મિથુન ચક્રવર્તી ને અપાશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત

Mithun Chakraborty : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે. આ પુરસ્કાર 8 ઓક્ટોબરે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં આપવામાં આવશે.

Written by shivani chauhan
Updated : September 30, 2024 16:36 IST
મિથુન ચક્રવર્તી ને અપાશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત
મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત

Mithun Chakraborty : પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ના નામ પર વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ છે. તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને આની જાહેરાત કરી છે. મિથુનને આ એવોર્ડ નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવશે. આ એવોર્ડ સમારોહ 8 ઓક્ટોબર 2024 ના રોજ આયોજિત કરવામાં આવશે.

આ પણ વાંચો: દેવરા બોક્સ ઓફિસ ક્લેક્શન પર બીજા દિવસે પછડાઇ, જાણો કેટલી કમાણી કરી

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી. આ પુરસ્કાર 8 ઓક્ટોબરે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં આપવામાં આવશે. ટ્વીટમાં લખ્યું છે કે, ‘મિથુન ચક્રવર્તીની નોંધપાત્ર સિનેમેટિક સફર પેઢીઓને પ્રેરણા આપે છે. તેમને આ સન્માન ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે આપવામાં આવી રહ્યું છે. જ્યારે અભિનેતા માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કારની જાહેરાત કરવામાં આવી ત્યારે તેના ચાહકો ખૂબ જ ખુશ છે.

આ પણ વાંચો: રણબીર કપૂર બર્થ ડે। આલિયા ભટ્ટ, નીતુ કપૂર અને રિદ્ધિમા કપૂરએ ખાસ રીતે પાઠવી શુભેચ્છા

મિથુન ચક્રવર્તી એક પીઢ ભારતીય અભિનેતા ઉપરાંત નિર્માતા અને રાજકારણી પણ છે, જે મુખ્યત્વે હિન્દી અને બંગાળી સિનેમામાં કામ કરે છે . તેઓ રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ છે. તેઓને ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને બે ફિલ્મફેર પુરસ્કાર પણ એનાયત થયેલા છે.

જાન્યુઆરી 2024 માં, ચક્રવર્તીને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ, ત્રીજા-સૌથી ઉચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 1989 માં મુખ્ય અભિનેતા તરીકે 19 મૂવી રિલીઝ માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં તે રેકોર્ડ ધારક છે અને બોલિવૂડમાં આ રેકોર્ડ હજુ પણ અતૂટ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ