દર વર્ષે 15 મી ઓગસ્ટ (15th August) એ સ્વતંત્રા દિવસ (Independence Day) તરીકે ઉજવામાં આવે છે. ઓગસ્ટ મહિનામાં દેશભક્તિ પર આધારિત ફિલ્મો અને વેબ સિરીઝ મોટી સંખ્યામાં રિલીઝ થાય છે. આ વખતે પણ કંઈક આવું જ બનવાનું છે. આ ક્રમમાં ઓગસ્ટ મહિનામાં બીજો પ્રોજેક્ટ સલાકાર (Salakaar) પણ રિલીઝ થવાની છે.
સલાકાર (Salakaar) માં જાસૂસીથી ભરેલી સ્ટોરી બતાવવામાં આવશે. આ સ્ટોરી ભારત-પાકિસ્તાન પર આધારિત હશે.
સલાકાર સત્ય ઘટના પર આધારિત મુવી છે?
સલાકાર મુવી જિયો હોટસ્ટારનો નવો પ્રોજેક્ટ છે જેની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. નિર્માતાઓ દ્વારા રજૂ કરાયેલ વિડિઓ વોઇસ ઓવરથી શરૂ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જનરલ ઝિયા પાકિસ્તાન માટે પહેલો પરમાણુ બોમ્બ બનાવવા માંગે છે. આ સાથે પ્રોજેક્ટના મુખ્ય કલાકારો મુકેશ ઋષિ, નવીન કસ્તુરિયા અને મૌની રોયની ઝલક પણ જોવા મળે છે. તેની સ્ટોરી સત્ય ઘટનાઓ પર આધારિત છે.
સલાકાર મુવી સ્ટોરી (Salakaar Movie Story)
સલાકાર મુવી સ્ટોરી ભારત-પાકિસ્તાન પર આધારિત છે. પાકિસ્તાનને રોકવા માટે ભારત ત્યાં એક સ્માર્ટ અધિકારી મોકલે છે. જે જાસૂસ હોવાની સાથે સાથે એક ઓફિસર પણ છે. વીડિયોમાં તેને ટ્રમ્પ કાર્ડ તરીકે વર્ણવવામાં આવ્યો છે અને તેના ગુણોની ગણતરી કરવામાં આવી છે. તે ભૂતપૂર્વ IPS અધિકારી પણ છે. તે પાકિસ્તાનમાં છુપાઈને રહે છે. ‘સલાહકાર’ ની સ્ટોરી ક્યાંક રાષ્ટ્રીય સલાહકાર અજિત ડોભાલ પર આધારિત છે. જેમાં નવીન કસ્તુરિયાએ અજિત ડોભાલનું પાત્ર ભજવ્યું છે.
સલાકાર મુવી કાસ્ટ અને રિલીઝ ડેટ (Salakaar Movie Cast and Release Date)
સલાકાર (Salakaar) ના કલાકારો વિશે વાત કરીએ તો, વિડીયોમાં નવીન કસ્તુરિયા, મૌની રોય અને મુકેશ ઋષિ જોવા મળે છે. મુકેશ ઋષિ પાકિસ્તાની જનરલ ઝિયાની ભૂમિકામાં દેખાયા છે. જ્યારે નવીન ‘સલાહકાર’ ની મુખ્ય ભૂમિકામાં દેખાયા છે. સલાકાર 8 ઓગસ્ટ, 2025 થી જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.