/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Mrunal-Thakur-Dhanush-Dating-Rumours.jpg)
Mrunal Thakur Dhanush Dating Rumours
Mrunal Thakur Dhanush Dating Rumours | મૃણાલ ઠાકુર (Mrunal Thakur) ની તાજેતરની રિલીઝ, સન ઓફ સરદાર 2 (Son of Sardaar 2) બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી નથી, તેમ છતાં મૃણાલ ઠાકુર આજકાલ એક ચર્ચાનો વિષય બની ગઈ છે. આ વખતે, તેના ધનુષ (Dhanush) સાથેના સંબંધની સતત અફવાઓને લઈને ચર્ચામાં આવી ગઈ છે.
મૃણાલ ઠાકુર ધનુષ ડેટિંગ અફવા પર એકટ્રેસએ તોડ્યું મૌન
મૃણાલ ઠાકુર ધનુષ ડેટિંગ અફવા છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. ઘણી પાર્ટીમાં બંનેવ સાથે જોવા મળ્યા હતા, તેથી આ અફવાને વેગ મળ્યો હતો. પરંતુ હવે ઓન્લી કોલીવુડ સાથેની તાજેતરની વાતચીતમાં તેણે ખુલાસો કર્યો કે એકટ્રેસ આ અટકળોથી સારી રીતે વાકેફ છે અને તેને "રમુજી" ગણાવી છે, અને અફવાઓને હળવાશથી ફગાવી દીધી છે.
મૃણાલ ઠાકુર એવા દાવાઓને પણ સંબોધિત કર્યા કે ધનુષ ફક્ત તેની ફિલ્મ, સન ઓફ સરદાર 2 ના સ્ક્રીનિંગમાં હાજરી આપવા માટે ચેન્નાઈથી મુંબઈ ગયો હતો, જે તેના માટે ખાસ સંકેત હતો.
મૃણાલે કહ્યું, "ધનુષે સન ઓફ સરદાર 2 ઇવેન્ટમાં હાજરી આપી હતી. કોઈએ ગેરસમજ ન કરવી જોઈએ. અજય દેવગણે જ તેને આમંત્રણ આપ્યું હતું. તેણે ઉમેર્યું, "ધનુષ મારા માટે ફક્ત એક સારો મિત્ર છે."
ધનુષ અને મૃણાલ ઠાકુરના ડેટિંગની અફવાઓ કેવી રીતે શરૂ થઈ?
સન ઓફ સરદાર 2 ના સ્ક્રીનિંગનો એક વીડિયો વાયરલ થયા પછી આ અટકળોએ જોર પકડ્યું હતું. ક્લિપમાં, મૃણાલ અને ધનુષ હાથ પકડીને એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા, જેનાથી ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ હતી, ધનુષની ફિલ્મ ' તેરે ઇશ્ક મેં' ના રિપ-અપ પાર્ટીમાં મૃણાલે હાજરી આપી હોવા છતાં તે પ્રોજેક્ટનો ભાગ ન હતી, ત્યારે લોકોએ આ ચર્ચા વધુ તીવ્ર બનાવી હતી.
અફવાઓને વધુ વેગ આપતા બાજ નજરે જોનારા સોશિયલ મીડિયા યુઝર્સે ધ્યાન દોર્યું કે મૃણાલે ધનુષની બંને બહેનોને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું શરૂ કરી દીધું હતું અને તેઓ બદલામાં તેઓને ફોલો કરવા લાગ્યા, આ વાત ખાસ ધ્યાન ખેંચી ગઈ કારણ કે, ચાહકોએ તરત જ નોંધ્યું કે, ધનુષના સહ-કલાકારો અથવા ઇન્ડસ્ટ્રીના મિત્રોમાંથી બહુ ઓછા લોકો તેના પરિવારના સભ્યો સાથે ઓનલાઈન સીધા સંપર્ક ધરાવે છે.
Saiyaara OTT Release | થિયેટરમાં ધૂમ મચાવ્યા બાદ હવે સૈયારા ઓટીટી પર થશે રિલીઝ
મૃણાલ ઠાકુર મુવી (Mrunal Thakur Movie)
મૃણાલની છેલ્લી ફિલ્મ, સન ઓફ સરદાર 2, ભારતમાં ફક્ત 34.80 કરોડ રૂપિયાની કમાણી કરી શકી, જ્યારે તેનું બજેટ 150 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ફિલ્મે વિશ્વભરમાં ૫50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us