/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-08-01T071737.058.jpg)
Mrunal Thakur : મૃણાલ ઠાકુર ફાઇલ તસવીર
Mrunal Thakur Networth : બોલિવૂડ એક્ટ્રેસ અને સીતારામમ ફેમ મૃણાલ ઠાકુર બહુ ઓછા સમયમાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઇને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ ગ્લોબલ સ્તર સુધી પોતાનું સ્થાન બનાવી લીધું છે. મૃણાલ ઠાકુર આજે લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે. મૃણાલ ઠાકુર ઇન્સ્ટાગ્રામ પર 9.5 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. આજે મૃણાલ ઠાકુર દિગ્ગજ એક્ટ્રસમાંથી એક છે. મૃણાલ ઠાકુર આજે 1 ઓગસ્ટના રોજ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ પ્રસંગ પર મૃણાલ ઠાકુરની નેટવર્થ અને તે ક્યારે લગ્ન કરશે તે અંગે વાત કરીએ.
મૃણાલ ઠાકુરનો જન્મ 1 ઓગસ્ટ 1992ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. અભ્યાસની વાત કરીએ તો અભિનેત્રીએ મુંબઈની કિશનચિંદ ચેલારામ કોલેજમાંથી માસ મીડિયાનો અભ્યાસ કર્યો છે. જો કરિયરની વાત કરીએ તો મૃણાલ ઠાકુરે તેની શરૂઆત 2012માં સિરિયલ 'મુઝસે કુછ કહેતી….યે ખામોશિયાં'થી કરી હતી.
હવે વાત કરીએ મૃણાલ ઠાકુરની ટેલિવૂડથી સિલ્વર સ્ક્રીન સુધી પહોંચવાની સફર વિશે. તો મૃણાલ ઠાકુરે વર્ષ 2018માં ઈન્ડો અમેરિકન ફિલ્મ 'લવ સોનિયા' સાઈન કરી હતી. આ પછી, વર્ષ 2019માં, મૃણાલ જ્હોન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસમાં જોવા મળી હતી. 'બાટલા હાઉસ' પછી મૃણાલ હ્રિતિક રોશનની 'સુપર 30'માં પણ જોવા મળી હતી, જો કે ફિલ્મમાં તેના માત્ર 5 સીન હતા, પરંતુ તે 5 સીનમાં પણ અભિનેત્રી પોતાની છાપ છોડવામાં સફળ રહી હતી. આ પછી મૃણાલ એક પછી એક ઘણી ફિલ્મોમાં જોવા મળી. જો કે, મૃણાલ ઠાકુર તેની ફિલ્મ સીતારામમથી રાતોરાત મોટી સ્ટાર બની ગઇ. આ ફિલ્મમાં તેની શાનદાર એક્ટિંગના કારણે તેની કિસ્મત ચમકી.
મૃણાલ ઠાકુરની નેટવર્થની વાત કરીએ તો બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય રહેનારી અભિનેત્રીની કમાણી કોઇ મેલ એક્ટરથી ઓછી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃણાલ ઠાકુર 33 કરોડ રૂપિયાની સંપત્તિની માલિકી ધરાવે છે. મૃણાલ ઠાકુરની પ્રતિ માસ 50-60 લાખ રૂપિયાની આસપાસ કમાણી કરે છે. અભિનેત્રી ફિલ્મો, ટેલિવિઝન શો અને જાહેરાતોમાંથી આટલી કમાણી કરે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક મૃણાલ ઠાકુર એક ફિલ્મ માટે લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આવી સ્થિતિમાં, અભિનેત્રી વાર્ષિક 7 કરોડ રૂપિયાથી વધુ કમાય છે.
નોંધનીય છે કે, મૃણાલ ઠાકુર તેલુગુ ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી સ્ટાર છે. મીડિયા અહેવાલ અનુસાર, ફિલ્મ સીતા રામમ પછી મૃણાલ ઠાકુરે ત્રણ ફિલ્મો સાઇન કરી છે. આ ફિલ્મો માટે મૃણાલ ઠાકુરે કરોડો રૂપિયાની ફી માંગી છે. આ સાથે હવે તે તેલુગુ સિનેમાંની સૌથી મોંઘી સ્ટાર બની ગઇ છે.
મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને ફેન્સ માટે પોતાની સુંદર તસવીરોની ટ્રીટ આપતી રહે છે. આ દરમિયાન એક્ટ્રેસે તાજેતરમાં તેની એક નવીનતમ તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે દુલ્હનના અવતારમાં જોવા મળી રહી છે. મૃણાલ ઠાકુર રેડ કલરના લહેંગામાં તદ્દન સુંદર લાગી રહી છે. દુલ્હનના રૂપમાં મૃણાલ ઠાકુરને જોઇને ફેન્સ તો પાણી-પાણી થઇ ગયા છે. અભિનેત્રીએ આ તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, હમણાં જ મારા મોટા દિવસના અદ્રશ્ય ફોટા.
ખરેખરતો મૃણાલ ઠાકુરની આ તસવીર મેડ ઇન હેવન સીઝન 2ની છે. અભિનેત્રી મૃણાલ ઠાકુર શોભિલા ધુલીપાલા, જિમ સરભ, અર્જુન માથુર, કલ્કી કોચલીન, શશાંક અરોરા, વિજય રાઝ સહિત શિવાની રઘુવંશી સાથે 7 એપિસોડની સીરિઝનો ભાગ હશે. મૃણાલ ઠાકુરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી હાલમાં બોલિવૂડ અને સાઉથ ફિલ્મો વચ્ચે Juggling વચ્ચે વ્યસ્ત છે. આ સિવાય મૃણાલ આગામી તેલુગુ ફિલ્મમાં વિજય દેવરકોંડા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us