Movies Shooting In Gujarat : આ સુપરહિટ ફિલ્મોનું શૂટિંગ ગુજરાતમાં થયું હતુ, જુઓ યાદી

Movies Shooting In Gujarat : ઘણી પ્રચલિત હિંદી મુવીઓનું શૂટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. આજે અમે તમારા માટે તેની યાદી તૈયાર કરી છે. તો ચલો એક નજર કરો.

Movies Shooting In Gujarat : ઘણી પ્રચલિત હિંદી મુવીઓનું શૂટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. આજે અમે તમારા માટે તેની યાદી તૈયાર કરી છે. તો ચલો એક નજર કરો.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Movies Shooting In Gujarat | Bollywood Movies Shooting Gujarat Location | Mother India | lagaan

Movies Shooting In Gujarat : આ સુપરહિટ ફિલ્મોનું શૂટિંગ ગુજરાતમાં થયું હતુ

Movies Shooting In Gujarat List : પ્રવાસન માટે વિશ્વ વિખ્યાત સ્તરે ગુજરાત આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ઘણી હિંદી મુવીનું શૂટિંગ પણ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ઓસ્કરમાં નામાકિંત થયેલી લગાનથી હમ દિલ દે ચૂકે સનમ, રેફ્યુજી, અમિતાભ બચ્ચનની સૂર્યવંશમ સહિતની ફિલ્મો સામેલ છે.

Advertisment

સમગ્ર દેશના ફિલ્મ સર્જકો પોતાની ફિલ્મની શૂટિંગ માટે ગુજરાત આવી રહ્યા છે. જેના અનેક કારણો છે. ગુજરાતમાં અનેક હેરિટેજ હોટલો, મહેલો અને સ્થળોછે.

મધર ઇન્ડિયા

હવે ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલી ફિલ્મોનું શૂટિંગ થયું છે તે વિશે વાત કરીએ. 1957માં રજૂ થયેલી એપિક ફિલ્મ મધર ઇન્ડિયાનું ઘણું શૂટિંગ ગુજરાતમાં થયું હતું.

ગાઇડ

વિજય આનંદની ફિલ્મ ગાઇડ (1965) નું શૂટિંગ પણ ગુજરાતમાં થયું હતું.

મિર્ચ મસાલા

1987માં રિલીઝ થયેલી ફિલ્મ મિર્ચ મસાલાનું શૂટિંગ પણ ગુજરાતમાં કરવામાં આવ્યું હતું.

Advertisment

ફિલ્મ સરદાર

1993માં રજૂ થયેલી સરદાર વલ્લભભાઇ પટેલ પર આધારિત ફિલ્મ સરદારનું શૂટિંગ પણ કેતન મહેતાએ ગુજરાતના વિવિઘ સ્થળોએ કર્યું હતું.

હમ દિલ દે ચૂકે સનમ

1999માં રજૂ થયેલી સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'નું શૂટિંગ સૌરાષ્ટ્રના ગોંડલમાં પેલેસમાં કરવામાં આવ્યું હતું.

સૂર્યવંશમ

અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ સૂર્યવંશમનું શૂટિંગ પણ ગુજરાતમાં ફિલ્માવાઇ હતી. આ ફિલ્મ પણ 1999માં સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી.

રેફ્યુજી

વર્ષ 2000માં રિલીઝ થયેલી અભિષેક બચ્ચન અને કરીના કપૂરની ફિલ્મ રેફ્યુજી માટે જે.પી દત્તાએ પણ ગુજરાતની જ પસંદગી કરી હતી.

લગાન

2001માં બોલિવૂડમાં ટ્રેન્ડ સેટર સાબિત થયેલી આમીર ખાનની ફિલ્મ લગાન માટે આશુતોષ ગોવારીકરે કચ્છ જિલ્લાના ભુજમાં શૂટિંગ કર્યું હતું. કચ્છના રણ, ખડકાળ વિસ્તારનું ફિલ્મમાં સુંદર ચિત્રણ થયું હતું. આ ફિલ્મને અવોર્ડ મળ્યા હતા અને ઓસ્કરમાં નામાંકિત પણ થઇ હતી.

રંગ રસિયા

કેતન મહેતાની 2007માં રજૂ થયેલી ફિલ્મ રંગ રસિયા વિખ્યાત ચિત્રકાર અને રાજા રવિ વર્માના જીવન પર આધારિત છે. આ ફિલ્મના અનેત દ્રશ્યો ગુજરાતના વડોદરા સ્થિત લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે શૂટ થયા હતા.

ગાંધી માય ફાધર

વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ મહાત્મા ગાંધી અને તેના પુત્ર હરિલાલ વચ્ચેના સંબંધો પર આધારિત ફિલ્મ ગાંધી માય ફાધરના અનેક દ્રશ્યો અમદાવાદના વિવિધ સ્થળોએ શૂટ કરાયા હતા.

ગ્રાન્ડ મસ્તી

2013માં રજૂ થયેલી અભિનેતા રિતેશ દેશમુખની ગ્રાન્ડ મસ્તીનું શૂટિંગ પણ વડોદરામાં લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે થયું હતું. ફિલ્મના ટાઇટલ ગીત ગ્રાન્ડ મસ્તી આ પેલેસના દરબાર હોલમાં થયું ફિલ્માવાયું હતું.

કાઇ પો છે

ચેતન ભગતની નવલકથા થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઇફ પર આધારિત ફિલ્મ કાઇ પો છે (2013) ના સીન અમદાવાદ અને વડનગરમાં ફિલ્માવાયા હતા. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂત હતા.

આ પણ વાંચો : Pushpa 2 Rashmika Mandanna First Look : ‘પુષ્પા 2’ની શ્રીવલ્લી રશ્મિકા મંદાનાનો ફસ્ટ લૂક જોતા જ રહી જશો, જુઓ

બોસ

એન્થની ડિસોઝા દિગ્દર્શિત અક્ષય કુમાર અને સોનાક્ષી સિંહા અભિનિત બોસના અનેક દ્રશ્યો કચ્છના નાના રણમાં શૂટ કરવામાં આવ્યાં હતા.

celebrities મનોરંજન ન્યૂઝ