Mr and Mrs Mahi Trailer : ક્રિકેટ અને રોમાન્સથી ભરપૂર 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' ટ્રેલર, લોકોએ કહ્યું, '2024ની શ્રેષ્ઠ ફિલ્મ'

Mr and Mrs Mahi Trailer : રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર અપકમિંગ મુવી 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર લોકોને પસંદ આવી રહ્યું છે અને લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Mr and Mrs Mahi Trailer : રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર અપકમિંગ મુવી 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર લોકોને પસંદ આવી રહ્યું છે અને લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Mr and Mrs Mahi Trailer | Mr and Mrs Mahi Movie Star Cast | janhvi Kapoor | Rajkumar Rao | Rajkumar Rao New Movie | Bollywood New Movie

Mr and Mrs Mahi Trailer : ક્રિકેટ અને રોમાન્સથી ભરપૂર 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ટ્રેલર

Mr and Mrs Mahi Trailer : વર્ષ 2024ની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. રાજકુમાર રાવ અને જ્હાન્વી કપૂરની જોડી સિનેમાધરોમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. રાજકુમાર રાવ ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ના ટ્રેલરને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ચાલો જોઈએ કે રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરની ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ના ટ્રેલરમાં શું જોવા મળી રહ્યું છે અને 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' ફિલ્મ રિલીઝ ડેટ પણ જાણો.

Advertisment
Mr and Mrs Mahi Trailer | Mr and Mrs Mahi Movie Star Cast | janhvi Kapoor | Rajkumar Rao | Rajkumar Rao New Movie | Bollywood New Movie
Mr and Mrs Mahi Trailer : ક્રિકેટ અને રોમાન્સથી ભરપૂર 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'ટ્રેલર

'મિસ્ટર એન્ડ મિસિસ માહી' મુવી ટ્રેલર જોયા પછી ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં રાજકુમાર રાવ (માહી) અને જાહ્નવી કપૂર (માહી) પતિ-પત્નીના રોલમાં છે અને બંનેને ક્રિકેટ ખૂબ જ પસંદ છે. રાજકુમાર રાવનું ક્રિકેટર બનવાનું સપનું અધુરૂં રહી જતા પોતાની પત્ની જ્હાન્વી કપૂરને ક્રિકેટર બનાવવા માંગે છે. તે માટે માહીને કેટલો સંઘર્ષ કરવો પડે છે તે આ ફિલ્મ બતાવવામાં આવ્યું છે.

https://www.instagram.com/p/C63UuBMIzNS/

આ પણ વાંચો : Loksabha Election 2024 : અલ્લુ અર્જુને લાઇનમાં ઉભા રહીને આપ્યો મત, ચાહકોએ ‘પુષ્પા’ના કર્યા વખાણ, જુઓ વીડિયો

Advertisment

રાજકુમાર રાવ અને જાન્હવી કપૂરની ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી', જેનું નિર્દેશન શરણ શર્માએ કર્યું છે, તેનું નિર્માણ ઝી સ્ટુડિયો અને ધર્મા પ્રોડક્શન્સ હેઠળ કરવામાં આવ્યું છે. અગાઉ આ ફિલ્મ પહેલા 15 માર્ચે રિલીઝ થવાની હતી. પરંતુ હવે ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' 31 મેના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'મિસ્ટર એન્ડ મિસિસ માહી' પહેલા રાજકુમાર રાવ અને જ્હાનવી કપૂર ફિલ્મ 'રૂહી'માં સાથે જોવા મળ્યા હતા.

celebrities મનોરંજન ન્યૂઝ