રાખે છે. શરૂઆતથી લઈને છેલ્લે સુધી આ ફિલ્મ આપણને ખુરશી પરથી હલવા નહીં દે. લગભગ અઢીસો વર્ષ જુની બ્રિટિશ ટેક્નીકની રીત આજે પણ દુનિયાભરની કોલસાની ખાણોમાં ઉપયોગ કરવામાં આવે છે.

અક્ષયે જીત્યા દિલ, શું કરી રહી છે પરિણીતી?

'મિશન રાનીગંજ'માં અક્ષય કુમાર સાથે પરિણીતી ચોપરા પણ છે. ખિલાડી કુમારે રિયલ હીરો જસવંત સિંહ ગિલની ભૂમિકા એટલી ઇમાનદારીથી ભજવી છે કે તમે તેમાં ડૂબી જશો. જ્યારે પરિણીતી ચોપરાની વાત કરીએ તો તેણે તેમાં જસવંત સિંહની ગર્ભવતી પત્નીનો રોલ કર્યો છે. અભિનેત્રીને આમાં કોઈ ખાસ સ્ક્રીન સ્પેસ મળી નથી. ફિલ્મની વાર્તા અક્ષય કુમાર એટલે કે જસવંત સિંહ ગિલની આસપાસ ફરતી હોય તેવું લાગે છે, જે 350 ફૂટ નીચે ફસાયેલા મજૂરોનો જીવ બચાવે છે. તે જ સમયે, ફિલ્મના અન્ય કલાકારો જેમ કે વરુણ બરોલા, કુમુદ મિશ્રા, રવિ કિશન, પવન મલ્હોત્રા અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય પણ તેમના પાત્રો સાથે ન્યાય કરે છે.

Advertisment

આ પણ વાંચો : Mahadev Betting App Case : મહાદેવ એપ કેસમાં કપિલ શર્મા, શ્રદ્ધા કપૂર, હુમા કુરેશી સહિત હિના ખાનને EDનું સમન્સ, અધિકારીઓએ કર્યો ખુલાસો

સિનેમેટોગ્રાફી અને સંગીત પણ અદ્ભુત છે

મિશન રાનીગંજની કહાની અને સિનેમેટોગ્રાફી અદભૂત છે. તેમાં ખાણ બનાવવામાં આવી છે અને તેમાં લાઇટિંગનો પણ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ અદ્ભુત છે, જે તમને સીન સાથે બાંધી રાખે છે, પછી ભલે તે ખાણમાં પાણી ભરવાનું હોય, બચાવ માટે કેપ્સ્યુલ બનાવવાની હોય કે પછી ફિલ્મનો ક્લાઈમેક્સ હોય. તેનું સંગીત દરેક દ્રશ્યમાં પ્રાણ ફૂંકે છે.

અક્ષય કુમાર ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ