Phir Aayi Hasseen Dillruba Review : જો તમે રોમેન્ટિક થ્રિલરના ચાહક છો, તો ‘ફિર આયી હસીન દિલરૂબા’ (‘Phir Ai Hasin Dilruba’) જોવી જ જોઈએ! આજે મુવી 9 ઓગસ્ટ 2024 ના રોજ શુક્રવારે બપોરે 12 : 30 pm નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ ગયું છે, 2021ની ‘હસીન દિલરૂબા’ની આ સિક્વલ એક મનમોહક સ્ટોરી છે જે તમને ખરેખર તમારી સીટ પર જકડી રાખશે. દિગ્દર્શક જયપ્રદ દેસાઈ નિપુણતાથી એક રસપ્રદ સ્ટોરીબનાવે છે જે આકર્ષક અને સસ્પેન્સ બન્ને છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકારોમાં તાપસી પન્નુ, વિક્રાંત મેસી અને સન્ની કૌશલની પ્રભાવશાળી એકટિંગ જોવા મળી રહી છે. અહીં વાંચો મૂવી રિવ્યૂ
ફિર આઈ હસીન દિલરુબા સ્ટોરી (Phir Aayi Hasseen Dillruba Story)
નેટફ્લિક્સ પર આવેલ મુવી ફિર આયી હસીન દિલરૂબા એક ટ્વિસ્ટેડ લવ ટ્રાયેન્ગલ સ્ટોરી છે જેમાં આ વખતે અભિનેતા સની કૌશલ જોવા મળ્યો છે. નેટફ્લિક્સ પર રીલીઝ થયેલ મુવીનો દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેઓની રાહ આખરે પુરી થઇ ગઈ છે. આ ફિલ્મ એટલી આકર્ષક છે કે એક પણ ક્ષણ એવી નથી કે ફિલ્મથી આંખો હટાવાનું મન થાય. 2021 ની મુવી જ્યાં પુરી થાય છે ત્યારે આ સિક્વલની સ્ટોરી શરૂ થાય છે. રાની (તાપસી પન્નુ) અને રિશુ (વિક્રાંત મેસી) પાછા ફર્યા છે.
મુવીની શરૂઆતમાં રાની (તાપસી પન્નુ) અડધી રાતે ભારે વરસાદમાં દોડતી દેખાય છે, સીનમાં તે સખત ગભરાયેલી છે અને શ્વાન એની પાછળ પડે છે, તે હાંફતી હાંફતી પોલીસ સ્ટેશન પહોંચે છે, અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક શરૂ છે.
હસીન દિલરૂબા’ની ઘટનાઓ પછી સ્ટોરી આગળ વધે છે. રાની (તાપસી પન્નુ દ્વારા ભજવવામાં આવેલ) અને રિશુ (વિક્રાંત મેસી દ્વારા ભજવવામાં આવેલ) નવા શહેરમાં રહેવા ગયા છે અને થાઈલેન્ડ ભાગી જવાનો પ્લાન બનાવી રહ્યા છે. કપલ અલગ રહેવાનું નક્કી કરે છે પરંતુ કોઈક રીતે, તેઓ એકબીજાની નજીક રહેવાનું નક્કી કરે છે. રાની હવે તેના મકાન માલિક સાથે ભાડાના મકાનમાં રહે છે અને બ્યુટી પાર્લર ચલાવે છે, જ્યારે રિશુએ વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું શરૂ કર્યું છે અને તે જ કોચિંગ સેન્ટરમાં રહે છે. પરંતુ જ્યારે અભિમન્યુ (સન્ની કૌશલ) રાનીના પ્રેમમાં પડે છે ત્યારે મુવીમાં જોરદાર ટર્ન આવે છે. ફિલ્મમાં અભિપ્રાયમ્યુ (સની કૌશલ) એક લોકલ કમ્પાઉન્ડર છે. જે છુપાવે છે તે તેની પાસે અન્ય આવડતો પણ છે. મુવી ટ્રેલર અહીં જુઓ
મુવી ટ્રેલર (Movie Trailer)
રાની તે વિશે જાણે છે પરંતુ તે રિશુ પ્રત્યે એટલી ઝનૂની છે કે તે અન્ય કોઈ પુરુષ તરફ જોવા માંગતી નથી. જો કે, રાની અભિમન્યુ સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે, જ્યારે તેને ખબર પડી કે ઇન્સ્પેક્ટર કિશોર જામવાલ (આદિત્ય શ્રીવાસ્તવ દ્વારા ભજવવામાં આવેલ) અને મૃત્યુંજય પ્રસાદ (જીમી શેરગીલ દ્વારા ભજવવામાં આવેલ) -નીલના કાકા – નીલના ગુમ થવાના કેસ અને રિશુના કથિત મૃત્યુની તપાસ કરી રહ્યા છે. પોલીસને શંકા છે કે રિશુ હજુ પણ જીવિત છે, અને તેઓએ રાનીની ગતિવિધિઓ પર નજર રાખવા માટે એક ફોર્સ ગોઠવી છે. આની વચ્ચે રાની અભિમન્યુને તેના ભૂતકાળ વિશે જણાવે છે અને તેની પાસેથી મદદ માંગે છે. પરંતુ અભિમન્યુ ઘણા રહસ્યો તેનાથી છુપાવે છે. ડાર્ક સિક્રેટ અને છુપાયેલા સત્યો સાથે, શું રાની અને રિશુ દેશ છોડી જશે, અથવા રાની આખરે અભિમન્યુને પસંદ કરશે? મુવી મગર કેમ બતાવામાં આવ્યો છે? શું તેનું કોઈ ખાસ કનેશન છે? આ પ્રશ્નો ‘ફિર આયી હસીન દિલરૂબા’ જોયા બાદ સમજાશે.
ફિર આયી હસીન દિલરૂબા પર્ફોર્મન્સ (Phir Aayi Hasseen Dillruba Performance)
તાપસી પન્નુ બેશક ફિલ્મની મેઈન સ્ટાર છે. રાણી કશ્યપ એક નાનકડા શહેરની ઉત્કૃષ્ટ છોકરી બની છે. રૂઢિચુસ્ત સમાજમાં તેની વિચિત્રતા ખૂબ આધુનિક રીતે આવે છે. સિક્વલ માટે એકટ્રેસએ તેના અભિનયમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કર્યો નથી. જો તમે પ્રથમ ફિલ્મથી તેના અભિનયની તુલના ન કરો તો તે પ્રભાવશાળી તરીકે જોવા મળે છે. જો કે અમુક કિસ્સાઓ જોશો જ્યાં એકટ્રેસ તેના પાત્રમાંથી બહાર નીકળી જાય છે.
બીજી તરફ વિક્રાંત મેસી હંમેશની જેમ ભરોસાપાત્ર છે. તેનું પ્રદર્શન સૂક્ષ્મ છે, અને તે અત્યંત સરળતા સાથે રિશુનું પાત્ર ભજવે છે. વિક્રાંતની બોડી લેંગ્વેજ, એક્સેંટ અને પર્સનાલિટી પ્રમાણે બરાબર પાત્ર ભજવ્યું છે.
આ પણ વાંચો: Martin Trailer Out: સાઉથ મૂવી માર્ટિન નું ટ્રેલર લોન્ચ, ધ્રુવ સરજા પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાડશે
સહાયક કલાકારોની વાત કરવામાં આવે તો સની કૌશલની એકટિંગ હટકે છે. તેનું પાત્ર એક પ્રખર પ્રેમી તરીકે શરૂ થાય છે પરંતુ જેમ જેમ સ્ટોરી આગળ વધે છે તેમ તેમ તેના ઠંડા રહસ્યો બહાર આવવા લાગે છે. અભિનેતા, તેની આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ દ્વારા, તેના નક્કર અભિનય દ્વારા તેના વ્યક્તિત્વમાં આ પરિવર્તન લાવવામાં સફળ રહ્યો છે અને તેની ખામીઓ હોવા છતાં તેનું પાત્ર તમને પસંદ આવી શકે છે. આ સિવાય, જિમી શેરગિલ પણ સિક્વલમાં એક શાનદાર પાત્ર હતો. અભિનેતાએ અદ્ભુત પ્રદર્શન કર્યું છે. આદિત્ય શ્રીવાસ્તવે તેની ઘણી પ્રશંસા કરી છે.





