Mothers Day 2024 : મધર્સ ડે પર મા સાથે બેસ્ટ બોલિવૂડ મુવી જુઓ

Mothers Day 2024 : આજે 12 મેના રોજ વિશ્વભરમાં મધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. આ ખાસ અવસર પર બોલિવૂડની એવી શ્રેષ્ઠ મુવી લઇને આવ્યા છીએ જે માતા પર આધારિત બનેલી છે. જે મધર્સ ડે પર તમારે અવશ્ય જોવી જોઇએ.

Mothers Day 2024 : આજે 12 મેના રોજ વિશ્વભરમાં મધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. આ ખાસ અવસર પર બોલિવૂડની એવી શ્રેષ્ઠ મુવી લઇને આવ્યા છીએ જે માતા પર આધારિત બનેલી છે. જે મધર્સ ડે પર તમારે અવશ્ય જોવી જોઇએ.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Mothers Day 2024 Bollywood Movies | Mothers Day 2024 Guajrati News | Mothers Day 2024 News

Mothers Day 2024 : મધર્સ ડે પર મા સાથે બેસ્ટ બોલિવૂડ મુવી જુઓ

Mothers Day 2024 Movies Guajrati News : ભગવાન દરેક જગ્યાએ ન હોઈ શકે, તેથી તેમણે માતાને બનાવી. ભગવાન કરતાં માતાને ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. એક માતા એ બધી વાતોને પોતાની મેળે સમજી જાય છે, જે બાળક કહી પણ નથી શકતું. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ તેમના પ્રેમ અને બલિદાન માટે વિશ્વભરની દરેક માતા અને માતાની આકૃતિનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારત અને અન્ય ઘણા દેશોમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. મધર્સ ડે 2024ના ખાસ અવસર અમે માતા પર એવી ઉત્તમ ફિલ્મોની યાદી જણાવીશું.

Advertisment
publive-image

મિમી

બોલિવૂડ અભિનેત્રી ક્રિતિ સેનની મિમી મુવી ખુબ શાનદાર છે. આ ફિલ્મમાં દમદાર પાત્ર નિભાવવા માટે ક્રિતિ સેનને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તો મધર્સ ડે 2024ના ખાસ અવસર તમારે આ મુવી ચોક્કસ જોવી જોઇએ.

ઇંગ્લિશ વિંગ્લિશ

આ ફિલ્મમાં દિવગંત અભિનેત્રી મુખ્ય પાત્ર નિભાવતી જોવા મળી રહી છે. આ ફિલ્મના ખુબ વખાણ થયા છે. આ ફિલ્મ દ્વારા દિગ્ગજ એક્ટ્રેસ 15 વર્ષ પછી મોટા પડદા પર પરત આવી હતી. આવામાં એક્ટ્રેસના ફેન્સ પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લિશમાં શ્રીદેવીએ શશિ ગોડબોલેનો રોલ કર્યો હતો. ફિલ્મના નામ સાથે સ્ટોરીએ પણ સંપૂર્ણ રીતે જસ્ટિસ કર્યો હતો. આખી ફિલ્મમાં એક્ટ્રેસ શ્રીદેવી સાડી પહેરેલી જોવા મળી હતી. ફિલ્મમાં શ્રીદેવીની સાદગી અને લુકને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની દિગ્ગજ એક્ટ્રેસ શ્રીદેવી (Sridevi) ભલે હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો અને તેમની ફિલ્મો હંમેશા લોકોના દિલમાં જીવતી રહેશે.

મોમ 2017

મોમ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં શ્રીદેવી છે. શ્રેદેવી અભિનીત આ ફિલ્મ માત્ર સાવકી માતાઓ વિશે સમાજમાં પ્રવર્તતી ગેરસમજને તોડી નાખે છે, પરંતુ એક મજબૂત માતાની વાર્તા પણ દર્શાવે છે.

Advertisment

મધર ઈન્ડિયા (1957)

મહેબૂબ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આ ફિલ્મમાં ભલે નરગીસને ગરીબીથી મજબૂર એક લાચાર માતાના રોલમાં બતાવવામાં આવી હતી, પરંતુ તે પોતાના બાળકો માટે દુનિયા સાથે લડે છે. આ ફિલ્મમાં માતાનું પાત્ર જોઈને દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા.

આ પણ વાંચો : Border 2 Release Date : સની દેઓલ અને આયુષ્માન ખુરાનાની ‘બોર્ડર 2’ સિનેમાની સૌથી મોટી ફિલ્મ, આ દિવસે રિલીઝ થશે

જઝબા (2015)

ઐશ્વર્યા રાયની કમબેક ફિલ્મ ‘જઝબા’માં તેણે માતાની ભૂમિકા ભજવી હતી, જેમાં મમતા સિવાય તેના ગુસ્સા, બદલાની અને શક્તિની વાર્તા પણ બતાવવામાં આવી છે. જે પોતાના બાળકને સહેજ પણ નુકસાન થાય તો પણ પૂરી તાકાતથી કોઈપણ મુશ્કેલીનો સામનો કરવા તૈયાર હોય છે. તે એક કામ કરતી માતાને દર્શાવે છે જે તેની ઓફિસ સાથે તેના ઘરનું સંચાલન કરે છે અને તેની પુત્રીની સુરક્ષા માટે કંઈપણ કરવા તૈયાર છે.

celebrities મનોરંજન ન્યૂઝ