Mithun Chakraborty : મિથુન દાને આ કારણે PM નરેન્દ્ર મોદીએ આપ્યો ઠપકો

Mithun Chakraborty : મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) એ હિન્દી, બંગાળી, ઉડિયા, ભોજપુરી અને તમિલમાં લગભગ 350 ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા શાસ્ત્રી નામની ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેને તબિયત લથડી હતી.

Mithun Chakraborty : મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) એ હિન્દી, બંગાળી, ઉડિયા, ભોજપુરી અને તમિલમાં લગભગ 350 ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા શાસ્ત્રી નામની ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેને તબિયત લથડી હતી.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Mithun Chakraborty brain stroke PM Narendra Modi gujarati news

Mithun Chakraborty brain stroke PM Narendra Modi : મિથુન ચક્રવર્તી બ્રેઈન સ્ટ્રોક PM નરેન્દ્ર મોદી ગુજરાતી ન્યુઝ

Mithun Chakraborty : અભિનેતા અને રાજકારણી મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ને સોમવારે કોલકાતાની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 73 વર્ષીય અભિનેતાને છાતીમાં તીવ્ર દુખાવાની ફરિયાદ બાદ શનિવારે (10 ફેબ્રુઆરી) એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાને મગજના ઇસ્કેમિક સેરેબ્રોવાસ્ક્યુલર અકસ્માત (Brain Stroke) હોવાનું નિદાન થયું હતું. જો કે, હવે તે "એકદમ ઠીક" થઇ ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે અને ટૂંક સમયમાં તે આગામી ફિલ્મોનું શૂટિંગ ફરી શરૂ કરશે.

Advertisment
Mithun Chakraborty brain stroke PM Narendra Modi gujarati news
Mithun Chakraborty brain stroke PM Narendra Modi : મિથુન ચક્રવર્તી બ્રેઈન સ્ટ્રોક PM નરેન્દ્ર મોદી ગુજરાતી ન્યુઝ

મિથુન દાની તબિયતમાં સુધાર

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તેને ''સ્ટેબલ" જાહેર કરવામાં આવ્યાના થોડા કલાકો પછી, ત્યારે અભિનેતાએ જણાવ્યું કે, "વાસ્તવમાં કોઈ સમસ્યા નથી, હું એકદમ ઠીક છું. મારે મારી ખાવાની આદતો પર કંટ્રોલ રાખવું પડશે. જોઈએ, કદાચ કાલે હું જલ્દી કામ શરૂ કરી શકું છું''

Advertisment

આ પણ વાંચો: Arshad Warsi : અરશદ વારસી અને પત્ની મારિયાએ લગ્નના 25 વર્ષ બાદ કરાવી લગ્ન નોંધણી!

મિથુને એ પણ શેર કર્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમને ખબર પૂછવા માટે ફોન કર્યો હતો, અને પ્રધાનમંત્રીએ સ્વાસ્થ્યની "કાળજી ન લેવા બદલ ઠપકો આપ્યો, હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘણા ડોકટરોએ તેની તબિયતની સમીક્ષા કરી અને તેની સારવાર કરી હતી. અભિનેતાએ MRI સહિતની ઘણી ક્લિનિકલ ટેસ્ટ પણ કરાવી હતી.

આ પણ વાંચો: Nasoor : નાસૂરનું ટ્રેલર લોન્ચ, હિતુ કનોડિયા અને નીલમ પંચાલની એક્ટિંગ અને અદભૂત મ્યુઝિક દર્શકોને થ્રિલ કરાવશે

બીજેપી નેતા સુકાંત મજમુદારે રવિવારે હોસ્પિટલમાં પીઢ અભિનેતાની મુલાકાત લીધી અને તેમની મીટિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી. ટ્વિટર પર તેમણે લખ્યું, “આજે હોસ્પિટલમાં શ્રી મિથુન ચક્રવર્તીની મુલાકાત લીધી. સુપ્રસિદ્ધ અભિનેતાના ઝડપી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા. આ મુશ્કેલ સમયમાં અમારા વિચારો અને પ્રાર્થના તેમની સાથે છે…”

મિથુન ચક્રવર્તીને તાજેતરમાં દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) એ હિન્દી, બંગાળી, ઉડિયા, ભોજપુરી અને તમિલમાં લગભગ 350 ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેતા શાસ્ત્રી નામની ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેને તબિયત લથડી હતી.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ